સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા’…ના નવા એપિસોડ જોવા મળશે આ તારીખથી….

દેશમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનું શરુ થયું ત્યારથી સરકારે ટીવી સિરિયલ અને ફિલ્મોનું શૂટિંગ બંધ કરી દીધું હતું. ત્યારથી ટીવી ચેનલો પર જૂના એપિસોડ જ જોવા મળી રહ્યા હતા. જો કે અનલોક-2માં દેશમાં ઘણી ખરી છૂટછાટો આપવામાં આવી છે. તેના કારણે હવે કેટલીક સિરિયલોના શૂટિંગ શરુ થયા છે. તેમાંથી એક છે લોકોનો સૌથી પ્રિય તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો. આ શોનું શૂટિંગ પણ 10 જુલાઈથી શરુ કરવામાં આવ્યું છે અને હવે આ શોના નવા એપિસોડની બેન્ક પણ બની ચુકી છે. હવે આ સિરિયલના નવા એપિસોડ 22 તારીખથી જોવા પણ મળશે.
અનલોક બાદ મોટાભાગની સિરિયલોના શૂટિંગ જૂનના અંતમાં શરુ થઈ ગયા હતા જેથી ગત 13 જુલાઈથી કેટલીક સિરિલયના નવા એપિસોડ ટેલીકાસ્ટ થવા લાગ્યા છે. જો કે આ સિરિયલોના નવા એપિસોડમાં સોશિયલ ડિસ્ટંસ, કોરોના વગેરે બાબતોની અસર જોવા પણ મળે છે.

image source

વાત કરીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની તો શોની કાસ્ટ મોટી છે તેથી પ્રોડ્યુસર્સ તેમજ ડિરેક્ટર્સ કલાકારો અને ક્રૂની સલામતીને લઈ ચિંતામાં હતા અને તેના કારણે જ છૂટ મળતાંની સાથે આ સિરિયલનું શૂટિંગ શરુ કરવામાં આવ્યું નહીં. બધી જ બાબતો પર વિચાર અને પ્રોપર પ્લાનિંગ કર્યા પછી આ સિરિયલનું શૂટિંગ કરવામાં આવ્યું અને હવે તારક મહેતા શોના નવા એપિસોડની બેન્ક બની ગઈ હોવાથી નવા એપિસોડ 22 જુલાઈથી ટેલિકાસ્ટ કરવામાં આવનાર છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે 100થી વધુ દિવસ પછી સિરિયલનું શૂટિંગ શરુ કરવામાં આવ્યું છે. તારક મહેતા શો અંગે સબ ટીવીના ઈંસ્ટા પેજ પર પણ પોસ્ટ કરવામાં આવી હતી સાથે જ શોના મુખ્ય કલાકાર દિલીપ જોષીએ એક તસવીર શેર કરી અને આ વાતની પુષ્ટી કરી છે.

હાલ યે રિશ્તે પ્યાર કે, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, કસૌટી ઝીંદગી કી, મેડમ સર સહિતની સિરિયલોના નવા એપિસોડ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

When shooting begins fun begins🤩🤩 Keep praying that the entire crew remains safe

A post shared by Malav Rajda (@malavrajda) on

જો કે કેટલાક કલાકારોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સિરિયલોના શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ભાભીજી ઘર પે હૈ, મેરે સાંઈ, કસૌટી ઝીંદગી કે અને ડો બી.આર. આંબેડકરના સેટ પર હાજર ક્રૂ અને કલાકારો કોરોના પોઝિટિવ આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span