જેઠાલાલ અને દયાભાભીના રિયલ પરિવારને તો જાણતા હશો પણ તારક મહેતાના પરિવાર વિષે જાણો છો?
આખી દુનિયામાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે. આ ખતરનાક વાઈરસથી બચવા માટે દેશભરમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લૉકડાઉનની અવધિ ૩૦ જૂન સુધી વધારવામાં આવી છે. લોકોને ઘરથી બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે લોકો સમય પસાર કરવા ગેમ રમે છે, તો કોઈ કૂકિંગમાં વ્યસ્ત છે. તો કેટલાક ટીવી જોઈને પોતાનો સમય પસાર કરી રહ્યા છે. ત્યારે સૌની લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં પાત્રો ઘણી ચર્ચાનો વિષય બની ગયા છે. જેઠાલાલથી લઈને ટપૂ બધા જ પાત્રોએ દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવી દીધી છે. દર્શકોનું મનોરંજન કરવા આ સીરિયલ સૌથી આગળ રહી છે. આ શૉના બધા પાત્રો ઘણા લોકપ્રિય છે.
ટેલિવિઝન જગતના સૌથી લોકપ્રિય શોઝમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે. તેના બધાં જ કલાકારો દર્શકોને ખૂબ હસાવે છે.. ચાલો જાણીએ કે આ પાત્રોનું વાસ્તવિક જીવન કેવું છે અને તેમના પરિવારમાં કોણ છે.
જેઠાલાલ એટલે કે દિલીપ જોશી.

આ સિરિયલે તેમને નામ અને ઓળખ આપી હતી. જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના લગ્નને લગભગ ૨૦ વર્ષથી વધુ સમય થયા છે. તેમની પત્નીનું નામ જયમલા જોશી છે. તે બે બાળકોનો પિતા છે. જોકે દિલીપ જોશીએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
તારક મહેતા એટલે શૈલેષ લોઢા.

શૈલેષ લોઢા પોતે એક મહાન કવિ, હાસ્ય કલાકાર અને લેખક છે. શૈલેષ ભારતના સૌથી વધુ કમાણી કરનારા કવિઓમાંના એક છે, જેણે લાખો રૂપિયામાં કમાણી કરી છે. તેની પત્ની પણ લેખક છે. તેમને એક પુત્રી પણ છે. શૈલેષની પત્નીનું નામ સ્વાતિ લોઢા છે.
બાબુજી એટલે કે અમિત ભટ્ટ.

આ શોમાં બાબુજી જેઠાલાલના પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે, પરંતુ હકીકતમાં તે જેઠાલાલથી નાના છે. આ શોમાં તેની મહત્વની ભૂમિકા છે.તમને જણાવી દઈએ કે વાસ્તવિક જીવનમાં તેની પત્નીનું નામ ક્રિતી છે અને તે જોડિયા દીકરા દેવ અને દીપના પિતા છે.
આત્મારામ ભીડે એટલે કે મંદાર ચાંદવાડકર.

આત્મારામ ભીડે શોમાં સોસાયટીના સેક્રેટરી છે. મંદારના લગ્ન સ્નેહલ પાધયે સાથે થયા છે. તે ઈંદોરની રહેવાસી છે. સ્નેહલ પણ લાંબા સમયથી અભિનય સાથે સંકળાયેલ છે. સોશ્યલ મીડિયા પર સ્નેહલના અભિનયના ઘણા વીડિયો પણ છે. બંનેનો એક પુત્ર પાર્થ છે.
પોપટલાલ એટલે કે શ્યામ પાઠક.

પોપટલાલની ભૂમિકા ભજવનાર શ્યામ પાઠક શોમાં બેચલર છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેનો સુખી વિવાહિત પરિવાર છે. શ્યામ પાઠકકીની પત્નીનું નામ રશ્મિ છે અને તેમને બે બાળકો પણ છે. પાત્ર વિશે વાત કરતા, પોપટલાલ ટીવી શોમાં તેના લાઇટ કોમેડીથી લોકોનું ખૂબ મનોરંજન કરે છે.
દયાભાભી એટલે કે દિશા વાકાણી.

દયાભાભી તારક મહેતાના શોની મુખ્ય કલાકાર છે. દિશા વાકાણી આ સીરિયલમાં ગરબા કવીન્ અને હે માં માતાજીના ડાયલોગથી વધારે ફેમસ છે. દિશા વાકાણીએ મયૂર પડિયા સાથે લગ્ન કર્યા છે. મયૂર મુંબઇ બેસ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને દિશાએ ૨૪ નવેમ્બરે ૨૦૧૫ના રોજ તેમની સાથે લગ્ન કર્યા હતા. દિશા અને મયૂર દીકરી સ્તુતિના માતા-પિતા પણ છે.
માધવી ભાભી એટલે કે સોનાલિકા જોશી.

માધવી ભીડે ઉર્ફ સોનાલિકા જોશી જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આત્મારામ તુકારામ ભીડેની પત્નીનો કિરદાર નિભાવી રહી છે.જેમાં તે એક ગૃહિણી સાથે સાથે આચાર પાપડનો ઉદ્યોગ પણ ચલાવે છે. સોનાલિકા જોશીના લગ્ન થઈ ગયા છે અને તેના પતિ સમીર સાથે લગ્ન જીવન ખુશીથી પસાર કરે છે અને તેમને એક દીકરી આર્યા પણ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.