શું ખરેખર આ અભિનેતા તારક મહેતા શો છોડી રહ્યો છે? જાણો કોણ છે આ અભિનેતા…
સોની સબ પર ચાલી રહેલો શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ એ ટીવી ઇન્ડસ્ટ્રીનો હાલમાં સૌથી લોકપ્રિય શો ગણાય છે. કેટલાય વર્ષોથી તારક મહેતા કા ઉલટા ચશ્માં લોકોની પહેલી પસંદ બની રહ્યો છે.

જો કે આ શોની ખાસ વાત એ છે કે આમાં આવતા પાત્રોમાં ખાસ કોઈ બદલાવ આવ્યા નથી જો કે શોમાં જેઠાલાલથી લઈને રોશન સિંહ સોઢી સુધીના દરેક પાત્રો પોતાના લેવલ પર આ શોને પૂર્ણ કરે છે અને હાસ્ય દ્વારા લોકોના દિલોમાં પણ પોતાનું સ્થાન બનાવે છે. આ દરમિયાન આ શોમાં અમુક પાત્રોના બદલાવાની ખબરો પણ સામે આવતી રહે છે.
રોશન સોઢી શોને અલવિદા કહેવાના છે.

કેટલાક દિવસોથી એવી ખબરો આવી રહી છે કે શો માં જોવા મળનારા દયા બેન એટલે કે દિશા વાંકાણીની પણ આ શોમાં પરત ફરવાના છે. તો બીજી તરફ એવા સમાચાર પણ મળી રહ્યા છે કે આ શોમાં રોશન સિંહ સોઢીનું પત્ર ભજવનારા ગુરુચરણ સિંહ પણ જલ્દી જ શોને અલવિદા કહેવાના છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ અભિનેતાએ શો છોડવાનું મન બનાવી લીધું છે. જો કે અભિનેતા દ્વારા અથવા શો ની ટીમ દ્વારા કોઈ પણ પ્રકારની અધિકારીક માહિતી આપવામાં આવી નથી.

આ ખબરમાં કોઈ તથ્ય નથી : સૂત્ર
જો કે આ પહેલા પણ ગુરુ ચરણ સોઢી એકવાર આ શોથી અલગ થઇ ચુક્યા છે. જો કે ત્યારે સર્જનાત્મક બદલાવને લઈને ગુરુચરણ સોઢી અલગ થયા હતા, પણ જલ્દી તેઓ પાછા આવી ગયા હતા. તો બીજી બાજુ અન્ય સુત્રોનું કહેવું છે કે આ ખબરમાં કોઈ તથ્ય નથી. એવામાં અભિનેતા અથવા શોની ટીમ દ્વારા જ્યારે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે ત્યારે જ કોઈ માહિતી મળી શકશે કે ગુરુચરણ સિંહ શોમાં જોવા મળશે કે નહી.

અત્યાર સુધીમાં ૩૦૦૦ ભાગ પુરા કર્યા છે

આ શોએ અત્યાર સુધીમાં ૩૦૦૦ જેટલા ભાગ પુરા કર્યા છે. જો કે આ સમય દરમિયાન દિશા વાંકાણીને લઈને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યા ત્યારે શોના પ્રોડયુસર અસિત કુમાર મોદીએ પિંકવિલાને જણાવ્યું હતું કે પહેલા શોની શુટિંગ તો શરુ થવા દો. આ સાથે જ એમણે એમ પણ કહ્યું હતું કે, ‘અત્યારે આ અંગે કાઈ પણ કહેવાનો સમય નથી કે શું થશે, કારણ કે હજુ તો અમે શુટિંગ ફરીથી શરુ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. એક વાર શુટિંગ શરુ થઇ જાય પછી આ વિષે વધારે સ્પષ્ટ અમે કહી શકીશું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.