એવા કયા લોકો હોય છે જે 100 વર્ષો સુધી જીવે છે, આજે જાણી લો રહસ્ય કયા કારણથી તેઓ આટલું લાંબુ જીવે છે…

આજકાલ જીવવા માટે બરાબરની રેસ લાગેલી હોય છે. બાળક માંડ ડગલા ભરતું ભરે એટલે દુનિયામાં તેની સરખામણી થવા લાગે છે. લોકોની અડધી ઉંમર તો સમસ્યાઓનો સામનો કરવામાં જ નીકળી જાય છે, અને જે બચેલી ઉંમરમાં હેલ્થ કથળી જાય છે. આવામાં પેપર, ટીવી, વેબસાઈટ પર આપણે જ્યારે એવા લોકો વિશે સાંભળીએ છીએ, જેઓ ખુશી ખુશી 100 વર્શ જીવી જાય છે, ત્યારે વિચાર આવે છે કે આખરે કેવી રીતે તેઓ એટલું જીવી જાય છે.

image source

વર્ષ 2017માં તેનાથી જોડાયેલી એક સ્ટડી સામે આવી છે. જેમાં ઈટલીના સુદુર ગામના 90 વર્ષ વટાવી ચૂકેલા લોકો સાથે વાત કરવામાં આવી હતી. માલૂમ પડ્યું કે, આ બધામાં એક જિદ અને ફરીથી ઉભા રહેવાનો જુસ્સો કૂટી કૂટીને ભર્યો હતો. ઈન્ટરનેશનલ સાઈકોગેરિયાટ્રકિસ નામની જનરલમાં પ્રકાશિત થયેલ એક સ્ટડીમાં 29 વૃદ્ધોની માનસિક અને શારીરિક હેલ્થ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમની ઉંમર 90થી 101 વર્ષની વચ્ચે હતી. ઉલ્લેખનીય છે કે, ઈટલીના જે ગામમાં આ રિસર્ચ થયું હતું, તે જગ્યા 90થી ઉપર સુધી જીવવાના લોકો માટે પ્રખ્યાત છે.

image source

રિસર્ચમાં જાણવા મળ્યું કે, 90-100ની ઉંમરના લોકોમાં બદલાવ અનુસાર ખુદને ઢળતા આવડે છે. મુશ્કેલ સમયમાથી નીકળીને આગળ વધવુ આપણી હેલ્થ પર અસર કરે છે. તેનું સૌથી મોટું ઉદાહરણ એમા મુરાનો નામની મહિલા છે. જે દુનિયાની સૌથી વૃદ્ધ મહિલા હતી. એપ્રિલ 2017માં તેમનું નિધન થયું હતું. એમાએ 1938માં પોતાની મુશ્કેલભરી લગ્નલાઈફથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. એમાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું નથી ઈચ્છતી કે કોઈ મારા પર રાજ કરે. પોતાના લગ્નમાંથી બહાર નીકળવું જ એમા પોતાની લાંબી ઉંમરનું રહસ્ય માને છે. તેમજ તેમનું બીજુ રહસ્ય તેમનું ડાયટ પણ હતું. તેઓ રોજ બે કાચા ઈંડા અને કુકીઝ ખાતા હતા.

EGAN: Former city councillor Toddy Kehoe is 100 years old and ...
image source

જીવનમાં ઉદ્દેશ્ય જરૂરી

આમ તો વધુ જીવનારાઓમાં કેટલાક બીજા ગુણ પણ છે. સકારત્મકતા, કામ કરવાના કેટલાક નિયમો અને પરિવાર, દેશ અને ધર્મ સાથે મજબૂત બંધન. ઉપર જે રિસર્ચનો ઉલ્લેખ કરાયો છે, તેમાં ભાગ લેનારા મોટાભાગના લોકોએ રોજિંદા કામ ક્યારેય નકાર્યા નથી. રિસર્ચર્સ કહે છે કે, આવું કરવાથી વધતી ઉંમરમાં પણ જીવનમાં એક ઉદ્દેશ હોય છે.

image source

રિસર્ચસે આ વૃદ્ધોની તુલના તેમનાથી થોડી ઓછી ઉંમર એટલે કે 51-75 વર્ષના સદસ્યો સાથે કરી, જેમાં જાણવા મળ્યું કે, શારીરિક રીતે હેલ્થ તો આ ઉંમરના લોકોની વધુ ખરાબ હતી. પરંતુ જ્યાં માનસિક હેલ્થની વાત આવે તો તેમનામાં આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની વાત હતી તેમાં 90 પાર લોકોએ બાજી મારી હતી.

એટલે જોઈ શકાય કે, 100ની પાર ઉંમર સુધી પહોંચવા માટે કોઈ ફિક્સ ફોરમ્યુલા નથી હોતી, પણ કેટલાક ગુણ એવા હોય છે જે ઉંમરને વધવા માટે મદદ કરે છે. સકારાત્મકતા અને ઈચ્છાશક્તિ આવા જ ગુણોમાં એક છે, જે દરેક ઉંમરમાં સાથ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.