પેટ્રોલપંપ પર કામ કરતા પિતાનો પુત્ર બન્યો પેટ્રોલિયમ કંપનીનો અધિકારી, જાણો કેટલુ મળ્યુ સેલેરી પેકેજ

ગુજરાતીમાં એક કહેવત છે કે “બાપ કરતા બેટો સવાયો”.આ કહેવતને સાચી ઠરાવનાર એક દીકરાની આ વાત છે. જે લોકો ડર્યા વિના અને અટક્યા વગર આગળ વધવાનું ચાલુ રાખે છે, તેઓ ઇતિહાસ લખે છે. આજે અમે તમને આવા જ એક વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે મુશ્કેલીઓથી ડર્યા વગર લડીને પોતાને સાબિત કર્યા. ગ્વાલિયરનો રહેવાસી મનોહર માંડેલીયા છેલ્લા ૧૮ વર્ષથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ ભરવાનું કામ કરી રહ્યા છે. પરંતુ તેણે તેના પુત્રના અભ્યાસમાં કોઈ તકલીફ થવા દીધી નથી. તેમણે પુત્ર મોહિતને એવી રીતે ઉછેર્યો અને એવું શિક્ષણ આપ્યું કે તેનો અભ્યાસ આઈઆઈએમ શિલોંગમાં થયો. આજે એ જ પુત્ર પેટ્રોલિયમ કંપનીમાં અધિકારી છે.

image source

પુત્રની પસંદગી ૨૧.૪ લાખના વાર્ષિક પેકેજ પર કરવામાં આવી છે. મોહિતે કહ્યું કે તેના પિતા તેમના જીવનમાં ઘણું બધું કરવા માગે છે, પરંતુ કુટુંબની નબળી પરિસ્થિતિને કારણે તેમણે બીકોમ પછી પેટ્રોલ પંપ પર કામ કરવાનું શરૂ કર્યું. જ્યારે એકવાર અહીં આવે, તો પછી બીજું કંઇપણ વિચારી શકાયું નહીં. મારો વારો આવ્યો ત્યારે પિતાએ વિચાર્યું કે કંઈપણ થાય તો પણ હું મારા દીકરાને ઘણું શીખવીશ અને તેને અધિકારી બનાવીશ. મારા પિતાનો મારા માટેનો સંઘર્ષ જોઈને મેં સખત અભ્યાસ કર્યો. સ્કૂલથી લઈને આઈઆઈએમ સુધીની સંપૂર્ણ શિષ્યવૃત્તિ મળી અને એ રીતે મેં ડીગ્રી પ્રાપ્ત કરી.

Tamil Nadu Petroleum Dealers Association: Latest News & Videos ...
image source

રામનમોહરે કહ્યું કે જે તેને જીવનમાં કરવાનું છે તે તેના દીકરાએ કરી બતાવ્યું. મોહિત હંમેશા કહેતો કે તમે મારા માટે આટલું વિચારે છે, હું તમને કદી નિરાશ નહીં કરીશ. મોહિતે પાપાને કહ્યું હતું કે તમે વચન આપો કે જે દિવસે હું તમારી સાથે જોડાશ તે દિવસે તમે નોકરી છોડી દેશો. હવે સિલોંગ કેમ્પસથી પેટ્રોલિયમ કંપનીમાં વેચાણના અધિકારી તરીકે પસંદગી કરવામાં આવી છે. મોહિતે કહ્યું કે તેનું પ્લેસમેન્ટ ધનતેરસના શુભ દિવસે થયું હતું.

image source

મોહિતે તેની માટે બીએસસી બાયોટેક કર્યુ હતું. તેને પ્રથમ સેમેસ્ટરમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. આ પછી તેને ૧૦૦ ટકા કુલપતિ શિષ્યવૃત્તિ મળી હતી. સ્નાતક થયા પછી, તેની પસંદગી માર્કેટીંગ ઓફિસર અને રેલ્વેમાં પણ કરવામાં આવી હતી. પરંતુ મોહિત ઇચ્છતો હતો કે તે તેના પિતાને આર્થિક રીતે મદદ કરે. પરંતુ રામ મનોહર ઇચ્છતા હતાં કે પુત્ર અધિકારી બને.

image source

રામ મનોહરે પુત્રને સારી રીતે સમજાવીને ભણાવ્યો, તે પછી મોહિતે તૈયારી કરવાનું નક્કી કર્યું. સંબંધીઓ પાસેથી ઉછીના રૂપિયા લઈને કોચિંગની ભારે ફી તેમણે ચૂકવી. મોહિતની સ્કૂલના ઓલ્ડ બોયઝ એસોસિએશને પણ કોચિંગ ફીમાં મદદ કરી હતી. ૨૦૧૫માં, મોહિતનું એડમિશન શિલોંગ આઇઆઇએમમાં થઇ જતાં ત્યાં દાખલ થઇ ગયો ભણવા, જ્યાં ફી ૧૫ લાખ બોલે છે. હોશિયાર હોવાને કારણે ૧૦૦ ટકા શિષ્યવૃત્તિ મળી. મોહિતે વેચાણ અધિકારીના પદ પર જોડાવા માટે ૨૧.૪ લાખ રૂપિયાના વાર્ષિક પેકેજ પર પેટ્રોલિયમ કંપનીની મુંબઇ ઓફિસમાં જોડાવું પડશે એવી સૂચના હતી. છેવટે, પિતા અને પુત્ર બંનેના સમર્પણએ બંનેના એકબીજા માટેના સપનાઓ પૂરા કરી આપ્યા છે.

source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.