શું તમે જાણો છો ટેલિવૂડની આ બે અભિનેત્રી વિશે, જે કરોડોની માલિક!

ટેલીવીઝન અભિનેત્રી એરિકા ફર્નાન્ડીઝ અને શિવાંગી જોશીની સંપત્તિમાં છે આટલો ફરક છે સામાન્ય રીતે ટેલિવિઝન સ્ટાર્સને બોલીવૂડ સ્ટાર કરતાં થોડા નીચા ગણવામા આવે છે અને માટે જ ટેલિવિઝન સ્ટાર્સને પણ હંમેશથી બોલીવૂડમાં બ્રેક મળવાનું સ્વપ્ન રહેતું હોય છે. પણ હવે ટેલિવિઝન સ્ટાર્સ પણ બોલીવૂડ સ્ટાર્સ સાથે ખભેથી ખભો મીલાવીને ચાલી શકે છે. કારણ કે કેટલીક ટેલિવૂડ હસ્તીઓ આજે એટલું બધું કમાઈ રહી છે કે કેટલાક બોલીવૂડ કલાકારો પણ તેમનાથી પાછળ રહી ગયા છે.

Image Source

યે રિશ્તા ક્યા કહલાતા હૈ ની શિવાંગી જોશી એટલેકે નાયરા અને કસોટી ઝિંદગીકી 2ની એરિકા ફર્નાન્ડિઝ એટલે કે પ્રેરણા, હાલ સૌથી વધારે આવક ધરાવતી ટેલિવિઝન અભિનેત્રિઓમાંની એક છે. આ બન્ને અભિનેત્રીઓનું ફેન ફોલોઇંગ લાખોમાં છે. સૌથી લાંબા સમય સુધી ચાલનારા ડેલી સોપ યે રિશ્તા ક્યા કહલાતા હૈ ના મોહસિન ખાન એટલે કે કાર્તિકની સાથે શિવાંગી જોષી કે જેણી હાલ માત્ર 22 જ વર્ષની છે તેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ છે. તેવી જ રીતે ઓન સ્ક્રીન જોડ઼ી માટે લોકોમાં એટલી હદે દિવાનગી છે કે તેમની જોડીને કાયરા નામ પણ આપવામાં આવ્યું છે.

Image Source

બીજી બાજુ એરિકા ફર્નાન્ડીઝ કે જેણી માત્ર 23 જ વર્ષની છે તેણી પણ ટોપ ટેલિવિઝન શોમાંના એક એવા કસોટી જિન્દગી કી 2ની સફળતાનો પાયો નાખી રહી છે. લીડ કેરેક્ટર અનુરાગ બાસુ કે જે પાર્થ સમથન દ્વારા ભજવવામા આવ્યું છે તે અને પ્રેરણાની લવસ્ટોરીમાં આવતા નાટકીય વળાંકો દર્શકોને શો સાથે બાંધી રહ્યા છે.

તેમાં કોઈ જ બે મત નથી કે આવા સફળ શોના કલાકારોએ વધારે જ પ્રયાસ કરવા પડે છે અને ચોવીસ કલાક કામ કરવું પડે છે અને તેના માટે તેમને તગડી રકમ પણ મહેનતાણા રૂપે મળે છે. વાસ્તવમાં શિવાંગી અને એરિકા બન્ને સૌથી વધારે રૂપિયા કમાનારી ટીવી અભિનેત્રીઓમાંની એક છે. તો આજે અમે તમને આ બન્ને અભિનેત્રીઓની સંપત્તિ વિષે જ જણાવવા જઈ રહ્યા છીએ.

Image Source

એરિકા ફર્નાન્ડીઝ

એરિકા, 2014માં પેન્ટાલૂન ફેમિના મિસ મહારાષ્ટ્રમાં વિજેતા બની હતી, તેણી એક સોશિયલ મિડિયા સ્ટાર અને એક યુ ટ્યૂબર છે. તેણીની સફર અને બ્લોગ પ્રશંસકો વચ્ચે હીટ છે. એરિકાએ ટીવી શો કુછ રંગ પ્યાર કે એસે ભીથી લોકપ્રિયતા મેળવી હતી. આ પહેલાં તેણીએ તમિલ ઇન્ડસ્ટ્રિમાં પણ પોતાનુ યોગદાન આપ્યું હતું. એક અહેવાલ પ્રમાણે 2020 સુધીમા એરિકાની કુલ સંપત્તિ લગભગ 6-7 કરોડ રૂપિયાની છે. તેણી પાસે કેટલીક લક્ઝરી કાર્સ છે અને મુંબઈમાં તેણી એક અપાર્ટમેન્ટ પણ ધરાવે છે.

Image Source

હવે થોડા જ સમયમાં જે સિરિયલોએ લોકડાઉનના કારણે પોતાના શૂટિંગ સ્થગિત કરવા પડ્યા હતા તેને ફરી પાછા શરૂ કર્યા છે. અને એક અહેવાલ પ્રમાણે કસોટી ઝિંદગીકી સિરિયલમાં એક નવો જ વણાંક આવી રહ્યો છે.

Image Source

શિવાંગી જોષી

શિવાંગીએ ટેલિવિઝન ક્ષેત્રે 2013માં સિરિયલ ખેલતી હૈ જિંદગી આંખ મિચોલીથી ડેબ્યુ કર્યો હતો. ત્યાર બાદ 2016માં નાયરાની ભૂમિકા મેળવી જો કે તે પહેલાં તેણી બેઇંતહા અને બેગૂસરાઈ સહિત ઘણા બધા હીટ ટીવી શોમાં અભિનય આપી ચૂકી છે. વર્ષો સુધી કેટલાએ શોમાં અભિનય કરવા ઉપરાંત શિવાંગી ઘણી બધી ટીવી એડવર્ટાઇઝમેન્ટના માધ્યમથી પણ રૂપિયા કમાવી રહી છે. તેણી પાસે આજે એકલક્ઝરી કાર છે.

Image Source

એક અહેવાલ પ્રમાણે આ સુંદર અભિનેત્રીની 2019ની નેટવર્થ લગભઘ 2 મિલિયન ડોલર એટલે કે 14 કરોડ રૂપિયા હોવાનો અંદાજો છે. શિવાંગી મૂળે દેહરાદૂનની છે. હાલ લોકડાઉન દરમિયાન તેણી પોતાના માતાપિતા સાથે જ સમય પસાર કરી રહી હતી. પણ હવે જ્યારે ટીવી સિરિયલને શૂટ કવરાની પરવાનગી મહારાષ્ટ્ર સરકાર તકરફથી મળી ગઈ છે ત્યારે તેણી પાછી આવી ગઈ છે અને શૂટિંગમાં વ્યસ્ત થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.