ટેલિ એક્ટરેસિસ પણ ફિટનેસમાં આપી રહી છે બોલીવૂડ અભિનેત્રીઓને ટક્કર – માતૃત્વની ફિગર પર નથી થઈ કોઈ અસર
મોટો પડદો હોય કે નાનો પડદો, દરેક અભિનેત્રી પોતાના દેખાવને લઈને ઘણી જ ગંભીર હોય છે.અને એ જ કારણે પ્રેગ્નન્સી પછી તરત જ આ અભિનેત્રીઓ પોતાનું વજન ઘટાડવામાં લાગી જાય છે. એવી ઘણી અભિનેત્રીઓ છે જેમને માતા બન્યા પછી પોતાના ફિગર પર ખૂબ મહેનત કરી છે જેથી કરીને એ પહેલાં જેવી દેખાઈ શકે. અને આ બાબતમાં મોટાભાગની અભિનેત્રીઓ સફળ પણ થઈ જાય છે. મોટા પડદાની વાત કરીએ તો કરીના કપૂર ખાન, શિલ્પા શેટ્ટી, મલાઈકા અરોરા, કરિશ્મા કપૂર, ઐશ્વર્યા રાય, કાજોલ, સોનાલી બેન્દ્રે, એશા દેઓલ જેવી ઘણી અભિનેત્રીઓને હાલમાં જોઈને માનવું મુશ્કેલ છે કે એ માતા છે. પણ આ મામલે ટીવી જગત પણ પાછળ નથી રહ્યું. આજે અમેં તમને ટીવીની આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે.

કનીકા મહેશ્વરી
ટીવી સિરિયલ દિયા ઓર બાતીમાં નજરે પડેલી અભિનેત્રી કનીકા મહેશ્વરીએ પણ થોડા જ સમયમાં પોતાના વધેલા વજનને કાબુ માં કરી લીધું છે.ડિલિવરી પછી કનીકા મહેશ્વરીએ 17 કિલો વજન ઉતાર્યું છે. એટલું જ નહીં માતા બન્યા ના 25 દિવસમાં જ એ પોતાના કામે લાગી ગઈ હતી.

રોશની ચોપડા
આ લિસ્ટમાં હવે પછીનું નામ રોશની ચોપડાનું છે. જેમને માતા બન્યા પછી તરત જ પોતાના ફિગરને મેઇન્ટેન કરવાનું કામ શરૂ કરી દીઘું હતું. રોશની ચોપડા ગયા વર્ષે જ માતા બની છે.

શ્વેતા તિવારી
માતા બન્યા પછી શ્વેતા તિવારીએ પણ પોતાનું વજન ઝડપથી ઘટાડવાનું શરૂ કરી દીધું હતું. પ્રેગ્નન્સીમાં વધેલા વજનને ઘટાડતા શ્વેતા તિવારીએ કસરત કરી ઘણો પરસેવો પાડ્યો હતો.એ પછી શ્વેતાએ ટીવી સીરિયલમાં કામ કરવાનું પણ શરૂ કરી દીધું હતું.

સ્મૃતિ ખન્ના
સિરિયલ” મેરી આશીકી તુમસે હી “માં નજર આવેલી સ્મૃતિ ખન્નાએ 15 એપ્રિલે એક દીકરીને જન્મ આપ્યો છે.અને ડિલિવરીના એક જ અઠવાડિયામાં સ્મૃતિએ પોતાનું વજન ઘટાડી દીધું છે. ફોટામાં સ્મૃતિને જોઈને એના ચાહકો ચોંકી ઉઠયા છે.

નિશા રાવલ
ટીવી અભિનેત્રી નિશા રાવલે પણ ડિલિવરીના ચાર મહિનાની અંદર જ પોતાનું વજન ઘટાડી દીધું હતું. એ માટે નિશાએ ઘણી મહેનત કરી હતી. માતા બન્યા પછી પણ નિશાના દેખાવમાં જરા સરખો પણ ફરક નથી પડ્યો.

નેહા નારંગ
નેહા નારંગનું પ્રેગ્નન્સી વખતે વધારે વજન નહોતું વધ્યું.આ જ કારણ છે કે નેહાને પાછું પહેલા જેવા થવામાં વધારે મહેનત નહોતી કરવી પડી.નેહાના ફિગરને જોઈને કોઈ નહિ કહે કે એ એક બાળકની માતા છે.

દીપિકા સિંહ
દીપિકા સિંહે પણ માતા બન્યા પછી તરત જ કસરત કરવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે દીપિકા સિંહે બહુ જ જલ્દી પોતાનો આખો દેખાવ બદલી નાખ્યો. એટલું જ નહીં દીપિકા સિંહ માતા બન્યા પછી સિરિયલ કવચ 2માં પણ નજરે પડી હતી.

આમના શરીફ
સિરિયલ કહી તો હોગાથી જાણતી બનેલી આમના શરીફે પણ પ્રેગ્નન્સી પછી તરત જ પોતાનું વધેલું વજન ઘટાડયું હતું. આજે એમને જોતા એ તદ્દન પહેલા જેવી જ લાગે છે.

મંદિરા બેદી
ક્યુકી સાસ ભી કભી બહુથી સિરિયલથી જાણતી બનેલી મંદિરા બેદીને હાલ જોઈએ તો આજે પણ એ એવી ને એવી જ છે. કદાચ આજે એ પહેલાં કરતા વધારે ફિટ જણાય છે. મંદિરા બેદીએ ડિલિવરી પછી 22 કિલો વજન ઉતાર્યું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.