ઇન્દોરનો યુવાન બન્યો છે એક અફ્રીકી દેશનો રાજા… જાણો બીજી કેટલીક રોચક વાતો…

આ છોકરો એક દેશનો શાસક બની ગયો, અમે તમારી સાથે કોઈ પણ જાતની મજાક નથી કરી રહ્યા. એક ભારતીય છોકરાએ ઈજીપ્ત નજીકના એક નાનકડા પ્રદેશની માલિકીનો દાવો કર્યો છે. તેણે તેને કિંગ્ડમ ઓફ દિક્ષીત નામ આપ્યું છે એટલે કે દિક્ષીતનું રાજ્ય. આ તો ખરેખર એક ગર્વની ક્ષણ કહેવાય કેમ ? છોકરો તો બાકી ભારતનું નામ રોશન કરી રહ્યો છે !

image source

સુયશ દિક્ષીત દાવા વગરની જમીનનો રાજા છે. બિર તવિલની જમીન ઇજિપ્ત અને સુદાન વચ્ચે આવેલી છે. તેણે આ સમગ્ર બાબતનું અગાઉથી જ આયોજન કર્યું હશે, તે તો સ્વાભાવિક જ છે. આ કંઈ કોઈ મજાક નથી, બરાબર ને ?

અહીં અમે તમને બિર તવિલ નામના જમીનના નાનકડા ટુકડા વિષે વિગતે જણાવી રહ્યા છીએ.

આ જમીન 795 સ્ક્વેર માઇલની છે જે સુદાન અને ઇજિપ્તની બોર્ડર વચ્ચે આવેલી છે. આ જમીન પર આ બન્નેમાંથી કોઈ પણ દેશે દાવો નથી કર્યો. બીજી જમીનોની જેમ અહીં કોઈ પણ જાતના રસ્તાઓ નથી કે પછી કોઈ કાયમી વસોવાટો પણ નથી.

image source

આ આખીએ બાબત ખુબ જ રસપ્રદ છે.

સુયષ દિક્ષીત જણાવે છેઃ

આ આખીએ યોજના ખુબ જ જોખમી હતી, ઇજિપ્શિયન મિલિટ્રી હેઠળ મેં જે રસ્તો લીધો હતો (તે એક આંતરરાષ્ટ્રિય બોર્ડર છે) તે આતંકવાદિઓનો જ વિસ્તાર હતો માટે મિલિટરી પાસે “શૂટ એન્ડ સાઇટ”ના જ ઓર્ડર્સ હોય છે. પણ જો તમારા બકેટ લિસ્ટ આઇડિયા જો બિહામણા ન હોય તો તેનો અખતરો કરવાનો કોઈ અર્થ રહેતો નથી! અને હા તમારે આ જગ્યાએ પહોંચવા માટે આ રૂટ પર સફર કરવાની પરવાનગી લેવી પડે છે. અમને તે પરવાનગી 3 શરતોના આધાર પર મળી, મિલિટરી વિસ્તારના કોઈ પણ ફોટો નહીં (તેનો અર્થ થાય લગભગ દરેકવસ્તુ), તમારે માત્ર એક જ દિવસમાં પાછા આવવાનું અને તમારે તમારી પાસે કોઈ પણ જાતની કિંમતી વસ્તુઓ લઈ ન જવી. અમે સતત 6 કલાકના સીધા ડ્રાઇવિંગ બાદ રણ અને ઉજ્જડ જમીનની વચ્ચોવચ પહોંચ્યા અને વચ્ચે આવતો એક મિલિટરી બેઝ પણ ક્રોસ કર્યો.

 

image source

અહીં અમે ધ કિંગડમ ઓફ દિક્ષીતની બધી જ માહિતી જણાવી છેઃ

નામઃ કિન્ગડમ ઓફ દિક્ષિત (KoD)

ઝંડોઃ ઇમેજ સાથે એટેચ્ડ કરેલી છે

દેશની હાલની વસ્તીઃ 1

રાજધાનીઃ સુયષપુર

શાષકઃ કિંગ સુયષ 1

સ્થાપનાની તારીખઃ નવે. 5, 2017

image source

રાષ્ટ્રિય પ્રાણીઃ ગરોળી (મને તે સિવાય ત્યાં બીજું કોઈ જ પ્રાણી જોવા ન મળ્યું)

માટે આજે હું સુયોગ દિક્ષિતને અહીંના વડા પ્રધાન અને મિલિટ્રીના વડા ઘોષિત કરી રહ્યો છું. અમે અન્ય પોસ્ટ માટે પણ અરજીઓ સ્વિકારી રહ્યા છીએ.
સુયષે આ પોસ્ટ ફેસબુક પર શેયર કરી હતી જેનો ગુજરાતી અનુવાદ આ પ્રમાણે છે

સુયઝ દિક્ષિત

એક દેશનો રાજા બન્યો, એક દાવા વગરની જમીન પર દાવો કર્યો, કિંગ્ડમ ઓફ દિક્ષિત

image source

હું, સુયષ દિક્ષિત, રાજ્યનો સંરક્ષક, હું મારી જાતને “કિન્ગડમ ઓફ દિક્ષિત”નો રાજા ઘોષિત કરું છું. હું આજથી મારી જાતને રાજા સુયષ પહેલો કહીશ. હું આ બિર તવિલ નામની દાવા વગરની જગ્યાને આજથી તેમજ સમયના અંત સુધી મારો દેશ જાહેર કરું છું. હું મારા દેશના લોકો અને આ માતૃભુમિની સમૃદ્ધિ માટે કટીબદ્ધ રહીશ તેવા સોગંધ લઉં છું.

આ દાવા રહિતની બિર તવિલ જમીન પર દાવો કરવા મેં 319 કી.મી. સુધીની રોડ વગરના રણની સફર ખેડી છે. 800 માઇલની આ જમીન…

આ માણસ ખરેખર ધાર પર જીવી રહ્યો છે !

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી માહિતી જાણો ફક્ત અમારા પેજ પર..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.