આ ઇન્ડિયન ક્રિકેટરે તેની પાંચ ગર્લફ્રેન્ડને રાખે છે તેની હેન્ડબેગમાં, શું તમે જાણો છો કેવી રીતે?

ટીમ ઈન્ડિયાના મિડલક્રમના બેટ્સમેન મનીષ પાંડેએ મજાકમાં કહ્યું કે એમની બેગમાં પાંચ ગર્લફ્રેન્ડ પડી છે, હકીકતમાં મનીષ પાંડેએ પોતાના ક્રિકેટ બેટની તુલના પોતાની ગર્લફ્રેન્ડ તરીકે કરી.

image source

કર્ણાટકના યઅ ક્રિકેટરે કહ્યું કે એ પોતાના બેટ સાથે ગર્લફ્રેન્ડ જેવો જ વ્યવહાર કરે છે. એમણે કહ્યું કે જેટલો પ્રેમ તે પોતાની પત્ની અશ્રિતા શેટ્ટીને કરે છે, એટલો જ પ્રેમ તે પોતાના ક્રિકેટબેટને પણ કરે છે, ૨૦૧૯ ના ડિસેમ્બર માસમાં હિરોઈન અશ્રિતા સાથે મનીષ પાંડેએ લગ્ન કર્યા છે. ભારત તરફથી છવ્વીસ વન દે, આડત્રીસ ટી ટ્વેન્ટી રમવાવાળા મનિષે ચોખવટ કરી છે કે જો બોલ એના બેટની કિનારીએ અડીને નીકળી જાય તો તેઓ બેટ સાથે ઝગડો પણ કરે છે,

Manish Pandey Wiki, Age, Bio, Height, Girlfriend, Affairs, Worth ...
image source

એમનું માનવું છે કે તેમના બધા બેટ ગર્લફ્રેન્ડ્સ એમના માટે ખાસ છે, દરેકનું દિલમાં અલગ સ્થાન છે, જે બેટ દ્વારા ખેલાડી આઈપીએલમાં પોતાની પહેલી સદી ફટકારેલી એનું નામ તેમણે શેડો બેટ રાખ્યું છે. મનિષે કહ્યું કે તેઓ જ્યારે પણ નિરાશ થી જાય છે અથવા તો પોતાને નિર્બળ મહેસુસ કરે છે ત્યારે તે પોતાના શેડો બેટને ગળે વળગાડી લે છે અને થોડીવાર એને ભેટી લીધા પછી તેઓ એકદમ સ્વસ્થ બની જાય છે,

image source

બેટ સાથે ઝગડો પણ કરે છે મનીષ .

ક્રિકબઝના એક શોમાં મનીષ પાંડે બોલ્યા કે બહુ બધી રીતે મારા બેટ્સ મારી ગર્લફ્રેન્ડ સમાન છે. ખાસ કરીને જ્યારે તેઓ મેચ રમત હોય અને તેમની પત્ની સાથે ન હોય ત્યારે તે બેટ્સ સાથે બરોબર ઝગડો કરે છે. જો કોઈવાર બોલ બેટને કિનારે અડીને નીકળી જાય તો બેટને તે કહે છે તું હવે પહેલાં જેવો નથી રહ્યો. તેઓએ કહ્યું કે તેમની બેગમાં પાંચ અલગ અલગ ગર્લફ્રેન્ડ છે, જે દરેક એમના માટે પોતપોતાની રીતે ખાસ છે.

India vs West Indies, ODI series: The Manish Pandey, Shreyas Iyer ...
image source

જેમકે જ્યારે વધારે આત્મવિશ્વાસની જરૂર પડે તો શેડો બેટ. વિતેલા ૨૦૧૯ ના વર્ષના વર્લ્ડકપ પછી ટીમ ઇન્ડિયામાં તેમનું સ્થાન મજબૂત બની ગયું છે. ભલે તેમને બહુ વધારે મેચ રમવા નથી મળ્યા પણ તેઓ ટીમના ટી-૨૦ અને વનડે સ્કવોડના ન્યૂઝીલૅન્ડના પ્રવાસમાં પણ શામેલ હતા.

ગત વર્ષે તેમણે વિજય હઝારે ટ્રોફી અને સૈયદ મુશતાક અલી ટી-૨૦ ટ્રોફી જીતી. ખાસ વાત એ છે કે ટી-૨૦ ટુર્નામેંટ જીત્યાના ચોવીસ કલાકની અંદર જ તેમણે અશ્રિતા સાથે લગ્ન કરી લીધા હતા. આઈપીએલમાં મનીષ પાંડે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો એક ભાગ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.