આટલુ બધા રૂપિયાનુ લાઇટ બિલ જોઇ ભડકી તાપસી પન્નુ, સ્ક્રિનશોટ કર્યા Share

ભારે ભરખમ વિજળી બિલથી માત્ર સામાન્ય વ્યક્તિ જ નહી પરંતુ બોલિવુડ સેલિબ્રિટીને પણ તગડો ઝટકો લાગે છે. બોલિવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂને વિજળી બિલ જોઈ એવો ઝટકો લાગ્યો તે તેણે ટ્વીટ કરી સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે. એક્ટ્રેસે ટ્વીટ સાથે વિજળી બીલનો સ્ક્રિનશોર્ટ પણ શેર કર્યો છે.

image source

બોલિવૂડ સેલેબ્સ તેમની આલિશાન જિંદગી માટે જાણીતા છે. ફેન્સ પણ તેમની શાનદાર જિંદગીને લઈ ઈમ્પ્રેસ થતાં હોય છે. પણ જ્યારે કોઈ સેલેબ્સ વધુ બિલની ફરિયાદ કરવા લાગે, તો તેમને પણ બિલ જોઈને જોરદાર આંચકો લાગતો હોય છે. જો કે, આવું મોટા ભાગે ઓછુ જોવા મળે છે. ત્યારે આવું કંઈક તાપસી પન્નૂ સાથે થયું છે.

image source

અભિનેત્રીને એવો આંચકો મળ્યો છે કે, તેણે સોશિયલ મીડિયા પર ઘણાં ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી છે. તાપસી પન્નૂનું વીજળીનું બિલ એટલું આવ્યું છે કે, તે આશ્ચર્યચકિત થઈ ગઈ છે. તાપેસીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે- ત્રણ મહિના લોકડાઉનમાં પસાર થયા છે, અને હું આશ્ચર્ય પામી રહ્યી છું કે મેં આવા કયા સાધનોનો ઉપયોગ કર્યો છે અથવા ખરીદ્યા છે કે આટલુ મોટુ વધારાનું બિલ આવી રહ્યું છે. તમે વીજળીનું બિલ કેવી રીતે બનાવી રહ્યા છો ?

અનેક ફરિયાદ પોતાના ટ્વીટમાં કરી

તાપસીએ વધુમાં ટ્વીટ કરીને એક આશ્ચર્યજનક વાત કહી છે. જો તાપસીની વાત માની લેવામાં આવે તો તેનો એક એપાર્ટમેન્ટ એવો છે કે, ત્યાં કોઈ રહેતું નથી, પરંતુ વીજળીનું બિલ ત્યાં પણ આવ્યું છે. હવે તાપસીએ પોતાના ટ્વીટમાં અદાણી ઇલેક્ટ્રિકિટીને ટેગ કરી છે. તેનું બિલ ત્યાંથી આવ્યું હોવાથી તેણે તેને આ પ્રશ્ન પૂછ્યા છે.

image source

તાપસી આગળ લખે છે કે- હવે આ એપાર્ટમેન્ટનું બિલ છે, જ્યાં કોઈ રહેતુ નથી. તે ફક્ત સ્વચ્છતા માટે અઠવાડિયામાં એકવાર કોઈ આવે છે. પરંતુ હવે મને ચિંતા છે કે આ એપાર્ટમેન્ટનો ક્યાંય પણ ઉપયોગ નથી થતો, તો આ બાબતે અમને સત્ય શું છે તે જણાવો.

image source

આ ૬ ફિલ્મોમાં તાપસીએ શાનદાર અભિનય કર્યો છે

તાપસીએ ગત વર્ષે મિશન મંગલ, ગેમ ઓવર, સાંડ કી આંખ અને થપ્પડમાં અભિનય કર્યો હતો. આ પાંચમાં ચાર ફિલ્મો ૨૦૧૯માં રિલીઝ થઈ હતી. થપ્પડ આ વર્ષે માર્ચમાં રિલીઝ થઈ હતી. આ વર્ષે માર્ચના અંતિમ અઠવાડીયામાં બોક્સ ઓફિસ પર ફિલ્મ કોરોના વાયરસ મહામારીના કારણે પ્રભાવિત થઈ હતી.

image source

તાપસી પન્નૂએ આ તમામ પાંચ ફિલ્મોમાં શાનદાર અભિનય કરી ફેન્સની પ્રશંસા પ્રાપ્ત કરી હતી. આ સિવાય તાપસીએ બેબી ફિલ્મમાં પણ ટૂંકો રોલ નિભાવ્યો છે. ૬ ઓગષ્ટનાં રોજ પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપનાં દિગ્ગજ નેતા સુષમા સ્વરાજનું નિધન થઇ ગયું. ત્યારે સુષમા સ્વરાજનાં નિધન પર તાપસી પાન્નૂએ શોક જતાવ્યો હતો અને તેમની બાયોપિકમાં કામ કરવાની ઇચ્છા જતાવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.