‘રાજા હિન્દુસ્તાની’ ફિલ્મની આ અભિનેત્રીની બદલાઇ ગઇ જીંદગી, છેલ્લા 22 વર્ષથી જીવી રહી છે કંઇક આવી જીંદગી

“પરદેશી પરદેશી જાના નહિ” ગીત કાને પડતા જ એની ધૂન સૌકોઈ ગણગણવા લાગે. 24 વર્ષ પહેલા આવેલી આમીર ખાન અને કરિશ્મા કપૂરની ફિલ્મ રાજા હિન્દુસ્તાનીના ગીતને સૌ કોઈને ખૂબ પસંદ પડ્યું હતું. પણ શું તમને આ ગીતમાં દેખાયેલી સુંદર બંજારણ યાદ છે? કદાચ તમને ભાગ્યે જ ખ્યાલ હશે કે એ રોલમાં નજર આવનારી અભિનેત્રીનું પ્રતિભા સિન્હા હતું.પ્રતિભા એક સમયની જાણીતી એક્ટ્રેસ માલા સિન્હાની પુત્રી છે. પ્રતિભાએ 1992માં આવેલી ફિલ્મ મહેબૂબ મેરે મહેબૂબથી કરિયરની શરૂઆત કરી હતી. જો કે તેનુ કરિયર ખુબ જ ટૂંકું રહ્યું અને પ્રતિભાએ માત્ર 13 ફિલ્મમાં જ કામ કર્યું.

image source

એ દિવસોમાં સંગીતકાર નદીમ સૈફી સાથે પ્રતિભા સિન્હાના અફેરની ખુબ જ વાતો ચગી હતી. સ્નેહા વિવાહિત નદીમના પ્રેમમાં ત એટલી પાગલ હતી કે તેને પોતાનું કરિયર પણ દાવ પર લગાવી દીધું હતું.

પ્રતિભા ટૂંક સમયમાં જ નદીમ સાથે લગ્ન કરવાની છે એવું એને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. પણ પછીથી તેણીએ આ સમાચાર નકાર્યા હતા અને કહ્યું હતું કે તે લગ્ન નથી કરી રહી.

image source

પ્રતિભાનું કોડ નેમ Ambassador અને નદીમનું Ace હતું. જ્યારે મીડિયાને બંનેના સિક્રેટ કોડ નામની જાણ થઇ તો પ્રતિભાએ જાહેરમાં નદીમની સાથે પોતાના સંબંધની વાતનો સ્વીકાર કર્યો હતો.

જ્યારે આ વાતની જાણ પ્રતિભાની માતા માલા સિન્હાને થઇ તો તે ખુબ જ નારાજ થઇ હતી. અને પ્રતિભાને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. નદીમ સૈફી પહેલાથી જ પરણિત હતા અને એટલે જ પ્રતિભાની માતા ને પ્રતિભાના એમની સાથે સંબંધ મંજુર ન હતા.અને એટલે જ માલા એ પ્રતિભાને નદીમથી દૂર રાખવા ઘણા પ્રયત્ન કર્યા પણ પ્રતિભા નદીમથી દૂર જવા તૈયાર જ ન હતી.

image source

રિપોર્ટ્સ પ્રમાણે કહીએ તો પ્રતિભાની સાથે પોતાના અફેરની ખબરોથી નદીમ પણ ખુબ જ પરેશાન થઇ ગયા હતા. જાણવા મળેલ ખબર પ્રમાણે માલા સિન્હાએ નદીમના ઘરે ફોન કરી ખુબ જ ગાળા-ગાળી પણ કરી હતી. પછીથી પ્રતિભાએ પોતાની માતા તરફથી નદીમ પાસે માફી પણ માગી હતી.

image source

નદીમે એક ઇન્ટરવ્યૂમાં પ્રતિભ વિશે પૂછતાં જણાવ્યું હતું કે મા અને દિકરી ભેગા મળીને મારી સાથે રમત રમી રહયાં છે. તે મારા નામનો ઉપયોગ કરી વધુમાં વધુ પબ્લિસિટી મેળવવા માગે છે.નદીમે આગળ જણાવ્યું હતું કે તે માત્ર પ્રતિભા સિન્હાની મદદ કરવા માગતા હતા. કારણ કે પ્રતિભા એક ટેલેન્ટેડ અભિનેત્રી છે અને આથી તે તેની નજીક હતા પરંતુ અમારી બંને વચ્ચે કંઇ નથી.

image source

પ્રતિભા સિન્હા છેલ્લે 1998માં આવેલી ફિલ્મ મિલિટ્રી રાજમાં જોવા મળી હતી.એ પછી પ્રતિભાના કોઈ ખબર અંતર મળ્યા નથી.કેટલાક સમાચાર પ્રમાણે પ્રતિભા હાલ પોતાની માતા સાથે ગુમનામ જીવન જીવી રહી છે.

image source

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રતિભાનું કરિયર ખુબ જ ટૂંકું રહ્યું હતું. તેણીએ માત્ર 13 ફિલ્મોમાં જ કામ કર્યું છે. પ્રતિભા સિન્હાએ મિલિટ્રી રાજ, જંજીર, કોઈ કિસી સે કમ નહિ, દિવાના મસ્તાના, ગુદગુદી, રાજા હિન્દુસ્તાની, તું ચોર મેં સિપાહી, એક થા રાજા, દિલ હે બેતાબ અને કલ કી આવાજ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.