દિકરાએ કર્યુ એવુ જોરદાર કામ કે, એક જ ઝાટકે કંપનીએ કરી આટલી બધી સેલેરીની ઓફર, દિકરો આગળ આવે એટલે માતાએ વહેચી દીધી હતી પોતાની વારસાગત જમીન પણ

વિશ્વમાં એકથી એક ચઢીયાતા કલાકારો રહે છે, ત્યારે આપના દેશમાં પણ કલાકારો અને હુનરબાજ વ્યક્તિઓનો કોઈ અભાવ નથી, ભારતમાં ઘણીવાર જાતિ અને ધર્મના લીધે ઝઘડાઓ થતા રહે છે પણ જયારે કલાની વાત કરવામાં આવે ત્યારે બધા જ નાત-જાત અને ધર્મ કોઈ માન્ય નથી રહેતા. કલાના ક્ષેત્રમાં તે પછી ફિલ્મ સ્ટાર્સ, વૈજ્ઞાનિક, સુરક્ષા જવાન તરીકે, પોલીસ ઓફિસર કે પછી રમતવીરોની ભારતમાં કોઈ અભાવ નથી. આજે અમે આપને આવા જ એક નવયુવાન વિષે જણાવીશું જેના ટેલેન્ટને જોઇને માતાએ વારસાગત જમીન વેચી દીધી અને હવે આ નવયુવક જાપાનના વૈજ્ઞાનિકો સાથે કામ કરશે.

image source

હવે જાણીશું આ નવયુવાનએ કરેલ કામની વિગતે જાણકારી

દીકરાનું ટેલેન્ટ જોઇને માતાએ વેચી દીધી વારસાગત જમીન.:

ભારત દેશની સુરક્ષાને વધારે મજબુત બનાવવાના ઉદ્દેશથી બનાવવામાં આવેલ આ મિસાઈલ મોડલને તૈયાર કરનાર નૌઝીલા વિસ્તારના ગૌતમ ચૌધરી હવે જાપાનની એક પ્રસિદ્ધ કંપનીમાં કામ કરશે. જેના માટે ગૌતમ ચૌધરીને વાર્ષિક ૪૦ લાખનું પેકેજની ઓફર આપવામાં આવી છે. જાપાનની આ કંપની ભારત માટે રક્ષા યંત્રોને બનાવવાનું કામ કરે છે, મથુરાની નજીક આવેલ નૌઝીલા નામના ગામમાં ગૌતમ ચૌધરી રહે છે. ગૌતમ ચૌધરીએ વર્ષ ૨૦૧૫ થી લઈને વર્ષ ૨૦૧૯ જેટલા ચાર વર્ષના સમયગાળામાં એક મિસાઈલ મોડલ તૈયાર કર્યું છે. આ મિસાઈલ ઘણા બધા લક્ષ્યો પર હુમલો કરી શકે છે.

image source

ગૌતમ ચૌધરીએ પોતાના પરિવારની બધી જ મૂડી આ મિસાઈલને તૈયાર કરવા માટે ખર્ચી દીધી છે. ગૌતમ ચૌધરીએ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ મિસાઈલ મોડલનું કામકાજ એવી રીતે કરવામાં આવ્યું છે કે જે દુનિયાની અત્યાર સુધી બનાવવામાં આવેલ મીસાઈલોથી ઘણી અલગ પુરવાર થઈ શકે છે. આ મિસાઈલ એક વર્ષ પોતાના લક્ષ્ય પર આક્રમણ કરી શકે છે અને ગૌતમ ચૌધરી દ્વારા બનાવવામાં આવેલ આ મિસાઈલ મોડલનું પ્રદર્શન ગૌતમ ચૌધરી દ્વારા મથુરાના ડીએમ સર્વજ્ઞરામ મિશ્રએ કર્યું છે.

image source

જુદા જુદા સ્તરેથી માહિતી મેળવ્યા પછી ગયા અઠવાડિયે ગૌતમ ચૌધરીએ પોતાના મિસાઈલ મોડલનું પ્રદર્શન બેંગલુરુમાં સ્થિત ઈસરો સેન્ટરમાં પ્રદર્શન કર્યું હતું. ઈસરોની બેંગલુરુ તરફથી માહિતી મળ્યા પછી તેમણે જાપાનમાં ભારત માટે શસ્ત્ર બનાવતી કંપની બંલુંરુંમાં સ્થિત ઓફિસ સાથે સંપર્ક કરવામાં આવ્યો. ત્યાર પછી કંપનીને તેના સંદર્ભમાં બધી જ જાણકારી જાપાનમાં કામ કરતી કંપનીને આપવામાં આવી ત્યાર પછી આ કંપનીએ ગૌતમ ચૌધરીને પોતાની કંપનીમાં જાપાનની ઓફિસમાં ૪૦ લાખ રૂપિયાના પેકેજમાં પસંદ કરી લેવામાં આવ્યો છે.

Student made a model of missile - छात्र ने बनाया ...
image source

નૌઝીલાના જટાપુર ગામમાં રહેતા કુંતી દેવી ચૌધરી જે ગૌતમ ચૌધરીની માં છે. કુંતી દેવીએ પોતાના દીકરા ગૌતમ ચૌધરીને ભણાવવામાં કોઈ કસર બાકી રાખી નહી. ગૌતમ ચૌધરીને વર્ષ ૨૦૧૫માં એક મિસાઈલ મોડલ બનાવવાનો વિચાર આવ્યો જેના માટે ગૌતમ ચૌધરીએ પોતાના રાત- દિવસ એક કરી દીધા અને એક મિસાઈલ મોડલ તૈયાર કર્યું. આ મિસાઈલ મોડલને તૈયાર કરવા માટે ચાર વર્ષ સુધી જુદા જુદા એક્સપર્ટસ પાસેથી માર્ગદર્શન મેળવીને ગૌતમ ચૌધરીએ આ મિસાઈલ મોડલ તૈયાર કરી લીધું. ગૌતમ ચૌધરીએ પોતે તૈયાર કરેલ મિસાઈલ મોડલ પર દાવો કરતા કહે છે કે, આ મોડલ અનુસાર તૈયાર કરવામાં આવતી મિસાઈલ એકસાથે ૧૦ લક્ષ્યને સાધી શકવા માટે સક્ષમ છે.

image source

આ મિસાઈલમાં સોલીડ બુસ્ટર અને જેટ જેવા બે એન્જીન લગાવવામાં આવ્યા છે. આ મિસાઈલનું કુલ વજન ૩૫ થી ૪૦ કિલોગ્રામ જેટલું વજન છે. ગૌતમ ચૌધરીના મિસાઈલ બનાવવામાં સપનાને પૂરું કરવા માટે માતા કુંતીદેવી ચૌધરીએ પોતાના પૂર્વજો તરફથી મળેલ વારસાગત જમીનને પણ વેચી દીધી હતી. ઉપરાંત ચાર લાખ રૂપિયાનું દેવું કરીને પણ પોતાના દીકરા ગૌતમ ચૌધરીને આગળ વધારવાની તૈયારી કરી લીધી હતી.

source
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.