ઘરમાં મંદિરની જો હશે આવી દશા તો ક્યારેય નહીં થાય તમારો ઉદ્ધાર…

હિંદૂ ધર્મમાં મૂર્તિ પૂજાનું વિધાન છે. એટલા માટે જ મંદિરમાં પૂજા કરવા જવાની સાથે લોકો પોતાના ઘરમાં પણ મંદિર બનાવતાં હોય છે જેમાં ભગવાનની મૂર્તિ રાખી તેની પૂજા કરે છે.

image source

ઘરમાં નિયમિત રીતે પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને ઈશ્વર કૃપાથી જીવનની સમસ્યા પણ દૂર થાય છે. પરંતુ કેટલાક લોકો ઘરના મંદિરને એવી રીતે રાખતાં હોય છે કે તેનાથી સમસ્યા દૂર થવાને બદલે દોષ સર્જાય છે અને તકલીફોમાં સતત વધારો થાય છે.

image source

ઘરમાં મંદિરની વ્યવસ્થા યોગ્ય રીતે જાળવવી જોઈએ. મંદિરને હંમેશા વાસ્તુ અનુસાર જ રાખવું જોઈએ, એટલે કે વાસ્તુ અનુસાર જે દિશા યોગ્ય છે ત્યાં જ મંદિર રાખવું જોઈએ. મંદિર યોગ્ય દિશામાં રાખવા ઉપરાંત તેની આસપાસ કેવી વ્યવસ્થા રાખવી તેનું ધ્યાન પણ રાખવું જોઈએ.

image source

આજકાલ મોટા ભાગના લોકો ફ્લેટમાં રહેતાં હોય છે. ફ્લેટમાં ઓછી જગ્યાનો મહત્તમ ઉપયોગ કરવા લોકો ભુલ કરી બેસે છે. જેમકે બાથરૂમની સામે જો જગ્યા ખાલી હોય તો ત્યાં મંદિર રાખી દેવું, રસોડામાં જગ્યાની સગવડ હોય તો ત્યાં મંદિર બનાવવું. પરંતુ આમ કરવાથી દોષ ઉત્પન્ન થાય છે. મંદિર કોઈપણ જગ્યાએ ગોઠવી દેવું ન જોઈએ. મંદિર ઘરની ઉત્તર, પૂર્વ દિશા કે ઈશાન ખૂણામાં જ રાખવું જોઈએ.

image source

મંદિરની સામે જો બાથરૂમ કે વોશ બેસિન પણ હોય તો તેનાથી વાસ્તુદોષ સર્જાય છે. આ દોષના કારણે ઘરમાં રહેતાં દંપતિના વૈવાહિક જીવનમાં સમસ્યાઓ સર્જાય છે. આ ઉપરાંત આવી વ્યવસ્થાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધે છે અને ઘરનું વાતાવરણ ખરાબ થાય છે. ધનનો વ્યય પણ વધી જાય છે અને ઘરના લોકો વચ્ચે ક્લેશનું પ્રમાણ વધી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.