જોઇ લો આ તસવીરો, અને ઓળખી બતાવો એક પછી એક આ વસ્તુઓ

આ તસ્વીરોની ડીટેઇલ્સ જાણવા માટે તમારે તેને વારંવાર જોવી પડશે – જુઓ અદ્ભુત તસ્વીરો

કેટલેક વાર તમે કોઈ એક તસ્વીર જુઓ છો ત્યારે તમને તેમાં બધું જ બરાબર લાગે. છે. પણ જ્યારે તમે તેને નજીકથી બારીક નજર રાખીને જુઓ છો ત્યારે તમને એક અલગ જ એંગલ જોવા મળે છે. તેમાં બીજી વાર જોતાં તમને લાઈટની ટ્રીક જોવા મળે છે, ક્યાંક કોઈ પ્રાણી છૂપાયેલું જોવા મળે છે તો વળી કોઈ અલગ જ આકૃતિ જોવા મળે છે. આમ તે તસ્વીરની ડીટેઇલ જાણવા માટે તમારે તેને એકથી વધારે વાર જોવી પડે છે. તો આજે અમે તમારી સમક્ષ તેવી જ કેટલીક તસ્વીરો લઈને જાવ્યા છે જેને તમારે વારંવાર જોવી પડશે અને તો જ તમે તેની ડીટેઇલ્સ પકડી શકશો.

image source

1. આ તસ્વીરમાં દેવદારના ઝાડના થડિયાના ટૂકડા મુકવામાં આવ્યા છે. અને આ જ લાકડાના ટૂકડાના ઢગલામાં એક નાનકડી નિંજા કેટ પણ ક્યાંક છૂપાયેલી છે. આ તસ્વીરમાં તમારે તેને જ શોધવાની છે. જરા ધ્યાનથી જુઓ તમને પણ બારીક નજર કરતાં મળી જશે તે બીલાડી.

image source

2. આ તસ્વીરમાં તમે શોધી શકો છો કે શું ખોટું છે ? ચાલો તમને એટલી હીન્ટ આપી દઈકે અહીં આ તસ્વીરમાં હાજર કોઈ એક વ્યક્તિના વસ્ત્રમાં સમસ્યા છે. હવે તમે તમારુ મગજ અને નજર દોડાવીને કહો કે ક્યાં ગડબડ છે.

image source

3. આ તસ્વીરમાં એક દીપડો છૂપાયેલો છે જરા શોધી બતાવો કે તે ક્યાં છે ? ઘણા બધા પ્રાણીઓમાં ભગવાને એવી ક્ષમતા મુકેલી હોય છે કે તેઓ પોતાની આસપાસના વાતાવરણમાં ભળી જાય તેવા હોય છે. જેમ કે આ તસ્વીરમાં પહાડ જે રંગનો છે તે જ રંગમાં ભળી જાય એવો દીપડો પણ છે. જે પહેલી નજરે તમે જોઈ જ નહી શકો.

image source

4. આ તસ્વીરમાં તમને કંઈક અલગ લાગી રહ્યું છે ખરું ? જો તમે ધ્યાનથી આ તસ્વીરને જોશો તો તમને પણ આ તસ્વીરની મોટી ગડબડ ધ્યાનમાં આવી જશે. અને જ્યારે તમને તે ગરબડનો ખ્યાલ આવશે ત્યારે તો તમને ઓર વધારે આશ્ચર્ય થશે કે આવી વસ્તુ અહીં શા માટે હોઈ શકે ?

image source

5. આ તસ્વીરમાં તમને ક્યાંક બીલાડીનું બચ્ચું જોવા મળે છે ? ઝાડના થડિયા સાથે આ બિલાડીના બચ્ચાનો રંગ એટલો બધો ભળી ગયો છે કે તેને શોધવું મુશ્કેલ છે તેમ છતાં થોડો પ્રયત્ન કરવાથી તમને તે મળી જશે. તમને હિન્ટ આપતા જણાવી દઈ કે અહીં બિલાડી તેની પૂછડીના કારણે પકડાઈ જાય છે.

image source

6. આ તસ્વીરમાં શું તમને કંઈ અલગ પડતું દેખાય છે ? અહીં બેઝબોલની મેચ ચાલી રહી છે. પ્લેયર રમી રહ્યો છે. પણ અહીં કંઈક અલગ પ્લેયરમાં કે તેના બેટમા કે તેની હેટમાં નથી પણ તેની પાછળ કંઈક અલગ છે જે ચોક્કસ તમને થોડી ક જ વારમાં ખ્યાલ આવી જાય તેવું છે.

image source

7. પહેલી નજરે તો તમને આ એક સામાન્ય ફેમિલિ પોર્ટ્રેઇટ લાગશે પણ તમે બારીક નજર રાખશો તો તમને ખ્યાલ આવશે કે આ આખી તસ્વીરમાં એક નહીં પણ વધારે ગરબડ છે. જરા ધ્યાનથી જોઈને અમને જણાવો કે શું ગડબડ છે ?

image source

8. આ તસ્વીરમાં તો ભારે મોટી ગડબડ દેખાઈ રહી છે. આ તસ્વીર માઇક્રોસોફ્ટ કંપનીના એક મોટા સેમિનારની લાગી રહી છે. પણ અહીં સૌથી મોટી વાત તો એ છે કે માઇક્રોસોફ્ટ પોતાની જ ઇવેન્ટમાં પોતાની વસ્તુનો ઉપોયગ નથી કરી રહી અને પોતાની હરીફ કંપનીની વસ્તુનો ઉપયોગ કરી રહી છે.

image source

9. આ તસ્વીરમાં પણ એક પ્રાણી છૂપાયેલું છે જે તમારી નજરની સામે જ છે પણ તમે તેને શોધી નથી શકતાં. જો તમને કોઈ હિન્ટ આપી તો તમે તરત જ તેને શોધી કાઢશો. તો આ વખતે હિન્ટ વગર જ તેને શોધવાનો પ્રયાસ કરો.

image source

10. બીલાડીઓ છૂપમછૂપાઈ રમવામાં ખૂબ માહેર હોય છે. હવે તમારે આ તસ્વીરમાં તેને જ શોધવાની છે. તો બતાવો આ તસ્વીરમાં તે ક્યાં છૂપાયેલી છે ?

image source

11. લીલા છમ જંગમલાં આ પોપટ એટલો બધો ભળી ગયો છે કે પહેલી નજરમાં તો તે તમે જોઈ જ નહી શકો. જોકે આ કંઈ અઘરી તસ્વીર નથી. તમને પોપટ છે તેવી હીન્ટ અમે આપી દીધી છે અને તમને તરત પોપટ દેખાઈ પણ જશે.

image source

12. આ તસ્વીર થોડા સમય પહેલાં ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ હતી. આ તસ્વીર ખૂબ જ સ્પેશિયલ છે. તમને પહેલી-બીજી- ત્રીજી નજરે તો ખ્યાલ જ નહીં આવે કે આ તસ્વીરમાં શું સમસ્યા છે. પણ જ્યારે અમે તમને જણાવીશું ત્યારે તમ્ને ખ્યાલ આવી જશે કે તેમાં ખરી કરામત શું છે.

image source

13. આ પેન્ટ્રીમાં પણ એક ફરી એનિમલ છૂપાયેલું છે. બોલો તે પેન્ટ્રીના કયા ખાનામાં છે. ઉપરના કે વચ્ચેના કે પછી કોઈ થેલીમાં છૂપાયેલું છે ?

image source

14. પહેલે નજરે તો તમને આ એક ગેરેજમાં પાર્ક કરેલી પડેલી સામાન્ય કાર જ લાગશે. પણ જ્યારે તમે આ તસ્વીરના એક એક ખૂણાને તપાસશો ત્યારે તમને તેમાં શું ભૂલ છે અથવા શું ગડબડ છે તેનો ખ્યાલ આવી જશે. હવે કારના માલિકને આ વાતની જાણ હોય તો સારું નહીંતર કોઈના રામ રમી જવામાં વાર નહીં લાગે.

image source

15. ઘૂવડની આ સુંદર તસ્વીર પણ થોડી રહસ્યમયી છે. આ તસ્વીરમાં તમે એક ઘૂવડને તો સ્પષ્ટ રીતે જોઈ શકો છો પણ હવે તમે અમને એ જણાવો કે બીજા કેટલા ઘૂવડ આ તસ્વીરમાં છૂપાયેલા છે ?

image source

16. આ તસ્વીરમાં પણ એક પંખી છૂપાયેલું છે. જે અહીંના ઝાડી ઝાંખરામાં બીલકુલ ભળી ગયું છે. આ પંખીને વૂડકોક કહેવાય છે. તેની ચાંચ ખૂબ લાંબી હોય છે અને અણીદાર હોય છે.

image source

17. આ તસ્વીરમાં એક કૂતરું છૂપાયેલું છે. હવે તેને તમારે આ તસ્વીરમાં શોધી કાઢવાનું છે જો કે આ તસ્વીર અન્ય તસ્વીરો કરતાં સરળ છે. તમે બીજી જ નજરે કૂતરાને શોધી લેશો તેમાં કોઈ જ શંકા નથી.

image source

18. કોઈ કોલેજના ક્લાસરૂમમા લેક્ચર ચાલી રહ્યો છે. અને સ્ટૂડન્ટ્સ ધ્યાનથી પ્રોફેસરના વ્યાખ્યાનમાં મગ્ન છે. પણ આ બધા વચ્ચે એક બીજું સાવજ અલગ પ્રાણી પણ તેમની પાસે જ બેઠું છે. અને વિદ્યાર્થીઓની જેમ જ એકાગ્ર થઈને પ્રોફેસર સામે જોઈ રહ્યું લાગે છે. હવે તમે જ શોધી બતાવો કે તે ક્યાં છે ?

તો હવે તમે જ તમારી જાતને સ્કોર આપો કે તમે આટલી બધી તસ્વીરમાં કંઈક અલગ શોધવામાં કેટલા સફળ રહ્યા. સફળ રહો કે નહીં પણ આ લેખમાં તમને મજા ચોક્કસ આવી હશે તેટલું તો કહેવું જ પડશે.

Source: brightside

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.