તારક મહેતા..ના ચાહક હોવ તો આ તસવીરો જોવી જ રહી, જાણી લો શું છે આ તસવીરોમાં ખાસ

ફેબ્રુઆરી મહિનાના અંતથી ભારતમાં કોરોના વાયરસનો ફેલાવો શરૂ થઈ ગયો હતો અને લોકોમાં સંક્રમણ ઓછું ફેલાય તે હેતુથી ભારત સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું હતું. અને આવશ્યક સેવાઓ સિવાય બધા જ ધંધા-રોજગાર આ દરમિયાન બંધ રહ્યા હતા. કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત વિસ્તારોમાં મહારાષ્ટ્ર રાજ્ય અને મુંબઈ શહેરનો સમાવેશ થાય છે. આમ લોકડાઉનના કારણે ટેલિવિઝન સિરિયલ્સના શૂટિંગ પણ બંધ થઈ ગયા હતા. પણ હવે ધીમે ધીમે બધી જ સિરિયલો શૂટિંગ ફરી શરૂ કરી રહી છે તેમાં તમારી માનિતિ સિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનો પણ સમાવેશ થાય છે.

Image Source

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ચીફ ડીરેક્ટર માલવ રાજડાએ સોશિયલ મિડિયા પર તસ્વીરો શેર કરી તે વિષેની જાણકારી શોના ફેન્સને આપી હતી. માલવે તસ્વીરો શેર કરતા લખ્યું, રોલ… રોલિંગ…. એક્શન…. 115 દિવસ બાદ શૂટિંગ ફાઈનલી શરૂ થઈ ગયું છે. કામ શરૂ કરીને ઘણું સારું લાગી રહ્યું છે.ફરી હસવા માટે તૈયાર થઈ જાઓ.

Image Source

માલવની આ પોસ્ટ પર તેની પત્ની પ્રિયાએ લખ્યું – લવ યુ માલવ… તમારા માટે હું ખુબ ખુશ છું. પ્લીઝ તમારું ધ્યાન રાખજો સુરક્ષિત રહેજો. અત્યારથી જ મિસ કરી રહી છું. તમને જણાવી દઈએ કે પ્રિયા આહુજા તારક મેહતા… સિરિયલમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવે છે. જો કે શોમાં તે ઘણી ઓછી જોવા મળે છે.

Image Source

શોનું શૂટિંગ કરતા પહેલાં મોક શૂટ કરવામા આવ્યું હતું. માલવે મોક શૂટની તસ્વીરો પણ સોશિયલ મિડિયા પર શેર કરી હતી. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શો છે કે જેણે હંમેશા લોકોને મનોરંજન પુરુ પાડ્યું છે અને લોકો પણ તેને ખૂબ પસંદ કરે છે. આ શો છેલ્લા 11 વર્ષથી એકધારો લોકોને મનોરંજન પુરુ પાડી રહ્યો છે અને લોકોને હસવાનું કારણ આપી રહ્યો છે. જ્યારથી શોનું શૂટિંગ બંધ થયું હતું, ત્યારથી શોને તેના ફેન્સ ખૂબ મિસ કરી રહ્યા હતા. શોનું જ્યારે શૂટિંગ બંધ થયું ત્યારે કોરોનાનો પ્લોટ બતાવવામાં આવી રહ્યો હતો.

Image Source

તમે તસ્વીરોમાં જોઈ શકો છો કે શૂટિંગ પર હાજર ક્રૂમાંના દરેક જણે માસ્ક પહેર્યા છે. અને તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી બધી જ ગાઇડ લાઇન્સનું પાલન પણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે લોકડાઉનના કારણે મનોરંજન ઇન્ડસ્ટ્રીને ભારે નુકસાન થયું છે ખાસ કરીને નાના-નાના કલાકારોનેઆર્થિક રીતે ખૂબ નુકસાન થયું છે.

જો કે હાલ પણ કોરોનાની મહામારી યથાવત છે અને પહેલાં કરતાં ક્યાંય વધારે આક્રમક થઈ ગઈ છે. અને મુંબઈમાં સંક્રમીતોની સંખ્યામાં વધારો થતા કેટલાક વિસ્તારોમાં ફરી લોકડાઉન પણ જાહેર કરવામા આવ્યું છે. હાલના આંકડા જોવા જઈએ તો સમગ્ર દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7.49 લાક થઈ ગઈ છે. અને મૃત્યુ આંક 21604ને ઓળંગી ગયો છે. જ્યારે 4.96 લોકો સંક્રમણથી મુક્ત થયા છે. મહારાષ્ટ્ર રાજ્યની વાત કરીએ તો અહીં સંક્રમીતો ની સંખ્યા 2.31 લાખ છે, અને 1.27 લાખ લોકો સંક્રમણથી મૃત્યુ પામ્યા છે અને 9667 લોકોના તેનાથી મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રના પૂણેમાં તો ફરીથી 10 દિવસ માટે લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.