છેલ્લા 58 વર્ષથી આ શહેરના પેટાળમાં ભભૂકી રહી છે આગ, જાણો આ વિશે તમે પણ વધુમાં..

શું એવું બની શકે કે કોઈ શહેર રાતોરાત જ ખાલી થઇ જાય ? તમને થશે કે એવું બનવાની શક્યતા તો સાવ નહિવત જ છે. પરંતુ આજથી 58 વર્ષ પહેલા અમેરિકામાં આવું જ કઈંક થઇ ચૂક્યું છે. અમેરિકાના પેન્સિલવેનિયામાં આવેલા સેન્ટ્રાલીયા ટાઉનને રાતોરાત જ ખાલી કરી નાખવામાં આવ્યું હતું. અને જો એમ કરવામાં ન આવત તો અહીં રહેતા લોકો કદાચ મૃત્યુને ભેટી જાત. હવે આ શહેર સાવ વેરાન અને બંજર બની ચૂક્યું છે અને તેને કારણે લોકો આ શહેરને ઘોસ્ટ ટાઉન એટલે કે ભૂતિયા શહેર તરીકે પણ ઓળખવા લાગ્યા છે. જો કે હજુ પણ અહીં પર્યટકો આવતા હોય છે પરંતુ તેમના માટે ઠેકઠેકાણે જાહેર નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યા છે જેથી તેઓ આ શહેરના જોખમને જાણી તેનાથી બચી શકે.

image source

અસલમાં આ શહેરને ખાલી કરવા પાછળનું કારણ અહીંની જમીન નીચે લાગેલી ભયંકર આગ છે જે છેલ્લા 58 વર્ષ જેટલા સમયથી સતત સળગી રહી છે. સેન્ટ્રાલીયા ટાઉનની આ ખૂબી કે કમનસીબીએ જ આ શહેરને ખુબ પ્રખ્યાત બનાવી દીધું છે. એક સમયે આ શહેરમાં લગભગ 1400 જેટલા લોકો રહેતા હતા પરંતુ છેલ્લે 2017 માં અહીં રહેનારા લોકોની સંખ્યા માંડ 5 વ્યક્તિની હતી.

image source

એ સિવાય ઘોસ્ટ ટાઉન તરીકે ઓળખાતું સેન્ટ્રાલીયા ટાઉન એક સમયે કોલસાની ખાણો માટે પણ પ્રખ્યાત હતું. પરંતુ કહેવાય છે કે વર્ષ 1962 માં શહેરની આજુબાજુ જમા થયેલા કચરાને કારણે તેમાં આગ લાગી અને ધીમે ધીમે એ આગ વધવા લાગી અને જમીનની નીચે રહેલી કોલસાની ખાણો સુધી પહોંચી ગઈ. જમીનની નીચે લાગેલી કોલસાની આગથી શહેરના વાતાવરણમાં કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધવા લાગ્યું અને આ કારણે લોકો આ શહેર છોડવા માટે મજબુર બન્યા અને બીજા શહેરોમાં વસી ગયા.

Geisterstadt in den USA - DER SPIEGEL
image source

નિષ્ણાંતોના મતે સેન્ટ્રાલીયા ટાઉનની નીચે કોલસાનું હજુ એટલું પ્રમાણ છે કે તેની આગ અને આ જગ્યા હજુ 250 વર્ષ સુધી સળગતી રહે. આ આગના કારણે અહીંના રસ્તાઓ પણ ઓગળવા લાગ્યા છે અને તેમાં ઠેર ઠેર ગાબડાઓ પડી ચુક્યા છે જેમાંથી ધુમાડાઓ નીકળી રહ્યા છે.

image source

એવું પણ નથી કે અમેરિકન સરકારે સેન્ટ્રાલીયા ટાઉનની નીચે કોલસાની આ આગ ઠારવા નથી વિચાર્યું. પરંતુ એ માટે કદાચ અબજો રૂપિયાનું બજેટ જોઈએ જેના અભાવે આ શહેરને બચાવવા કરતા જે તે સમયે તેમાં વસનારા લોકોને સરકારે અન્ય શહેરોમાં વસાવવાને સસ્તું અને ઠીક સમજી શહેર ખાલી કરાવ્યું હતું.

source

તમને આ પણ જાણવું ગમશે.

સમુદ્રનું પાણી ખારું અને નદીનું પાણી મીઠું કેમ હોય છે જાણો તેના વિશે રોચક કારણો તમે પણ

જાણો તમે પણ નેલી નરસંહાર વિશે, જેમાં માત્ર 7 કલાકમાં જ માર્યા ગયા હતા અધધધ..લોકો

મોબાઈલના બ્લાસ્ટ થવાના આ સંકેતો જરૂર જાણી લેજો, ચેતતા નર સદા સુધી…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.