દેશની સૌથી મોંઘી ચા વિશે સાંભળીને તમારી આંખો ફાટી જશે, જાણો કેટલા આકડામાં છે કિમત્ત

હાલમાં કોરોનાના કારણે લોકો પાયમાલ બન્યા છે. તો બીજી તરફ જ્યારે બધુ ન્યૂ નોર્મલ થઈ રહ્યું છે એ વચ્ચે દરેક વસ્તુના ભાવો પણ વધી રહ્યા છે. એવામાં એક જગ્યાએથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તમે વધારેમાં વધારે કેટલા રૂપિયાની ચા પીધી એવો સવાલ કરે તો તેનો જવાબ તમે 200 કે 500 સુધીમાં આપશો. પરંતુ આ વખતે કંઈક કિસ્સો અલગ જ સામે આવી રહ્યો છે.

image source

ચાને વિશ્વનું સૌથી પ્રખ્યાત પીણું માનવામાં આવે છે. મહેમાનોની આગતા-સ્વાગતા હોય, મિત્રોની ગપશપ હોય ત્યાં ચાની પ્યાલી વગર બધુ અધુરૂ લાગે છે. સામાન્ય રીતે લોકોએ એક કે બીજી રીતે ચા જ ટેસ્ટી હોય છે. જ્યારે દુનિયાભરમાં આ ઘણાં પ્રકારના ફ્લેવરમાં મળે છે. કોરોનાવાઈરસ મહામારીની વચ્ચે ગુવાહાટી ટી ઓક્શન સેન્ટર(GTAC)એ ગુરુવારે એક સ્પેશિયાલિટી ટીનું વેચાણ 75,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ ભાવે કર્યું. તે આજના વર્ષની સૌથી વધુ કિંમત છે.

image soucre

ગુવાહાટી ટી ઓક્શન બાયર્સ એસોસિએશન(GTABA)ના સચિવ દિનેશ બિહાનીએ જણાવ્યું કે ગત વર્ષે પણ એક અન્ય બ્રાન્ડની ચા આ કિંમતે વેચાઈ હતી. બિહાનીએ આગળ વાત કરી હતી કે, મનોહારી ગોલ્ડ સ્પેશિયલ્ટી ટીનું વેચાણ કન્ટેમ્પરરી બ્રોકર્સ પ્રાઈવેટ લિમિટેડે કર્યું અને તેની ખરીદી ગુવાહાટીના ટી ટ્રેડર વિષ્ણુ ટી કંપનીએ કરી. વિષ્ણુ ટી કંપની પોતાના ડિજિટલ ઈ-કોમર્સ વેબસાઈટ 9amtea.com દ્વારા વિશ્વમાં આ ચાનું વેચાણ કરશે.

image source

સાથે જ તમને જણાવી દઈએ કે આ માર્કાની ચાને ગત વર્ષે 50,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામનું રેકોર્ડ પ્રાઈસ મળ્યું હતું. આ રેકોર્ડ આ વર્ષે તૂટી ગયો. આ વર્ષની ચા પણ એ જ બાગમાંથી આવી હતી, જ્યાંથી ગત વર્ષે આવી હતી. બિહાનીએ વાતને આગળ વધારી કે એક્સોટિક ટીની ઓળખ સુગંધ, સ્વાદ અને રંગથી કરવામાં આવે છે. ગત વર્ષે 13 ઓગસ્ટે એક અન્ય માર્કવી અસમ ચાયે ઉંચી પ્રાઈસનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે અસમના ડિકોમ ટી એસ્ટેટે પોતાની ગોલ્ડન બટરફ્લાઈ ટીને GTACમાં 75000 રૂપિયા પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ પ્રાઈસ પર વેચી હતી.

image source

ઉલ્લેખનીય છે કે GTACમાં ગત વર્ષે ઓર્થોડોક્સ ગોલ્ડન ટી ટિપ્સને 70501 રૂપિયા પ્રતિ કિલોગ્રામનું પ્રાઈસ મળ્યું હતું. તે આ માર્કાની ચા માટે રેકોર્ડ પ્રાઈસ હતું. GTAC ઉંચી પ્રાઈસ વાળી અસમ સ્પેશિયાલિટી ટીને શોકેસ કરવાના એક કેન્દ્રના રૂપમાં ઉભરી રહ્યું છે.

2019માં આા ચા વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી

image source

ટી-બ્લૂમના એક રિપોર્ટ અનુસાર, ચીનના વુઈસન વિસ્તારમાં એક અત્યંતે ખાસ પ્રકારની ચા મળે છે. ડા હોન્ગ પાઓની આ ચાને સંજીવની કહીએ તો તેમાં કાંઈ ખોટું નથી. રિપોર્ટનું માનીએ તો ચા પીવાથી માણસ ઘણાં બધા રોગોમાંથી મુક્ત થઈ શકે છે. એના કારણે જ આ ચાની કિંમત લગભગ 8.5 કરોડ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. બીજી વાત કરીએ તો ઉલોન્ગ ચાની જેવી દેખાતી તૈગુઆનઈન ટાનું નામ બૌદ્ધ ગુરૂ તૈગુઆનઈનના નામ પર રાખવામાં આવ્યું હતું. આજે આ દુનિયાની સૌથી કિંમતી ચાના લિસ્ટમાં સામેલ છે. બ્લેક એન્ડ ગ્રીન ટીને મેળવીને બનતી આ ચાનો સ્વાદ અત્યંત અલગ હોય છે. કહેવામાં આવે છે કે, આને ઉકાળવાથી તેનો રંગ પણ બદલાય જાય છે. આ ચાની પત્તી સાત વાર બનવા પર પણ પોતાનો સ્વાદ નથી છોડતી. તૈગુઆનઈન ટીની કિંમત લગભઘ 21 લાખ રૂપિયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.