તારક મહેતા શો સફળ થયા પહેલા આ શોના કલાકાર લગતા હતા સાવ અલગ જ, આ તસ્વીર જોઇને ચોંકી જશો.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ હાલના સમયમાં ખૂબ જ પ્રચલિત શો છે. જો કે ખાસ કરીને આ શો બાળકોમાં વધુ જાણીતો બન્યો છે. અને સબ પર આવતા અનેક પ્રોગ્રામની જેમ જ આ શો એવો છે કે જેને આખું કુટુંબ સાથે બેસીને પણ જોઈ શકે છે. આ શોની લોકપ્રિયતા એવી છે કે એમાં કામ કરનારા દરેકે દરેક કલાકાર પ્રખ્યાત થઇ ચુક્યા છે. લોકો એમને જાણે પણ છે, આ શોના કીરદારના નામથી જ. જો કે આ સ્થિતિમાં, આજે અમે તમને આ શોની સ્ટાર કાસ્ટની બાળપણ અને યુવાનીની દુર્લભ તસવીરો દેખાડવા જઈ રહ્યા છીએ. આ તસ્વીરો એ વખતની છે, જ્યારે આ શોના સ્ટાર્સ એટલા પ્રખ્યાત ન હતા.
ભવ્ય ગાંધી એટલે કે ટપ્પુ (જે હવે શોમાં નથી)

ભવ્ય ગાંધીનું પાત્ર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ટીપેન્દ્ર એટલે કે ટપ્પુનું છે. ભવ્ય ગાંધીએ ટપુનું આ પાત્ર ઘણા વર્ષો સુધી ભજવ્યું હતું. જો કે અંતમાં એણે ફેબ્રુઆરી 2017માં આ શોને છોડી દીધો હતો. ત્યાર બાદ આ પાત્ર રાજે ભજવ્યું છે. જો કે આપને જણાવી દઈએ કે ટપુ એટલે કે ભવ્ય ગાંધી હવે બોલીવુડમાં પણ જોવા મળી રહ્યો છે. આ શો પછી આજે પણ એનું નામ ઘણું પ્રચલિત છે.
દિશા વાકાણી એટલે દયા જેઠાલાલ ગઢા

‘ઓહ મા, માતાજી…’ અને પોતાના ગરબા વાળી અભિનય પ્રતિભાના કારણે દિશા વાકાણી એ હાલમાં ટીવી જગતની પ્રખ્યાત અભિનેત્રી છે. જો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં તેઓ દયાની ભૂમિકામાં જોવા મળે છે. ગરબા કવિન દયાનું પાત્ર શોમાં સૌથી મહત્વનું છે. આ શોમાં તે દિલીપ જોશીની સામે જોવા મળે છે.
અમિત ભટ્ટ એટલે કે ચંપક લાલ ગઢા

આ શોમાં જેઠાલાલના પિતા એટલે કે ચંપક લાલ ગઢાનો રોલ 47 વર્ષીય અમિત ભટ્ટે કર્યો છે. આ શોમાં જેઠાલાલના ગુસ્સાથી હમેશા એ જ ટપ્પુને બચાવે છે. અમિત ભટ્ટ એ પ્રતિભાશાળી અભિનેતા છે. તેમને એક પત્ની અને બે બાળકો પણ છે.
કુશ શાહ એટલે કે ડોક્ટર હાથીનો સુપુત્ર ગોલી

તારક મહેતા શોમાં ગોલીનું પાત્ર નિભાવનાર કુશ શાહ બાળ કલાકાર તરીકે અભિનય ક્ષેત્રમાં પોતાની કારકિર્દી શરુ કરી છે. જો કે આ શોનો ભાગ બનતા પહેલા એમણે અનેક નાટકો, જાહેરાતો અને ટૂંકી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમનો અભિનય શ્રેષ્ઠ છે.
જીલ મહેતા એટલે કે સોનુ (જે શો છોડી ચુકી છે)

જીલ મહેતા એ નિધિના આવતા પહેલા આ શોમાં સોનુનું પાત્ર ભજવતી હતી. જો કે તે એ સમય દરમિયાન અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છતી હોવાથી આ શો એણે છોડયો હતો. જો કે હવે તો આ સોનુ પણ એકદમ મોટી અને સુંદર થઈ ગઈ છે.
નિધિ ભાનુશાળી એટલે કે સોનુ (જે હાલમાં છે)

સોનું તરીકેના પાત્રમાંથી જીલ મહેતાના આ શો છોડી દીધા પછી આ પત્ર માટે નિધિ ભાનુશાળી આ શોમાં સોનુનું પાત્ર ભજવી રહી છે. જો કે નિધિએ 2012ના વર્ષમાં જીલનું સ્થાન લીધું હતું.
શૈલેષ લોઢા એટલે કે તારક મહેતા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો એ જુલાઈ 2008થી જ સોની સબ પર ચાલતો શો છે. એ સમયથી જ આ શોમાં શૈલેષ લોઢા તારક મહેતાનું પાત્ર ભજવી રહ્યા છે. શૈલેશ લોઢા અભિનેતા ઉપરાંત હાસ્ય કલાકાર અને લેખક પણ છે. જો કે આ શોમાં પણ એમનું પાત્ર એટલું જ હસમુખું છે.
રાજ અંદકટ એટલે કે ટપ્પુ (જે હાલમાં છે)

ભવ્ય ગાંધીએ જ્યારે આ શો છોડી દીધો હતો ત્યારબાદ 2017માં રાજ અંદકટે તેનું સ્થાન ટપુ તરીકે લીધું હતું. જો કે રાજ અંદકટે આ પહેલા એક રિશ્તા સાથી કા શોમાં પણ કામ કર્યું છે.
સમય શાહ એટલે કે ગોગી

તારક મહેતા કા ઉલટા ચશ્મા શોમાં ગોગી એટલે કે ગુરચરણસિંહની ભૂમિકા ભજવનાર સમય શાહે બાળ કલાકાર તરીકે જ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તમને આ જાણીને આશ્ચર્ય થશે કે સમય શાહના પિતા રોશનનું સાચું નામ પણ ગુરુચરણસિંહ છે.
શ્યામ પાઠક એટલે કે યુવા પત્રકાર પોપટલાલ

શ્યામ પાઠક એ પ્રખ્યાત ટીવી કલાકાર છે. એમને પોતાની ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલની ભૂમિકા ભજવવાથી જ મળી છે. લોકો આ શો પછી એમને ઓળખવા લાગ્યા છે. આ શોમાં પોપટલાલ એક યુવા અને સ્નાતક પત્રકાર છે, જે તુફાન એક્સપ્રેસ નામના ન્યૂઝ પેપરમાં ક્રાઇમ રિપોર્ટર છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.