આપણા દેશના આ મંદિરોમાં છુપાયું છે અસલી ટુરિઝમ, લોકો જોઈને રહી જાય છે દંગ…

ભારતીય પ્રાચીન મંદિર પોતાની સ્થાપત્ય કલા, કારીગરી અને સુંદરતાના કારણે સમગ્ર દુનિયામાં ચર્ચિત છે. આ મંદિરોમાં વાસ્તુ સૌંદર્યની ચર્ચા ઈતિહાસકારો અને પુરાત્તત્વવિદો માટે હંમેશા કુતુહલનો વિષય રહ્યો છે. આજે અમે તમને એવા હિન્દુ મંદિરો વિશે બતાવીશું, જે પ્રાચીન શિલ્પોને કારણે સમગ્ર વિશ્વમાં ચર્ચામાં રહે છે. જીવનમાં એકવાર આ મંદિરોની મુલાકાત જરૂર કરજો.

image source

વૈથીસવરન કોઈલ

આ મંદિર ભારતના તમિલનાડુમાં સ્થિત છે. તે એટલા માટે પ્રસિદ્ધ છે, કેમ કે રામાયણ અનુસાર જટાયુએ દુષ્ટ રાવણથી માતા સીતાને બચાવવા માટે યુ્દ્ધ કર્યું હતું અને આ લડાઈમાં જટાયુના પંખ કપાયા હતા અને બંને પંખ આ મંદિરની જગ્યા પર પડ્યા હતા. સીતાની શોધમાં જ્યારે પ્રભુ શ્રીરામ પોતાના અનુજ લક્ષ્મણની સાથે અહીં પહોચ્યા, તો જટાયુ પોતાની જીવનના અંતિમ કલાકો ગણી રહ્યા હતા. જટાયુએ રામની આખી ઘટના જણાવી અને તેમને પ્રાર્થના કરી કે તેઓ સ્વંય તેમનો દાહ સંસ્કાર કરે.

image source

અન્નામલાઈયર

તમિલનાડુ સ્થિત આ મંદિર ભગવાન શિવનું મંદિર છે. તેની ચારે તરફ ચાર ટાવર અને ચાર પત્થરની દીવાલો છે. જેનાથી તે એક કિલ્લાની જેમ દેખાય છે. તેનું ક્ષેત્રફળ 101,171 વર્ગ મીટર છે. આ મંદરિ અગ્નિનું પ્રતિનિધિત્વ કરે છે અને આ મંદિરના મુખ્ય શિવલિંગને અગ્નિ લિંગ કહેવાય છે. આ મંદિરમાં દેવી પાર્વતીની અન્નામુલાઈ અમ્માનના રૂપમાં પૂજા કરવામાં આવે છે.

Ramakrishna Temple : A Symphony in Architecture - Belur Math ...
image source

બેલૂડ મઠ

ભારતના પશ્ચિમ બંગાળમાં હુગલી નદીના પશ્ચિમી તટ પર બેલૂડમાં સ્થિત છે. તે રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠનું મુખ્યાલય છે. આ મઠની વાસ્તુમાં હિન્દુ, ખ્રિસ્તી તથા ઈસ્લામી ત્તત્વોનું સંમિશ્રણ છે. જે ધર્મોની એકતાનું પ્રતિક છે. તેની સ્થાપના 1897માં સ્વામી વિવેકાનંદે કરી હતી.

image source

અક્ષરધામ મંદિર, દિલ્હી

નવી દિલ્હીમાં બનેલ આ મંદિર અનોખું સાંસ્કૃતિક ધામ છે. જે જ્યોર્તિધર ભગવાન સ્વામીનારયણની પુણ્ય સ્મૃતિમાં બનાવવામાં આવ્યું છે. આ પરસર 100 એકર ભૂમિમાં ફેલાયેલું છે. દુનિયાનું સૌથી વિશાળ મંદિર પરિસર હોવાને કારણે 26 ડિસેમ્બર 2007ના રાજ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેને સ્થાન મળ્યું હતું.

image source

અંકોરવાટ

કંબોડિયામાં આવેલું અંકોરવાટ મંદિર દુનિયાનું સૌથી મોટું ધાર્મિક સ્મારક કહેવાય છે. તે મૂળ રૂપથી ખમેર સામ્રાજ્ય માટે ભગવાન વિષ્ણુના એક હિન્દુ મંદિરના રૂપમાં બનાવવામાં આવ્યું હતું, જે ધીરે ધીરે 12મી શતાબ્દીના અંતમાં બૌદ્ધ મંદિરમા પરિવર્તિત થઈ ગયું હતું. મુસાફરો અહીં માત્ર વાસ્તુશાસ્ત્રનું અનુપમ સૌંદર્ય જોવા માટે જ નથી આવતા, પંરતુ અહીં સૂર્યોદય અને સૂર્યાસ્તનો અનુપમ નજારો જોવા પણ આવે છે.

Meenakshi Temple - Meenakshi Amman Temple, Madurai - Images, History
image source

મીનાક્ષી અમ્મન મંદિર

આ એક ઐતિહાસિક મંદિર છે. જે ભારતના તમિલનાડુના મદુરાઈ રાજ્યમાં વૈગઈ નદીના દક્ષિણ કિનારે આવેલું છે. આ મંદિર માતા પાર્વતીને સમર્પિત છે, જે મીનાક્ષીના નામથી ઓળખાય છે. અહીં શિવ સુન્દરેશ્વરના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર 2500 વર્ષ જૂના મદુરાઈ શહેરનું દિલ અને જીવનરેખા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.