કોરોના મહામારી વચ્ચે આવતીકાલે ધોરણ-12 સાયન્સનું પરિણામ થશે જાહેર

ધો.૧૨ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

image source

આજે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલના રોજ એટલે કે ૧૭ મે, ૨૦૨૦ના રોજ ધો. ૧૨ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૦માં અંદાજીત દોઢ લાખ વિદ્યાર્થીઓએ ધો.૧૨ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી છે. હાલમાં કોરોના વાયરસના કારણે દેશવ્યાપી લોકડાઉન ચાલી રહ્યું હોવાથી ધો. ૧૨ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગુજરાત શિક્ષણ બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ પર મુકવામાં આવી શકે છે. આ પરિણામ વિદ્યાર્થીઓ ઓનલાઈન જ જોઈ શકશે. માર્કશીટ મેળવવા માટેની તારીખ પછીથી જાહેર કરવામાં અવિશ્કે છે. ગુજરાત શિક્ષણ બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ www.gseb.org પર સવારના ૮ વાગે ધો. ૧૨ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે.

image source

ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે ઘણા સારા અને મહત્વની જાહેરાત ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના ધો.૧૨ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની આતુરતા આવતીકાલના રોજ તા. ૧૭ મે, ૨૦૨૦ના રોજ સવારના ૮ વાગે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની ઓફીશીયલ વેબસાઈટ www.gseb.org પર મુકવામાં આવશે.

ઉત્તરવહી ચકાસણીનું કાર્ય અમદાવાદ ઝોનનું કાર્ય સમાપ્ત થઈ ગયું છે.

ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી તપાસવાનું કામકાજ અમદાવાદ ઝોનનું કાર્ય સમાપ્ત થઈ ગયું છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને સમયસર રીઝલ્ટ આપી શકાય તે ઉદ્દેશથી હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીની વચ્ચે પણ અમદાવાદ ઝોનમાં ૩૫૦૦ શિક્ષકોના સહયોગ મેળવીને ઉત્તરવહી તપાસવાનું કામકાજ શરુ કરવામાં આવ્યું હતું.

શિક્ષકોના ભરપુર સહયોગના પરિણામે એક મહિના કરતા પણ ઓછા સમયમાં ઉત્તરવહી તપાસવાનું કામકાજ પૂર્ણ કરી શકાયું છે ત્યારે હવે આવતીકાલ તા.૧૭ મે, ૨૦૨૦ રવિવારના રોજ સવારના ૮ વાગ્યાના સુમારે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવશે.

image source

ઉપરાંત ધો. ૧૦ અને ધો.૧૨ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવાની સંભવિત તા. ૧૫ જુન થી ૨૦ જુનની વચ્ચે આપી શકવાની સંભાવના સેવવામાં આવી રહી છે. પરંતુ ધો. ૧૦ અને ધો. ૧૨ના સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરવાની તારીખ હજી સુધી નિશ્ચિત કરવામાં આવી નથી. તેમજ ધો. ૧૦ અને ધો. ૧૨ના સામાન્ય પ્રવાહનું પરિણામ પણ આ જ રીતે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ www.gseb.org પર જ જાહેર કરવામાં આવી શકે છે. જેથી કરીને હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના સંકટમાં સહકાર આપી શકાય. ધો ૧૦, ધો. ૧૨ ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ ઓનલાઈન જાહેર કરી દેવામાં અવિશ્કે છે પરંતુ તેની માર્કશીટ માટે રાહ જોવી પડશે.

source : divya bhaskar

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.