આ વ્યક્તિ મહિલાને બેસાડતો પહેલા ટેબલ પર, અને પછી દાંતથી કરતો….પૂરી ઘટના વાંચીને તમારી પણ ફાટી જશે આંખો

આપણા શરીરમાં સૌથી મહત્વના અંગો પૈકી એક અંગ દાંત પણ છે. દાંતમાં હાડકું ન હોવા છતાં તે એટલા સખત અને મજબૂત હોય છે કે મોટાભાગની ખાવાની ચીજવસ્તુઓને તોડી, ચાવી શકે છે. એટલું જ નહિ આ દાંત માણસની શારીરિક તંદુરસ્તીમાં પણ મહતનો ભાગ ભજવે છે અને તે એ કારણે કે આપણે જે કઈંપણ ખોરાક ખાઈએ છીએ તેને ચાવીને પાચન થવા યોગ્ય આ દાંત જ બનાવે છે. જો દાંત હોય તો ખોરાકને પાચન થવામાં અતિ ભારે મુશ્કેલી પડે અને પરિણામે પેટ ખરાબ એટલે આખું શરીર ખરાબ.

image source

પરંતુ શું કોઈ માણસના દાંત એટલા મજબૂત હોઈ શકે કે તે પોતાના દાંત વડે લાકડાના એક મોટા ટેબલને ઉઠાવી શકે ? તમને થશે કે એવું તો શક્ય નથી. પરંતુ અમે જે વ્યક્તિની અહીં વાત કરવા જઈ રહ્યા છીએ તે ન માત્ર લાકડાનું ટેબલ પણ એ ટેબલ એક વ્યક્તિને બેસાડીને વ્યક્તિ સહિતનું આખું ટેબલ પોતાના દાંત વડે ઊંચકીને ચાલી પણ શકે છે. આ એક રેકોર્ડ હતો જે વર્ષ 2008 ના ફેબ્રુઆરી મહિનામાં સ્પેન દેશના મેડ્રિડ શહેરમાં નોંધાયો હતો.

image source

આપણે જાણીને છીએ કે સામાન્ય રીતે લાકડાના ટેબલને હાથ વડે ઊંચકવું પણ ભારે લાગે છે અને મોટાભાગે આપણા ઘરોમાં જયારે કોઈ લાકડાના ટેબલને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાનું હોય તો સામસામે બે વ્યક્તિ ઊંચકીને જ ઉઠાવીએ છીએ. પરંતુ ઉપર વાત કરી તે જોર્જેસ ક્રિસ્ટન નામના વ્યક્તિએ 12 કિલોગ્રામ વજન ધરાવતું ટેબલ અને તેના પણ 50 કિલો વજનની વ્યક્તિને બેસાડીને દાંતો વડે ઊંચકી લીધું હતું. નોંધનીય છે કે ક્રિસ્ટન અસલમાં યુરોપ દેશના લકઝમબર્ગની રાજધાની લકઝમબર્ગ સિટીનો રહેવાસી છે.

જોર્જેસ ક્રિસ્ટને માત્ર ટેબલ અને ટેબલ પર બેઠેલી વ્યક્તિનું વજન જ પોતાના દાંતોથી ઉઠાવ્યું અને ત્યાં વાત પુરી થઇ ગઈ તેમ નથી. ક્રિસ્ટન એ ટેબલ અને વ્યક્તિના વજન સાથે 11.80 મીટર દૂર એટલે કે 38 ફૂટ અને 8 ઇંચનું અંતર ચાલીને કાપ્યું પણ ખરું. આમ તેણે પોતાના દાંતો વડે કુલ 62 કિલો વજન ઊંચક્યું અને 38 ફૂટ જેટલું અંતર ચાલીને કાપ્યું.

image source

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ હેમર હેડમેન અને ખતરનાક સ્ટંટ કરવા માટે પ્રખ્યાત એવા ધર્મેન્દ્ર નામના વ્યક્તિએ પોતાના દાંતોની મજબૂતી દેખાડવા માટે પણ અદભુત કામ કર્યું હતું. બિહારના કૈમુર જિલ્લાના રહેવાસી એવા આ વ્યક્તિએ એક મિનિટમાં દાંતો વડે 15 લોખંડના સળિયા વળી દીધા હતા અને અમેરિકાના એક રેકોર્ડને તોડી દેખાડ્યો હતો. આ પહેલા પણ તેણે માથા વડે લોખંડના સળિયા વાળી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span