આ માતાજીના મંદિરની અખંડ જ્યોતમાંથી નીકળે છે કેસર, આ સાથે અહિંયા માથુ ટેકવાથી થાય છે અનેક દુખો દૂર

ભારત દેશની અંદર અનેક એવા પ્રાચીન મંદિરો આવેલા છે જેની અંદર અનેક પ્રકારના એવા રહસ્ય છૂપાયેલા છે જેના વિશે કોઈ પણ મનુષ્ય વિચારી પણ ન શકે. ભારત દેશની અંદર આવેલા મોટા ભાગના મંદિરો પાછળ અમુક વિશેષ પ્રકારના રહસ્યો હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મધ્યપ્રદેશની અંદર આવેલા એવા જ એક મંદિર વિશે કે જેના દીવાની જ્યોતમાંથી નીકળે છે કેસર.

image source

શ્રદ્ધાથી ભરપૂર આઈજી માતાનું મંદિર

કહેવાય છે કે માતાનું આ મંદિર ખૂબ જ પ્રાચીન છે. અને અહીંયા ભક્તોના દરેક દુઃખને દૂર કરવા માટે સ્વયં માતાજી આવ્યા હતા અને આથી જ આ મંદિરનું નામ આઈજી માતા રાખવામાં આવ્યું છે. ત્યાંના લોકોની એવી શ્રદ્ધા છે કે આ જ્યોતના દર્શન કરવાથી લોકોની દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.

image source

અંદાજે વર્ષ ૧૪૫૬માં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી ભક્તો આ મંદિરની અંદર પૂજા-અર્ચના કરે છે. ભક્તિભાવથી ત્યાં દર્શન કરવા આવે છે. આ મંદિરની અંદર માતાજીની એક ગાદીની સ્થાપના કરવામાં આવી છે અને લોકો તેના દર્શન કરવા માટે દૂર-દૂરથી પધારે છે.

image source

મધ્યપ્રદેશની અંદર આઈજી માતાજીનું મંદિર આવેલું છે કે જેની અંદર છેલ્લા ૫૫૦ વર્ષથી ઘીની અખંડ જ્યોત પ્રગટી રહી છે. આ જ્યોતની ખાસ વાત એ છે કે તે જ્યોતમાંથી કેસર ટપકે છે. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે કોઈપણ દીવાને સળગાવવામાં આવે છે ત્યારે તેની ઉપર કાળા રંગનો પદાર્થ નીકળે છે. પરંતુ આ મંદિરની વિશેષતા એ છે કે તેમાં અંદરથી કેસર નીકળે છે.

image source

તે કેસર જો કોઈ પણ વ્યક્તિ પોતાના આંખમાં લગાવી લે તો તેના કારણે આંખને લગતા દરેક રોગ દૂર થઈ જાય છે. અહીંયાના લોકોની એવી માન્યતા છે કે આ મંદિરની અંદર ચાલી રહેલી અખંડ જ્યોત માંથી જે કેસર નીકળે છે. ખાસ કરીને નવરાત્રીના સમયે આ જગ્યાએ ભક્તોની ભીડ વધુ હોય છે.

જાણો શું છે પૌરાણિક કથા

લોકોની એવી માન્યતા પણ છે કે જો કોઈપણ વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી માતાના મંદિરે દર્શન કરવા આવે તો તેની દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. અને સાથે સાથે આંખોને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા ધરાવતા વ્યક્તિઓ દૂરથી આ જગ્યાએ માતાના આશીર્વાદ મેળવવા માટે અને તેની આ અખંડ જ્યોત માંથી કેસર મેળવી તેને પોતાની આંખોમાં લગાવવા માટે તથા પોતાની આંખોના દરેક રોગોને દૂર કરવા માટે આવતા હોય છે.

image source

એક પૌરાણિક કથા ની માન્યતા અનુસાર દિવાન વંશના રાજા માધવ જ્યારે અચાનક ગાયબ થઈ ગયા હતા. ત્યારે માતા તેને ગોતવા માટે નીકળ્યા હતા અને રાજા માધવ માતાને આ જગ્યાએ મળ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી હજી આ જગ્યાએ માતા બિરાજમાન છે. અને આ જગ્યાએ માતાજીની અંદાજે ૫૫૦ વર્ષથી એક અખંડ જ્યોત શરૂ કરવામાં આવી છે. લોકોની માન્યતા એવી છે કે આ અખંડ દિપક માંથી નીકળતી જ્યોત માંથી કેસર નીકળે છે. અને આ કેસર લોકોની આંખોની દરેક સમસ્યાને દૂર કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.