આમિર સાથેની ફિલ્મમાં કામ કરવાની સૌથી મોટી ભુલ માને છે આ ફેમસ અભિનેત્રી…

ટેલીવિઝનની અભિનેત્રી સનાયા ઈરાની સૌથી લોકપ્રિય અભિનેત્રીમાંથી એક છે. ઘણા બધા ટેલીવિઝન શોની સાથે સાથે સનાયા ઈરાની કાજોલ અને આમિર ખાનની ફિલ્મ ફનામાં જોવા મળી હતી. હાલમાં સનાયાએ જણાવ્યું કે, તે આ ફિલ્મને પોતાની કરિયરની સૌથી મોટી ભુલ માને છે. જો કે, ફિલ્મએ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી, પરંતુ તેના પછી પણ સનાયા આ ફિલ્મનો હિસ્સો બનીને ખુશ નહતી.

Sanaya Irani Regrets Doing Film With Aamir Khan And Kajol | OMG ...
image source

તેમજ તેને પોતાના કરિયરની સૌથી મોટી ભૂલ માને છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં સનાયા કાજોલની બેસ્ટ ફ્રેન્ડના રોલમાં હતી. સનાયા જણાવે છે કે, ફિલ્મમાં મારો રોલ ઘણો નાનો હતો, જેના કારણે દર્શકો વચ્ચે લાંબા સમય સુધી ઈમ્પ્રેશન ન છોડી શક્યો.

image source

મીડિયા રિપોર્ટ અનુસાર, સનાયાએ કહ્યું કે, ફના બોક્સ ઓફિસ પર હિટ થઈ હતી તેની ચર્ચા આજે પણ થાય છે. જો કે, આ ફિલ્મ તેના કરિયરની સૌથી મોટી ભુલ માને છે. તે આ ફિલ્મનો હિસ્સો જરૂરથી હતી પણ તે ખાલી બેકગ્રાઉન્ડમાં દેખાતી હતી. જ્યારે તેને ફના માટે ઓફર આવી હતી ત્યારે તેને લાગ્યું હતું કે આ તેના માટે એક સારો અનુભવ રહેશે. તેમજ તેનાથી તેની કરિયરને પણ ફાયદો થશે. પરંતુ આવું કંઈ ના થયું. તેમજ તેણે જણાવ્યું કે તેને કાજોલ અને આમિર સાથે કામ કરવાની બહુ મજા આવી હતી.

image source

તેની સાથે સનાયાએ પોતાની વાત આગળ જણાવતા કહ્યુ કે, ફના પછી તેને 2-3 ફિલ્મની ઓફર જરૂરથી મળી હતી પરંતુ તે ફિલ્મો કરવાની તેણે ના પાડી દીધી હતી. તે ફિલ્મો હિટ ગઈ હતી પણ તે ફિલ્મોમાં તેણો જે રોલ હચો તે બહુ ખાસ ન હતો. તે સિવાય તેને કોઈ ખાસ ઓફન મળી જ નહીં. તેમજ એક ઈન્ટર્વ્યુ દરમિયાન સનાયા ઈરાનીએ આ ફિલ્મમાં કામ કરવાને જીવનની સૌથી મોટી ભૂલ જણાવી હતી. સનાયાએ જણાવ્યું કે, ફિલ્મ ફનાથી બોલિવૂડમાં એન્ટ્રી કરવી મારા માટે યોગ્ય નિર્ણય સાબિત ન થયો. મારે તે રોલ નહોતો કરવો જોઈતો. તે મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી.

image source

થોડાક સમય પહેલાં પોતાની ટીવી કરિયર વિશે જણાવતા સનાયાએ કહ્યું હતું કે, તેને પોતાની કરિયરની શરૂઆત ‘મિલે જબ હમ તૂમ’ જેવી યૂથ ઓરિએન્ટેડ શોની સાથે કરી હતી. તે પોતાની જાતને ભાગ્યશાળી માને છે તેને અત્યાર સુધીમાં જેટલા પણ શો કર્યા છે એ બધા સારા હતા. તમને જણાવી દઈએ કે, સનાયાએ ‘મિલે જબ હમ તૂમ’, ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’ અને ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂ’ માં જોવા મળી હતી. ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂ’ થી સનાયા લોકપ્રિય બની ગઈ હતી. આ શોમાં તેનું પરફોમ્નસ પણ સારું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.