જાણી લો ભારતના આ 2 મંદિર વિશે, જ્યાં પગ મુકતાની સાથે જ નાની-મોટી બીમારીઓ જડમૂળમાંથી થઇ જાય છે ખતમ

ભારતમાં બે એવા મંદિર છે જ્યાં પગ મુકવા માત્રથી નાની મોટી બીમારીઓથી લઈને કેન્સર પણ થઈ જાય છે જડમૂળમાંથી નાશ, જાણી લો એ વિશે વધુ વિગત.

1. હનુમાનજી પ્રસિદ્ધ મંદિર દંડરોઆ ધામ.

હનુમાનજીના આખા દેશના ઘણા ચમત્કારી મંદિર છે. એ જ ચમત્કારિક મંદિરમાંથી એક એવું મંદિર પણ છે જેના ચમત્કાર જાણીને તમને આશ્ચર્ય થશે પણ એ બિલકુલ સત્ય છે કે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર દંડરોઆ ધામ છે. અહીંયા હનુમાનજી ડોકટરના રૂપે પૂજવામાં આવે છે.

image source

એવું માનવામાં આવે છે કે આ મંદિરના હનુમાન જાતે જ પોતાના એક ભક્તની સારવાર કરવા ડોકટર બનીને પહોંચ્યા હતા. માન્યતા છે કે એક સાધુ શિવકુમાર દાસને કેન્સર હતું. એમને હનુમાનજીએ મંદિરમાં ડોકટરના વેશમાં દર્શન આપ્યા હતા. એ પછી એ સાધુ બિલકુલ સ્વસ્થ થઈ ગયો હતો.

image source

આજે આ મંદિરમાં પ્રદેશના જ નહીં દેશભરના લોકો પોતાની ગંભીર બીમારીઓની સારવાર કરાવવા માટે આવે છે અને ઘણા લોકોને બીમારીઓથી છુટકારો પણ મળી જાય છે મંદિરમાં વિશેષ રુપથી અલ્સર અને કેન્સર જેવી બીમારીઓ પણ મંદિરની પાંચ પરિક્રમા કરવાથી ઠીક થઈ જાય છે.
અહીંયા ડોકટર હનુમાન પાસે સારી તંદુરસ્તીની આશા લઈને લાખો શ્રદ્ધાળુઓ આવે છે.

2.ચતુરદાસજી મહારાજ મંદિર.

રાજસ્થાનના નાગોરથી ચાલીસ કિલોમીટર દૂર અજમેર- નાગોર રોડ પર કુચેરા કસ્બા પાસે બુટાટી ધામ છે. જેને ચતુરદાસ જી મહારાજના મંદિરના નામે ઓળખવામાં આવે છે. અહીંયા દર વર્ષે હજારો લોકો લકવાના રોગથી ઠીક થઈને આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીંયા દર્દીઓની સારવાર માટે કોઈપણ પ્રકારના ડોકટર, હકીમ કે વૈદ નથી. પણ લકવાના ઈલાજ માટે અહીંયાની ચમત્કારિક શક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે.

image source

એવું કહેવાય છે કે લગભગ 500 વર્ષ પહેલાં ચતુરદાસ જી જે સિદ્ધ યોગી હતા એ પોતાની તપસ્યાથી લોકોને રોગમુક્ત કરતા હતા.આજે પણ એમની સમાધિ પર પરિક્રમા કરવાથી લકવાથી પીડિત લોકોને રાહત મળે છે. અહીંયા નાગોર સિવાય આખા દેશમાંથી લોકો આવે છે. દર વર્ષે વૈશાખ, ભાદરવો અને મહા મહિનામાં મેળો ભરાય છે. લકવાની અફળ સારવાર માટે અહીંયા દર્દીઓએ સતત 7 દિવસ સુધી મંદિરની પરિક્રમા કરવી પડે છે.

image source

પરિક્રમા પુરી કર્યા પછી દર્દીએ એક હવનમાં ભાગ લેવાનો હોય છે. હવન સમાપ્ત થયા બાદ કુંડની વિભૂતિ દર્દીને લગાવવામાં આવે છે. એ પછી એના બધા જ રોગ આપમેળે જ સારા થઈ જાય છે. આ આખી પ્રક્રિયા કોઈ ચમત્કારથી જરાય ઓછી નથી. સૌથી પહેલા તો દર્દીની બીમારી ખતમ થાય છે અને એ પછી શરીરના બંધ પડેલા હાથ પગ પોતપોતાનું કામ કરવા લાગે છે.

image source

જે દર્દી લકવાના કારણે બોલી નહોતા શકતા એ પણ બોલવા લાગે છે.મંદિરમાં આવતા લોકો માટે નિઃશુલ્ક રહેવા તેમજ ખાવાની વ્યવસ્થા પણ છે. અહીંયા ઘણા લોકોને આ બીમારીમાં રાહત મળી છે. ભક્ત અહીંયા દાન કરે છે જેને મંદિરના વિકાસ માટે લગાવવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.