આ છે ગુજરાતના તનુજ પટેલ, લોકડાઉનમાં ગરીબો માટે બન્યાં ફરિસ્તા, 4 લાખ લોકોનું પેટ ભર્યું અને કર્યો નવો સંકલ્પ

જ્યારથી કોરોના ગુજરાતમાં આવ્યો ત્યારથી ગુજરાતીઓની જિંદગી વેર વિખેર થઈ ગઈ છે. લોકોના જીવન તો બદલાયા છે પણ સાથે સાથે ધંધો રોજગારી પણ છીનવાઈ ગઈ છે. એમાં પણ ખાસ કરીને કોરોના વાયરસ જેવા રોગચાળામાં ગરીબ લોકોનું જીવન મુશ્કેલીમાં મુકાયું છે. રોજગારના અભાવે ઘણાને ઘર ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં કેટલીક સેલિબ્રિટીઓ લાચાર લોકોની મદદ માટે આગળ આવી રહી છે. આ સાથે જ ગુજરાતના તનુજ પટેલ પણ આ રોગચાળા વચ્ચે પીડિત લોકોને મદદ કરવા આગળ આવ્યા છે કે જેની વાહવાહી થઈ રહી છે.

લોકોની મદદ કરીને ઘણા લોકો ગરીબ લોકોના મસીહા સાબિત થયા છે. આવી જ એક વ્યક્તિ તનુજ પટેલ છે, જે લોકડાઉનમાં લોકોને રાત-દિવસ તંદુરસ્ત અને સુરક્ષિત રાખવા માટે ભોજન પ્રદાન કરી રહ્યાં છે. તનુજ પટેલ અને તેમની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 4 લાખથી વધુ જરૂરિયાતમંદ પરિવારોને ભોજન પીરસવામાં આવ્યું છે.

ગુજરાતના આણંદમાં રહેતા તનુજ પટેલ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્ય માટે યુ.એસ.થી ભારત આવ્યા હતા, પરંતુ વિશ્વભરમાં કોરોના વાયરસ રોગચાળાને કારણે આખા ભારતમાં લોકડાઉન જેવી ગંભીર પરિસ્થિતિને કારણે તે પરિવાર સાથે પાછા ફરવાને બદલે પોતાના વતનમાં રહ્યા અને તેમણે જરૂરીયાતમંદ લોકોની સેવા કરવાનું નક્કી કર્યું. તે પોતાની માતૃભૂમિમાં રહેતા અને જરૂરીયાતમંદ લોકોની સેવા કરી રહ્યા છે અને માનવતાના ધર્મનું પાલન કરી રહ્યાં છે.

તનુજ પટેલ કહે છે કે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં હું આપણા દેશના દરેક વર્ગની મારી બહેનો અને માતાને પથારીમાં ભૂખ્યાં જ નહીં સુવા દઉં અને જ્યાં સુધી આ રોગચાળો ચાલુ રહેશે ત્યાં સુધી હું માનવ સેવામાં વ્યસ્ત રહીશ.

તનુજ પટેલ અને તેમની ટીમે અત્યારસુધી લોકડાઉનના સમયમાં ચાર લાખથી વધુ જરૂરિયાતમંદ લોકોને ભોજનની સુવિધા પુરી પાડી છે. આ ઉપરાંત તેમણે ત્રીસ હજારથી વધુ શાકભાજી વેચતાં લોકોને અને જરૂરિયાતમંદોને અનાજ કીટ આપી છે. તેમજ લોકડાઉન દરમિયાન ગુજરાતથી તેમના રાજ્યમાં પરત આવેલા 17 હજારથી વધુ મજૂરોએ મુસાફરી દરમિયાન ગામમાં જઇને ખાવા પીવાની વ્યવસ્થા કરી હતી. તેમણે પાંચ લાખથી વધુ સુતરાઉ માસ્કનું વિતરણ કર્યું છે. તેમની ટીમ આણંદના કોરોના કેર સેન્ટરમાં કોરોના પીડિતને સવાર અને સાંજનું ભોજન આપે છે.

કોરોના દિન પ્રતિદિન બની રહ્યો છે વિકરાળ

19 માર્ચથી 24 માર્ચ સુધી રાજ્યમાં કોરોનાના 34 કેસ નોંધાયા હતા. 25 માર્ચથી 31 મે સુધી રાજ્યમાં 66 દિવસનું લોકડાઉન હતું. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 16760 કેસ નોંધાયા હતા, જે કુલ કેસના 12.5 ટકા હતા. જ્યારે 1 જૂનથી રાજ્યમાં તબક્કાબાર અનલોકની અમલવારી કરવામાં આવી રહી છે. 1 જૂનથી 27 સપ્ટેમ્બર સુધીના 119 દિવસમાં રાજ્યમાં 1,16,425 કેસ નોંધાયા છે, એટલે કે કુલ કેસના 87.5 ટકા કેસ છેલ્લા 119 દિવસમાં નોંધાયા છે.

દરરોજના સરેરાશ કેસ જોઈએ તો લોકડાઉનમાં દરરોજ સરેરાશ 254 કેસ નોંધાતા હતા, જે અનલોકમાં વધીને દરરોજ સરેરાશ 978 કેસે પહોંચ્યા છે. અને હવે તો રોજનાં 1400 આસપાસ કેસ આવે છે એવામાં લોકોની રોજગારી પર મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span