મ્યુઝીયમમાં છે ”એનાબેલ ડોલ’ની, જેની મજાક ઉડાવવાનુ ભૂલથી પણ ના વિચારતા, વાંચી લો શું થયુ હતુ આ દંપતિ સાથે જેમને ઉડાવી હતી ‘એનાબેલ ડોલ’ની મજાક

નમસ્તે મિત્રો, ફરી એકવાર આ લેખમાં આપનું સ્વાગત છે.આજનો લેખ તેમના માટે વિશેષ છે જેમને રહસ્ય અને રહસ્યમય વસ્તુઓમાં રસ છે, કારણ કે આજે અમે તમને જણાવીશું એક એવી ઢીંગલી વિશે જેને આજની તારીખમાં સૌથી ભયાનક અને શાપિત વસ્તું નો દરજ્જો મળ્યો છે આ ઢીંગલી પર આધારિત હોલીવુડ મૂવીઝ પણ બની ગયેલ છૅ તમને આ વાત પર થી ખબર પડી જ ગઇ હશે કે અમે કોની વાત કરવાના છીએ ” એનાબેલ ડોલ ” આ આર્ટિકલ મા આપણે જોઈશું કે શા માટે આ ડોલ ને વિશ્વની સૌથી શાપિત વસ્તુ માનવામાં આવે છે

image source

1970 માં એક મહિલાએ તેની પુત્રીને એક ડોલ ભેટ આપી હતી તેની પુત્રીનું નામ ડોના હતું. ડોના તેની સાથે રમવાનું ખૂબ જ પસંદ કરતી હતી અને ડોનામાં પાસે ઢીંગલીઓ નું વીશાળ કલેક્શન હતું ડોના કિશોરવયની હતી, પરંતુ તેની ઢીંગલી સાથે તેનું કનેક્શન એક નાના બાળક જેવું જ હતું ડોનાએ તેની નવી ઢીંગલી નું નામ એનાબેલ રાખ્યું હતું ડોના નર્સિંગ નો અભ્યાસ કરતી હતી. અને હાલમાં તેની એક મિત્ર એન્જી સાથે એક એપાર્ટમેન્ટમાં રહેતી હતી, અન્નાબેલને એપાર્ટમેન્ટમાં લઈ ગયાના થોડા દિવસો પછી બંનેને એક વિચિત્ર અનુભવો થવા લાગ્યા હતા જેમ કે ડોના કોલેજમાં જતી વખતે એનાબેલ ને કોઈ એક જગ્યા એ મૂકીને ગઈ હોય અને તે જ્યારે પરત ફરે ત્યારે ડોલને બીજી જગ્યા એ પડેલી જુએ એકવાર ડોના એનાબેલ ને પલંગ પર છોડીને ગયી હતી પણ જ્યારે પરત ફરી ત્યારે ડોના એ જોયું કે આ ડોલ સોફા પર હતી ડોના ની મિત્ર એનજીને સૌ પ્રથમ ડોલ મા કોઈક શક્તિ છે એવો આભાસ થયો હતો પણ એનજીએ આ ઘટનાઓની અવગણના કરી હતી પરંતુ એક દિવસ જ્યારે ડોના કોલેજથી પાછા આવી ત્યારે તેને અન્નાબેલ ડોલના હાથમાં એક કાગળની કાપલી મળી જેના લીધે તે બંને ખૂબ જ ડરી ગયી હતી આ કાપલી મા help me લખેલું હતું અને તે દરમિયાન તેમનો બીજો એક મિત્ર લ્યુ બન્ને છોકરીઓ સાથે રહેવા માટે આવ્યો હતો એક દિવસ જ્યારે ડોના ઘરે પરત ફરી ત્યારે તેણે જોયું કે અન્નાબેલ પર લોહીના ડાઘ હતા, અને તેથી આ ત્રણેય ખૂબ જ ડરી ગયા હતા અને તેઓએ વિચાર્યું કે આ ચોક્કસ કોઈ અલૌકિક શક્તિ છે જેના લીધે તેઓએ પેરાનોર્મલ એક્સપર્ટ ની મદદ લેવાનું નક્કી કર્યું, ત્યાર બાદ ડોનાએ એક પેરાનોર્મલ એક્સપર્ટ અને પાદરીને બોલાવ્યા હતા અને આ બંનેએ અન્નાબેલની તપાસ કરી અને પુષ્ટિ કરી હતી કે આ ડોલ મા આત્મા રહેલી છે પણ આ ત્રણેય લોકો હજી પદરીની વાત પર વિશ્વાસ કરી શક્યા ન હતા એક વાર લ્યુ રાત્રે તેના ઓરડામાં સૂતો હતો, ત્યારબાદ અચાનક તેની આંખો ખુલી અને તે બેચેન થઈ ગઈ ગયો હતો.

image source

તે તેના પગ ને હલાવી શકતો ન હતો લ્યુ એ તેના પગ તરફ નજર કરી ત્યારે જોયું કે ત્યાં અન્નાબેલ હતી જે લ્યુ તરફ આગળ વધી રહી હતી આ જોઈને કે લ્યુ બેભાન થઈ ગયો હતો અને જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તે સમજી શક્યો નહીં કે તેની સાથે ઘટેલી આ ઘટના એ તેણે જોયેલુ કોઈ સ્વપ્ન હતું કે એક વાસ્તવિકતા હતી એક દિવસે લ્યુ અને એનજી ઘરે એકલા હતા અને આ ઘટના વિશે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે અચાનક ડોનાના ઓરડામાં ખૂબ જ ભયાનક અવાજો આવવાનુ શરૂ થયું, આ અવાજ એટલા મોટા હતા જેના કારણે આખો એપાર્ટમેન્ટ ગૂંજી ઉઠ્યો હતો માંડ માંડ હિંમત કરીને તેઓ ડોના ના રૂમમાં ગયા અને ઓરડામાં પ્રવેશતા જ તેણે ત્યાં એનાબેલ ડોલ જોઇ પણ ત્યાં તે ડોલ સિવાય બીજું કોઈ ન હતું લ્યુને લાગ્યું કે તેની પાછળ કોઈ છે અને તેણે પાછળ જોયું અને ત્યાં કોઈ ન હતું પરંતુ અન્નાબેલે તરફ નજર ફેરવતાની સાથે જ લ્યુને લાગ્યું કે જાણે કોઈકે તેની છાતી ખૂબ સખત રીતે પકડી લીધી હોય અને આથી લ્યુ ને અસહ્ય દર્દ થતો હતો જેનાથી ડરીને લ્યુ આમ તેમ ભાગવા લાગ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં લ્યુની ટી-શર્ટ લોહીથી લથબથ થઈ ગઈ હતી અચાનક લ્યુની છાતી પર પંજા ના 7 નિશાનો થઈ ગયા હતા લ્યુ ને લાગતું હતું કે કોઈએ લોઢાના ગરમ પંજા વડે તેના પર હુમલો કર્યો હોય પરંતુ તેનાથી વધુ રહસ્યમય વાત તો એ હતી કે ટૂંક સમયમાં આ જખમો રૂઝવાનાં શરૂ થઈ ગયા હતા અને સાંજ સુધીમાં તો આ ઘાવ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયા હતા.

image source

આ ઘટના બાદ ડોના અને તેના મિત્રોએ ત્યાંના એક પ્રખ્યાત પાદરીને બોલાવ્યા હતા પાદરીએ ઘરમાં પ્રવેશતાની સાથે જ કોઈ પણ ધાર્મિક વિધિ કરવાની ના પાડી હતી અને તેમણે આ કાર્ય માટે કોઈ જાણકાર પાદરીને બોલાવવાની સલાહ આપી, જેના પછી ડોના અને તેના મિત્રોએ અન્નાબેલે ડોલના ત્રાસ થી બચવા માટે તે સમયના પ્રખ્યાત પાદરી ફાધર કૂક ને બોલાવ્યા હતા ફાધર કૂકના જણાવ્યા મુજબ આ ડોલમાં કોઈ પવિત્ર આત્મા નથી પરંતુ એક દુષ્ટ આત્મા છે જેનો ઈરાદો ડોનાના શરીરને વશમાં કરવાનો હતો એનાબેલ ની અંદર રહેલી આત્મા કેટલી ખતરનાક હતી કે જેનો અંદાજ તને આ વાત પરથી પણ લગાવી શકો છો કે ફાધર ફુક જેવા વ્યક્તિએ પોતે સ્વીકાર્યું હતું કે આ ડોલ મા રહેલી આત્મા નો તે એકલા સામનો કરી શકશે નહીં. તેથી જ ફાધર કૂકે પ્રખ્યાત પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર લોરેન વોરેનની મદદ લેવાનું નક્કી કર્યું

image source

ફાધર કૂક અને એડ લોરેન આં ડોલ માંથી આત્માને કાઢવામાં નિષફળ રહ્યા હતા પછી લોરેન વોરેને આ ડોલ ડોના પાસે થી લઇ લીધી હતી અને જ્યારે આ દંપતી આ ડોલ સાથે તેમની કાર મા જતા હતા ત્યારે અચાનક તેમની કારની બ્રેક ફેલ થઈ ગયી હતી બંનેને કારમાં એક વિચિત્ર ગંધ અને ગરમીનો અનુભવ થવા લાગ્યો હતો લોરેનને તરત જ સમજાયું કે તે આ જ આત્માનું કામ છે. આથી લોરેને આ ડોલ પર પવિત્ર પાણી નો છટકાવ કર્યો ત્યારે જઈને આ આત્મા શાંત પડી હતી એડ અને લોરેને આ ડોલ ને તેના ઘર પર રાખી હતી પરંતુ આ ડોલના લીધે થતી નાની મોટી ઘટનાઓ ઘટવાની હજુ ચાલુ જ હતી એકવાર એક પાદરી આ એનાબેલ ડોલ ને જોવા માટે આવ્યા હતા જ્યારે તેણે આ ડોલ ને જોઈ પાદરીએ તેની મજાક ઉડાવી અને કહ્યું કે આ તો એક ડોલ છે તે કોઈનું શું નુકસાન કરી શકે છે એડે તરત જ પાદરીને કહ્યું કે તેણે આ ડોલ વિશે આવું બોલવું ન જોઈએ.

image source

આથી એડે પાદરીને કાર સુધી છોડવા જતી વખતે એક ભલામણ કરી કે તે ઘ્યાનથી ઘરે જાય અને ઘરે પહોંચીને મને જણાવે પરંતુ થોડીક વાર બાદ એડ અને લોરેન ને એક સમાચાર મળ્યા કે આ પાદરીનું એક અકસ્માત મા મોત થઈ ગયું હતું ત્યારે બાદ એડ લોરેને આ ડોલ ને લાકડાની પેટીમાં મૂકી usa ના એક મ્યુઝીયમ માં મૂકી દીધી હતી ત્યારે એક દંપતી આ મ્યુઝીયમ માં આ ડોલના ફોટા પાડતા પાડતાં તેમણે આ ડોલની મજાક ઉડાવી જે આ ડોલ ને પસન્દ આવી ન હતી જેનો પુરાવો આપણ ને એ વાત પર થી મળે છે ત્યાં થી નીકળ્યા બાદ આ પતિ પત્ની નું એક્સિડન્ટ ગયું હતું જેમાં પુરુષ ની મોત થઈ ગઈ હતી અને મહિલા ગંભીર રૂપે ઘાયલ થઈ હતી આ બધી ઘટનાઓ ના લીધે એનાબેલ ડોલ ને વિશ્વ ની સૌથી શાપિત વસ્તુ માનવામાં આવે છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.