આ ફ્રોજન લેડીની પાછળ છુપાયા છે અનેક રહસ્યો, જે આજની તારીખમાં પણ નથી ઉકેલી શક્યા કોઇ

જીન હિલીયર્ડ નામની અમેરિકન યુવતી ૨૨ ડીગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ ૬ કલાકથી વધારે સમય પડી રહી. હોસ્પિટલ લઇ ગયા પછી ડોકટરો પણ મૃત જાહેર કરવાની તૈયારીમાં લાગ્યા હતા, ત્યારે અચાનક જ એ જીવી ગઈ. આ છોકરીને આજેપણ મેડીકલ મિસ્ટ્રી (ચિકત્સા જગતનું રહસ્ય) ગણવામાં આવે છે.

image source

શૂન્યથી ઓછા તાપમાન પર જઈને તમે શું કરો છો? મોટા જેકેટમાં લપાઈ રહો છો અને કોશિશ કરો છો કે જલ્દીથી ઘરના અંદર જઈ શકીએ. પર્વતારોહક માઈનસ તાપમાનમાં જવા માટે ખાસ પ્રકારની તૈયારીઓ કરતા હોય છે, જેથી તેઓ હાઈપોથર્મિયાના કારણે પોતાનો જીવ ન ગુમાવી બેસે. ત્યાં જ એક અમેરિકન છોકરી -22 તાપમાનમાં કલોકો પડી રહ્યા પછી પણ સલામત રહી ગઈ. ૪૧ વર્ષ પછી આજે પણ ડોક્ટરો આ રહસ્યને સુલજાવી શક્યા નથી.

ડીસેમ્બર ૧૯૮૦ની આ ઘટના છે. જયારે ૧૯ વર્ષની જીન હિલીયર્ડ મિત્રો સાથે મળીને મીનીસોટાના પોતાના ઘરે પછી ફરી રહી હતી. ડ્રાઈવ કરતી જીનની ગાડી બરફમાં ફસાવા લાગી, ત્યારે એણે ગાડીને રસ્તાના કિનારે ઉભી કરી દીધી અને એ ચાલતી જ નીકળી ગઈ. ૨ માઈલ દુર એની એક મિત્રનું ઘર હતું. એટલે જીને નક્કી કરી લીધું કે બરફના તુફાન વાળી રાત્રે કોઈ પ્રકારનું જોખમ ન લઈને અને એક રાત મિત્રના ઘરે જ રહી લેવામાં આવે. આંધી-તોફાનમાં સંભાળીને ચાલતી જીન ઘણા સમય પછી મિત્રના ઘરની નજીક પહુચતા જ બેહોશ થઇ ગઈ અને આખી રાત ત્યાં જ પડી રહી.

image source

સવારે જયારે મિત્રના ઘરનો દરવાજો ખુલ્યો તો એમને થોડા મિટરના અંતરે બરફમાં ઢંકાયેલી કોઈ વસ્તુ દેખાઈ. બરફ ખસેડયા પછી અંદરથી બેહોશ અવસ્થામાં જીન મળી. આખો ખુલ્લી હતી પણ આખુય શરીર લાકડાની જેમ આક્ડાઈ ગયેલું હતું. મિત્રએ માની લીધું કે એ મારી ગઈ છે. તેમ છતાં પણ જીનને હોસ્પિટલ લઇ જવામાં આવી, જ્યાં ડોકટરોએ એને જોતા જ મૃત જાહેર કરી દીધી. જો કે વધુ જોર આપતા એની તપાસ શરુ કરી, તો ડોકટરો પણ આશ્ચર્યમાં પડી ગયા. જીન જીવતી હતી અને એમનું હ્રદય એક મીનીટમાં ૧૨ વાર ધડકતું પણ હતું. ત્યારબાદ શરુ થઇ ઉપચારની પ્રક્રિયા.

image source

બરફમાં પડયા રહેવાના કારણે જીનની ચામડી એટલી હદે સખત થઇ ગઈ હતી કે ગરમી આપવા છતાં એ નરમ નોહતી પડી રહી, જેના કારણે ઇન્જેક્શન આપવું પણ મુશ્કેલ થઇ રહ્યું હતું. કેટલાય ઇન્જેક્શન તૂટ્યા પછી આખરે જીનના શરીરના એક ભાગમાં સુઈ જઈ શકી. થાર્મોમીટરમાં શરીરનું તાપમાન નોહતું આવી રહ્યું. અને આંખો પ્રકાશ ઓછો કરવાથી અથવા વધુ પ્રકાશ ચહેરા પર નાખવાથી પણ કોઈ જ પ્રતિક્રિયા આપતી ન હતી. મેડીકલ સ્ટાફે જીનને મરેલી તો માની લીધી પણ તેમ છતાય પરિવારને જોતા એને ઉપચાર આપવાની કોશિશ શરુ કરવામાં આવી. જીનનું શરીર હિટીંગ પેડથી ઢાંકી દેવામાં આવ્યું અને ૪૦ દિવસ સુધી એમ જ ICUમાં રાખવામાં આવ્યું.

image source

જીનના ઇલાજમાં લાગેલા ડૉ. જ્યોર્જ સાથેર યાદ કરે છે કે એ બધાએ એને મરેલી માની લીધી હતી, પણ કેટલાક કલાકો પછી એની ધડકન સંભળાઈ હતી, જે ૧ મીનીટમાં ૧૨ વખત હતી. ત્યારબાદ સમજમાં આવ્યું કે એ જીવતી હતી. જો કે પુરા ઈલાજ દરમિયાન અમે માનતા રહ્યા હતા કે જીવી ગયા પછી પણ એનું મગજ કામ નહી કરી શકે અને એ હલન ચલન પણ કરી શકશે નહી. પણ કેટલાય દિવસો પછી હોશમાં આવેલ જીનનું મગજ અને શરીર બંને બરાબર કામ કરી રહ્યું હતું.

જીન જે પ્રકારે બરફની મૂર્તિમાં ફેરવાઈ ગઈ હતી, એવામાં ડોકટરોને પણ લાગી રહ્યું હતું કે જીનના જીવતા હોવાની શક્યતા તો સાવ નહીવત જ હતી. એના શરીરનું તાપમાન માપવું પણ લગભગ મુશ્કેલ હતું, કારણ કે એનું પૂરું શરીર અકડાઈ ગયું હતું. ન તો હાથ ઉપાડી શકાતો હતો અને ન એનું મો ખુલી રહ્યું હતું. આમ તો સામાન્ય રીતે માણસનું દિલ એક મીનીટમાં ૬૦થી ૧૦૦ વાર ધબકતું હોય છે, પણ બરફમાં જામ્યા પછી જીનની ધડકનો એક મીનીટમાં માત્ર ૧૨ વખત જ ધબકતી હતી. જીનને આ સ્થિતિમાં જેને પણ જોઈ હતી એમણે એટલું જ કહ્યું કે આને તો ભગવાન જ બચાવી શકે છે. ડોકટરોને પણ એવું જ લાગી રહ્યું હતું કે જો કોઈ પણ રીતે જીનને બચાવી લેવામાં આવશે તો એનું મગજ કામ નહિ કરે અને એ પોતાના શરીરને કદાચ ક્યારેય હલાવી પણ નહિ શકે.

image source

જો કે ડોક્ટરોએ આશા નોહતી છોડી. એમણે જીનને એક ઈલેક્ટ્રોનિક કંબલમાં લપેટી, જેથી એના શરીરનું તાપમાન સામાન્ય કરી શકાય અને બરફને ઓગળી શકાય. આ પ્રક્રિયામાં લગભગ એક કલાક લાગ્યો, પણ એના પછી જે થયું એ જોઇને ડોકટરોને પણ વિશ્વાસ નોહતો આવી રહ્યો. જીનના શરીરમાં હલનચલન થઈ રહી હતી. તપાસ દરમિયાન જોવા મળ્યું કે એના શરીરને કોઈ પણ પ્રકારનું નુકશાન નોહતું પહોચ્યું. જો કે તેમ છતાં જીનને લગભગ ૪૦ દિવસ સુધી આઈસીયુમાં રાખવામાં આવી અને ત્યારબાદ એને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી. આ ઘટના આજે પણ ડોકટરો માટે કોઈ રહસ્યો કરતા ઓછી નથી કે બરફમાં રહીને પણ કોઈ કેવી રીતે જીવતું રહી શકે છે.

જીનને આ ઘટના પછી મેડીકલ મેરેક્લ ઘોષિત કરવામાં આવી હતી, જે વર્ષો પછી આજે મેડીકલ મિસ્ટ્રીમાં બદલાઈ ગયું. આજે પણ ડોક્ટર નથી સમજી શકયા કે જીન જીવિત અને આટલી સામાન્ય કઈ રીતે રહી શકી. જો કે જીન એકલી જ નથી, અમેરિકાના પેનસીલ્વેનીયાથી એક બીજો કેસ પણ આવ્યો હતો. અહી જસ્ટીન સ્મિથ નામના ૨૫ વર્ષના યુવકનું તાપમાન બરફમાં રહેવાના કારણે ૬૮ ડીગ્રી સુધી જતું રહ્યું હતું. ૨ અઠવાડિયા કોમામાં રહ્યા પછી યુવક જીવતો રહી ગયો અને મગજમાં ઓક્સિજનની અછત હોવા છતાં એ સહી-સલામત હતો.

image source

માઈનસ તાપમાનમાં જવાથી શું થાય છે ?

શૂન્યથી નીચેના તાપમાનમાં જવા માટે ખાસ પ્રકારના કપડા હોય છે, જે શરીરને ગરમી આપે છે. જેમ જેમ તાપમાન ઓછું થાય છે, કપડાનું ફેબ્રિક પણ બદલાતું જાય છે. સાથે જ જો કે આ તાપમાનમાં શ્વાસ સુધી પહોચવા વાળી હવા જામી જાય છે એટલા માટે શ્વાસ લેવા માટે માસ્ક પણ લગાવવામાં આવે છે. બચાવ ન થવા પર વ્યક્તિ હાઈપોથર્મિયાનો શિકાર થઇ જાય છે. એ એવી સ્થિતિ છે, જ્યાં શરીરનું તાપમાન ૯૫ ડીગ્રી ફેરનહીટથી ઓછું થઇ જાય છે. આ સીધું મગજ પર અસર કરે છે અને તરત ઈલાજ ન મળતા જીવ પણ જઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.