શું તમે ક્યારે સાંભળ્યુ છે કે ટેટૂ કરાવવા પર ભરવો પડે ટેક્સ? જો ‘ના’ તો વાંચી લો આ અનેક પ્રકારના અવનવા ટેક્સ વિશે

વિશ્વભરના લગભગ મોટાભાગના દેશોમાં જે તે દેશની પ્રજાને આપવામાં આવતી જાહેર સુખાકારીની સુવિધાઓને બદલે અમુક નિશ્ચિત રકમ વસુલવામાં આવે છે અને તેને સરકારી ટેક્સ કહેવાય છે. જો દેશની સરકાર ઈમાનદારી પૂર્વક કામ કરતી હોય અને પ્રજાને સંતોષ કારક રીતે તેના ટેક્સના પૈસાનો બદલો આપતી હોય તો દરેક દેશવાસીએ ટેક્સ ચૂકવવો પણ જોઈએ. જો કે અલગ અલગ દેશોમાં અલગ અલગ પ્રકારના ટેક્સ વસુલવામાં આવે છે જેમાં અમુક તો સાવ અવ્યવહારુ અને વિચિત્ર હોય છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં આપણે આવા જ અમુક વિચિત્ર ટેક્સ વિશેની વાત કરીશું. તો ચાલો શરુ કરીએ જ્ઞાનની યાત્રા.

image source

શાકભાજીનો એક પ્રકાર એટલે કે કોળા ખરીદવા પર ટેક્સ ચૂકવવો પડે તેવી વાત ક્યારેય સાંભળી છે ? નહિ ને ? જો કે અમેરિકાના ન્યુ જર્સીમાં આ પ્રકારનો ટેક્સ વસુલવામાં આવે છે અહીં કોલાની ખરીદી કરવા પર અમુક ટેક્સ સરકારને પણ ચૂકવવો પડે છે.

image source

શરીર પર ટેટુ બનાવડાવવું આજકાલના યુવાનો માટે ફેશનનો એક ભાગ બની ગયું છે પરંતુ વિચારો કદાચ ટેટુ બનાવવા પર પણ તમારે ટેક્સ ચૂકવવો પડે તો ? આ હકીકત છે અમેરિકાના અરકન્સાસમાં લોકોને ટેટુ બનાવવા માટે સરકારને છ ટકા ટેક્સ ચૂકવવો પડે છે.

image source

વળી પાછી એક નવીન જાતના ટેક્સની વાત અને તે પણ અમેરિકાથી. અમરિકાના મેરીલેન્ડમાં ટોયલેટ ફ્લશનો ઉપયોગ કરવા બદલ લોકો પાસેથી પ્રતિ મહિને લગભગ 355 રૂપિયાનો ટેક્સ વસુલે છે. જો કે આ ટેક્સના નાણાંનો ઉપયોગ નાળા-ગટરની સાફ સફાઈ કરવા પાછળ ખર્ચ કરવામાં આવે છે.

image source

અમેરિકાના એરિઝોનામાં બરફના ટુકડાઓ એટલે કે આઈસ બ્લોક જેને આપણે દેશી ભાષામાં બરફની પાટ કહીએ છીએ તેના ખરીદવા પર પણ ટેક્સ ચૂકવવો પડે છે. જો કે લોકો જો આઈસ ક્યુબ એટલે કે બરફના નાના ટુકડાઓ ખરીદે તો તેને ટેક્સ દેવામાંથી મુક્તિ આપવામાં આવે છે.

image source

અમેરિકાના અલબામામાં લોકોને જુગાર રમવામાં વપરાતા પત્તા ખરીદવા કે વેંચવા બદલ ટેક્સ ચૂકવવાનો રહે છે. પત્તા ખરીદનારે કાર્ડના પ્રતિ એક સેટ 10 ટકા જયારે વેચનારે 71 રૂપિયાની ફી સાથે 213 રૂપિયા વાર્ષિક લાયસન્સ માટે ચૂકવવાના રહે છે. જો કે આ ટેક્સ 54 કાર્ડ અથવા તેનાથી ઓછા કાર્ડ ખરીદનાર પર જ લાગુ પડે છે. (જો કે અસામાજિક કામ માટે વપરાતી આવી ચીજ વસ્તુઓ પર ટેક્સ લગાવવાને બદલે તેનું ઉત્પાદન જ બંધ કરવું એ સમયની માંગ છે)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.