કોઈ કેટલું પણ માંગે પણ આ ત્રણ વસ્તુઓ ભૂલથી પણ ક્યારે કોઈને ના આપતા, નહિં તો આખી જીંદગી પસ્તાશો

માણસ એક મદદગાર જીવ છે. આપણે એકબીજાને મદદ કરીને જ જીવનમાં આગળ વધતા હોઈએ છીએ અને એકબીજાનો સહારો બનીને જીવન જીવતા હોઈએ છીએ. ક્યારેક કોઈને લાગણીઓથી નવડાવીને સાથ આપીએ છીએ તો વળી ક્યારેક તેમની સાથે બે મીઠા બોલ બોલીને તેમનો સાથ આપીએ છીએ અને ક્યારેક જરૂર પડી તો આર્થિક મદદ કરીને અથવા મદદ લઈને એકબીજાની સાથે સારા-નરસા સમયમાં ઉભા રહીએ છીએ. અને સંસાર પણ આનું જ નામ છે કે એકબીજાને ઉપયોગમાં આવીએ અને આગળ વધીએ. પણ કેટલીક એવી વસ્તુઓ છે જે તમારે ક્યારેય કોઈને વાપરવા ન આપવી જોઈએ અને કોઈની પાસેથી લેવી પણ ન જોઈએ. તેનાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

વસ્ત્રો તેમજ જૂતા

image soucre

ઘણા મિત્રોને તેમજ બહેનપણીઓને એકબીજાના વસ્ત્રો, જૂતા વિગેરે પહેરવાની આદત હોય છે. પણ આ આદત યોગ્ય નથી. તમારે ક્યારેક કોઈના વસ્ત્રો કે જૂતા પહેરવા ન માગવા જોઈએ કે ન આપવા જોઈએ. આમ કરવાથી તમે તમારા શરીરના જર્મ્સ બીજી વ્યક્તિને આપો છો અને જે વ્યક્તિ પાસેથી તમે આ વસ્તુઓ લો છો તેના જર્મ્સને તમે આમંત્રણ આપો છો અને છેવટે પરિણામ એ આવે છે કે તમારા સ્વાસ્થ્યને નુકસાન થાય છે.
આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે પહેરેલા પગરખા તેમજ વસ્ત્રોમાં વ્યક્તિનો પરસેવો જમા થયેલો હોય છે જે હાનિકારક બેક્ટેરિયા તમને પણ ચેપ લગાવી શકે છે.

ઇયરફોન

image soucre

આ ઉપરાંત હાલના સમયમાં લોકો પોતાના ફોનની સાથે સાથે ઇયરફોન પણ રાખવાનુ પસંદ કરતા હોય છે. અને લોકો તે ઇયરફોનનો ઉપયોગ વાત કરવા, ફિલ્મો જોવા વિડિયોઝ જોવા વિગેરે માટે કરતા હોય છે અને તેને પોતાના કાનમાં ભરાવતા હોય છે. અને જ્યારે તે જ કોઈના વાપરેલા કોઈના કાનમાં ગયેલા ઇયરફોન આપણે વાપરીએ છીએ અથવા આપણા વાપરેલા ઇયરફોન કોઈને વાપરવા આપીએ છીએ ત્યારે સામેવાળી વ્યક્તિને કે આપણને ફંગલ ઇન્ફેક્સનનો ભય રહે છે.

લિપસ્ટિક – મેકઅપનો સામાન

image soucre

આ સાથે જ તમારે ખાસ કરીને તમારી લિપસ્ટિક પણ કોઈને વાપરવા ન આપવી જોઈએ. ઘણી મહિલાઓને કોઈની પણ લિપસ્ટિક વાપરવાની ટેવ હોય છે. જે યોગ્ય નથી. કારણ કે તેનાથી પણ ફંગલ ઇન્ફેક્શનનું જોખમ રહે છે. માટે બને ત્યાં સુધી પોતાનો મેકઅપનો સામાન જ યુઝ કરવો અને પોતાનો મેકઅપનો સામાન કોઈને વાપરવા માટે આપવો પણ ન જોઈએ.

image source

આમ જે વસ્તુનો ઉપયોગ તમે અંગત રીતે કરતા હોવ જેમ કે, તમારા વસ્ત્રો, તમારા મોજા, તમારા પગરખા, તમારો મેકઅપનો સામાન વિગેરેને ક્યારેય બીજાને વાપરવા આપવી ન જોઈએ અને ક્યારેય કોઈની પાસેથી લેવી ન જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.