રોજ સવારે સ્મરણ કરવા આ ચાર દેવતાઓના નામ, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા…

મહાપુરાણોની યાદીમાં 15મું પુરાણ છે કૂર્મપુરાણ. આ પુરાણનું વિશેષ મહત્વ છે. આ પુરાણમાં 17,000 શ્લોકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ શ્લોક માનવ જીવનના કલ્યાણ માટે લખવામાં આવ્યા છે.

Buy Kurma Puran (Hindi) (Code-1131) Book Online at Low Prices in ...
image source

ભગવાન વિષ્ણુએ કૂર્મ અવતાર ધારણ કરી આ પુરાણ રાજા ઈન્દ્રદ્યુમ્નને સંભળાવ્યું હતું. ભગવાન કૂર્મના તે જ કથાનકને સમુદ્ર મંથન સમયે ઈંદ્રદિ દેવતાઓને ભગવાને સંભળાવ્યું હતું. જેમાં શુભ ફળ પ્રદાન કરતાં અને ખરાબ સમયને દૂર કરતાં શ્લોકનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પુરાણમાં એવા રીવાજ અને ઉપાય પણ દર્શાવ્યા છે જેનું પાલન કરવાથી વ્યક્તિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં પરીવર્તીત થઈ જાય છે.

image source

જેમકે કૂર્મ પુરાણના 49માં અધ્યાયમાં એક શ્લોક છે જેમાં ચાર એવા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું ઉચ્ચારણ કરનાર વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ શ્લોકમાં નામના વર્ણન સાથે તેનો ઉચ્ચાર કરવાના નિયમનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. દિશાનું ધ્યાન રાખી અને નિયમપૂર્વક આ શ્લોકનું પઠન કરવામાં આવે તો કોઈપણ વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે.

કૂર્મ પુરાણ અનુસાર રોજ સવારે આંખ ખુલે એટલે પૂર્વ દિશા તરફ મુખ કરી ભગવાન ઈન્દ્રનું નામ લેવું જોઈએ અને તેમની સ્તુતિ કરવી જોઈએ. ભગવાન ઈન્દ્રની નગરી પૂર્વ દિશામાં છે તેથી આ દિશા તરફ મુખ કરી અને ઈન્દ્રની સ્તુતિ કરવાથી લાભ થાય છે.

image source

દક્ષિણ દિશા યમરાજની દિશા છે. આ દિશા તરફ મુખ કરી યમરાજનું નામ લેવું અને તેમની પ્રાર્થના કરવી.

પશ્ચિમ દિશા વરુણ દેવની દિશા છે. રોજ સવારે પથારીનો ત્યાગ કરી આ દિશા તરફ મુખ કરી અને વરુણ દેવું સ્મરણ કરી તેમની પ્રાર્થના કરવી.

image source

ઉત્તર દિશામાં ચંદ્ર દેવનો વાસ હોય છે. રોજ સવારે આ દિશા તરફ મુખ કરી ચંદ્રદેવનું સ્મરણ કરી અને તેમની સ્તુતિ કરવી જોઈએ.

આ ચાર દેવતાઓના નામનું સ્મરણ ચાર દિશા તરફ મુખ કરીને કરવાથી દિવસની શરૂઆત તો સારી થશે જ પરંતુ દિવસભરના કાર્યોમાં તમને સફળતા પણ પ્રાપ્ત થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.