વરસાદમાં જીભના ચટાકા કરો એ પહેલા ખાસ વાંચી લો આ આર્ટિકલ…
વરસાદમાં જીભનો સ્વાદ જોખમી નીવડી શકે છે, બહારની વસ્તુઓ ખાતા પહેલાં એકવાર આ વાંચી લો
કોરોના, ભૂકંપ અને વરસાદ અત્યારે આપણા માટે ચુનોતિઓનો કોઈ પાર નથી. જો કે વરસાદ આવતા જ વાતાવરણમાં પ્રસરેલી ઠંડક પછી રાહત અનુભવાઈ રહી છે. કાળઝાળ ગરમી સામે હાર્યા પછી આ ઠંડક રોમાંચિત કરી રહી છે. વાતાવરણ હાલમાં એવું રહે છે કે આદુંવાળી ગરમ ચા અને મરચાંના ભજિયાં ખાવાનું મન થઈ આવે છે.

જો કે વરસાદના લાભ સાથે એના ગેરલાભ પણ સામે આવી જાય છે. વરસાદના પાણીને કારણે ઠંડક સાથે અનેક રોગ પણ ઉભા થાય છે. સામાન્ય રીતે ટાઈફૉઈડ, કૉલેરા, ડિસેન્ટ્રી, શરદી-ખાંસી સાથે તાવ પણ આવી જાય છે. ચોમાસામાં ભેજવાળું વાતાવરણ રહેવાથી શરીરની પાચન શક્તિ મંદ પડે છે. એટલે આ સીઝનમાં સાજા રહેવા હંમેશાં ગરમ વસ્તુઓ ખાવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
પાણી ઉકાળીને જ પીવું

ચોમાસાના સમયમાં પાણીનાં જંતુ અને બેક્ટેરિયાને કારણે પણ રોગોનો ફેલાવો થાય છે. આવા સમયે ઘરમાં પણ સાદું પાણી પીવાનું ટાળવું જોઈએ. ભલેને ઘરમાં ગમે તેવા ફિલ્ટર્સ લગાવ્યા હોય, બને ત્યાં સુધી પાણી ઉકાળી અને ઠારીને જ પીવું જોઈએ. પાણીને તપેલામાં ભરવું અને ઢાંક્યા વિના ઉકાળવું. લગભગ પા ભાગનું પાણી બાષ્પીભવન થઈને ઉડયા પછીનું પાણી સફેદ કૉટના જાડા કપડાથી ઢાંકવું અને ઠરી જાય ત્યારે એને માટલામાં ભરી લેવું.
ગરમ વાનગી આહારમાં લેવી જોઈએ

આથા આવવાથી બનતી વસ્તુઓ તેમજ બ્રેડ અને બ્રેડમાંથી બનતી વાનગીઓ ઠંડી ઉપયોગમાં લેવી જોઈએ નહિ. નાસ્તામાં પણ સાદી બ્રેડના સ્થાને ટોસ્ટ બનાવેલ કડક બ્રેડ ખાવી જોઈએ. ઢોકળાં, ઈડલી અને ઢોસા જેવી વાનગી ગરમ-ગરમ જ આહારમાં લેવી જોઈએ.
કાચાં સલાડ બહારના ન ખાવા જોઈએ

ભાજીની જેમ જ શાકભાજીને પણ જંતુથી બચાવવા પુષ્કળ દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. પરિણામે શાક પર પણ જંતુનાશક દવા ચૉટલી હોય છે. આ કારણે સલાડ માટે શાકભાજી સમારતાં પહેલાં તેને બરાબર ધોવા જરૂરી છે. આમ પણ કાચાં શાકભાજી પચવામાં ભારે હોય છે અને આ સીઝનમાં વાયુ કરતા હોવાથી નબળી પાચનશક્તિ ધરાવતા લોકોએ ઘરે પણ સલાડ ખાવાનું ટાળવું જોઈએ. એના સ્થાને કાચુંપાકું કચુંબર વધારીને ખાવાથી શાકભાજી પચવામાં સરળ બને છે અને એમાં રહેલાં જંતુ પણ નાશ પામે છે.
બહાર જઈને ફ્રૂટ જ્યુસ પીવાનું ટાળો

ઘરના ફ્રુટ જ્યુસ પીવામાં તો કોઈ વાંધો નથી, પણ લારીઓ કે હૉટલમાં જઈએ ત્યારે ત્યારે ફ્રૂટ-જૂસ પીવાનું ટાળવું જોઈએ. રસ કાઢવા માટે વપરાયેલ વાસણો અને પાણીમાં પણ જંતુઓ હોઈ શકે છે. જો કે ગ્લાસ, તપેલી અને ફળો બરાબર ધોવાયેલ હોય નહી તો પણ ડિસેન્ટ્રી થઈ શકે છે. જો તેમ છતાં બહારથી કંઈક ઠંડું પીવાનું મન થાય તો નાળિયેર પાણી પી શકાય છે.
સ્વાસ્થ્ય માટે શાકભાજી દાળના સૂપ લઇ શકાય
આ સીજનમાં બાફેલી શાકભાજી અને દાળમાંથી બનાવેલા સૂપ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ગણાય છે. જેમાં દૂધી, કોબી, વટાણા, બેબી કોર્ન, ટમેટાં જેવાં શાકભાજીમાંથી સૂપ અને મગ-મસૂરની દાળના પાણીને વઘારીને પણ એમાંથી સૂપ બનાવી શકાય છે.
સીઝન મુજબના ફળ લેવા જોઈએ
હાલમાં પ્લમ, પીચ, લિચી અને ચેરી જેવાં સીઝનલ ફળોનો ઉપયોગ કરવો જોઈએ. જો કે એને ઉપયોગમાં લેતા પહેલા થોડોક સમય હુંફાળા પાણીમાં બોળીને જ ખાવાં જોઈએ.
લીલી ભાજીઓ પણ નુકશાન કારક

મેથી, કોથમીર, પાલક, મૂળા, તાંદળજો, લૂણી જેવી ભાજી ઉગાડવા માટે વિપુલ માત્રામાં પાણીની જરૂર હોય છે. અને આ પાણી ફ્રેશ અને જંતુરહિત ન હોય તો ભાજી સડી જાય છે. અનેક વાર બજારમાં વેચાવા મૂકેલ ભાજીમાં સડો શરૂ થઈ ચૂક્યો હોય છે. જો કે મુંબઈ જેવા અછત ધરાવતા વિસ્તારમાં, લોકો પાણીનો ભરાવો હોય ત્યાં જ ભાજી ઉગાડી દે છે. ચોમાસાના બંધિયાર પાણીમાં ઊગેલી ભાજીમાં જંતુ અને સડો થવાની શક્યતા વધારે હોય છે. આમ ભાજી ન ખાવી જોઈએ. અથવા ખાવી હોય તો ચૂંટતાં પહેલાં અને રાંધ્યા પહેલાં ગરમ પાણીથી એને સાફ કરવી જોઈએ.
આહારમાં અમુક સાવચેતીઓ રાખવી જરૂરી છે.

સવારે બનાવેલી રસોઈ ફ્રિજમાં મુક્યા પછી સાંજે ખાવાની આદત અથવા સાંજે બનાવેલ વસ્તુ બીજા દિવસે સવારે ખાવાની આદત આ સીઝનમાં માંદગીને નોતરે છે. જે વાનગીઓ ગરમ નથી થવાની, એ બનાવવા માટે ગરમ કરીને ઠંડુ કરેલ પાણી જ વાપરવું જોઈએ. ખાસ કરીને કોઈ પણ પ્રકારની ચટણી અને શરબત માટે પણ ઉકાળેલું પાણી જ વાપરવું જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.