શ્રદ્ધા હોય તો અશક્યને પણ શક્ય બનાવે છે આ મંત્ર…

મંત્રની શક્તિને પુરાણો અને શાસ્ત્રોમાં પણ મહત્વ આપવામાં આવ્યું છે. મંત્ર જાપ વ્યક્તિની સુશુપ્ત શક્તિઓને પણ જાગૃત કરી શકે છે. આપણા શાસ્ત્રોમાં હજારો મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તમામ મંત્રો અલગ અલગ હોય છે. મંત્રોની રચના મહાત્માઓ દ્વારા કરવામાં આવી હોય છે. મંત્રોના અક્ષરને એકબીજા સાથે જોડવાનું પણ ખાસ કારણ હોય છે. મંત્રોના શબ્દો એક સાથે મળી ચમત્કારી અસર કરતાં હોય છે.

image source

જેમ અગાઉ જણાવ્યું તેમ મંત્રોની રચના ખાસ પ્રયોજનથી કરવામાં આવી હોય છે. આ મંત્રનો જાપ શ્રદ્ધાથી કરવામાં આવે તો તે અશક્ય કામને પણ શક્ય બનાવી શકે છે. આવો જ એક મંત્ર છે જે કોઈપણ પ્રકારની સમસ્યા કે દુ:ખને દૂર કરવાની ક્ષમતા રાખે છે. આ મંત્ર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંત્રનો જાપ કરવાથી કોઈપણ દુ:ખ દૂર થઈ શકે છે.

અશક્ય કામને પણ શક્ય બનાવી શકે તેવો શક્તિશાળી મંત્ર

Om Religious Symbols And Meditating Peace Healing Related ...
image source

‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’

ઉપરોક્ત મંત્ર તમે અનેકવાર સાંભળ્યો હશે પરંતુ તેની શક્તિ વિશે તમે જાણતાં નહીં હોય. આ મંત્રના જાપથી જ ભક્ત પ્રહલાદ પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા હતા. ભગવાનનો સાક્ષાત્કાર આ મંત્રના જાપથી કરી શકાય છે. આ વાત સાંભળવામાં અતિશયોક્તિ જેવી લાગશે પરંતુ આ વાત સત્ય છે. કળયુગમાં ભગવાનની કૃપાની અનુભૂતિ કરવી હોય તો તેના માટેનો ઉત્તમ રસ્તો છે આ મંત્ર. આ મંત્રનો જાપ રોજ કરવાની શરૂઆત કરશો એટલે તમે અનુભવશો કે તમારી સમસ્યાઓ ધીરે ધીરે દૂર થવા લાગી છે.

image source

આ સરળ મંત્રનો જાપ કરવા માટે કોઈ નિયમનું પાલન કરવાની જરૂર પણ નથી. જો તમારી દિનચર્યા દોડધામ ભરી હોય તો તમે તમારું કામકાજ કરતી વખતે પણ આ મંત્રનો જાપ કરી શકો છો. આ ઉપરાંત જો નિયમિત રીતે આ મંત્રની એક માળા પણ કરી શકો તો તે ઉત્તમ ફળ આપશે. પ્રભુકૃપાની અનુભૂતિ આ મંત્રના જાપથી તુરંત થશે. આ બધું જ થાય તે માટે જરૂરી છે કે તમે મંત્રનો જાપ શ્રદ્ધાથી કરો. ભગવાનના ચરણોમાં સર્વ ચિંતા સોંપી અને તેમનું ધાર્યુ થાય તેનો સ્વીકાર કરી આ મંત્રનો જાપ શરૂ કરવો. ગણતરીના જ દિવસોમાં તમારી સમસ્યાઓ દૂર થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.