શું તમે જાણો છો આ જગ્યા વિશે, જ્યાં ભગવાન શંકરે ખોલી હતી પોતાની ત્રીજી આંખ?
ક્રોધિત ભગવાન શંકરે પોતાની ત્રીજી આંખ ખોલી હતી અહીંયા! જાણો એ જગ્યા પરનો ચમત્કાર
આ વિસ્તાર હિમાચલ પ્રદેશના કુલુથી અંદાજે ૪૫ કિલોમીટર દૂર આવેલું છે. જ્યાં શીખ ધર્મનું એક ઐતિહાસિક ધર્મસ્થળ આવેલું છે. આ જગ્યાની બાજુમાંથી પાર્વતી નદી વહી રહી છે. જ્યાં એક બાજુ ભગવાન શંકરનું મંદિર છે જ્યારે બીજી બાજુ ગુરુનાનકદેવનું ઐતિહાસિક ગુરુદ્વારા આવેલું છે. હિન્દુ ધર્મની અંદર ભગવાન શંકરને લઈને અનેક પ્રકારની કહાનીઓ પ્રચલિત છે.

જેની એક કહાની હિમાચલ પ્રદેશના મણી કર્ણને લઇને પ્રખ્યાત છે. જે અંગે કહેવાય છે કે ભગવાન શંકરે આ જગ્યાએ પોતાની ત્રીજી આંખ ખોલી હતી. આ જગ્યાને લઇને એક કહાની પ્રચલિત છે. આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ આ કહાની વિશે..
ત્રીજી આંખ શા માટે ખોલી હતી?

એવું કહેવાય છે કે આ નદીની અંદર ક્રીડા કરતી સમયે એક વખત માતા પાર્વતીના કાનના આભૂષણની મણી પાણીની અંદર પડી ગઈ હતી. અને તે પાતાળલોકમાં જતી રહી હતી. ત્યાર પછી ભગવાન શંકરે પોતાના ગણોને આ મણી ગોતવા માટે મોકલ્યા. ખૂબ ગોતવા છતાં પણ ભગવાન શંકરના ગણોને આ મણી ન મળી. આ બાબતથી ક્રોધિત થઈને ભગવાન શંકરે પોતાની ત્રીજી આંખ ખોલી હતી અને ત્રીજી આંખ ખોલતાની સાથે જ તેના નેત્રમાંથી નૈના દેવી પ્રગટ થઈ. અને આથી જ આ જગ્યાને નૈના દેવીની જન્મભૂમિ માનવામાં આવે છે.

નૈના દેવીએ પાતાળ લોકમાં જઈ શેષનાગને આ મણી પાછી આપવા માટે કહ્યું. અને તેણે ભગવાન શંકરને આ મણી ભેટ કરી હતી. અહીંયાં એક એવી માન્યતા છે કે ભગવાન શંકરને ખુશ કરવા માટે શેષનાગે દેવી પાર્વતીને બીજી અનેક મણીઓ આપી હતી. અને આથી ભગવાન શંકરે દેવી પાર્વતીની મણી ઓળખી અને તેને ધારણ કરવા માટે કહ્યું. તથા બીજી બધી જ મણીઓને પથ્થર સ્વરૂપે બનાવી આ નદીની અંદર રાખી દીધી હતી. આ નદીની અંદર શેષનાગ દ્વારા મોકલવામાં આવેલી બધી જ મણીઓ પથ્થર સ્વરૂપે હજી પણ હયાત છે.

આ ઉપરાંત ભગવાન શંકરના મંદિરની બાજુમાં જ એક ગરમ ગરમ પાણીનો સ્ત્રોત પણ આવેલો છે. જ્યાં પાણી એટલું બધું ગરમ છે કે કોઈપણ વ્યક્તિ તેની અંદર પોતાનો હાથ પણ સીધો રાખી શકતો નથી. આ સ્ત્રોતમાંથી નીકળતા પાણીને પાર્વતી નદીના પાણી સાથે ભેળવીને તેને નાહવા લાયક બનાવવામાં આવે છે. ત્યાં ગરમ પાણી અને ઠંડા પાણીની મિશ્રણ કરી એવા કુંડ બનાવવામાં આવેલા છે, જેની અંદર લોકો સ્નાન કરી શકે.

આ ઉપરાંત ભગવાન શંકરના મંદિરની બાજુમાં રહેલા આ કુંડના ગરમ પાણીમાં ગુરુદ્વારાના પ્રસાદ માટેના ચોખા પકાવવામાં આવે છે. આ કુંડમાં એક વાસણની અંદર ચોખા ભરીને રાખી દેવામાં આવે છે. અને આ કુંડના ગરમ પાણીના કારણે તે ચોખા ફટાફટ પાકી જાય છે. આજે પણ એ બાબત રહસ્ય બનીને રહી ગઈ છે કે હકીકતમાં આ ગરમ પાણી ક્યાંથી આવે છે! હર હર મહાદેવ…
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.