700 વર્ષ જૂના આ વૃક્ષને દર્દીની જેમ બોટલ ચઢાવાઈ રહી છે…

તેલંગનાના મહેબૂબ નગર જિલ્લામાં આવેલું વડનું વૃક્ષ દુનિયાનું બીજું સૌથી મોટું મહાકાય વડનું વૃક્ષ છે. તેનું અસ્તિત્વ હાલ સંકટમાં છે, તેને બચાવવા માટે હાલ સલાઈન ડ્રિપ ચઢાવવામાં આવી રહી છે. તેને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દુનિયાભરમાં ફેમસ પિલ્લામરી સ્થિત 700 વર્ષ જૂનુ આ વૃક્ષ નષ્ટ થવાની અણી પર આવી ગયું છે. આ વૃક્ષ પર કીડાનો ત્રાસ એટલો વધી ગયો છે, કે તેણે વૃક્ષને અંદરથી માયકાંગલુ કરી દીધું છે. આ કારણે વૃક્ષનો કેટલોક ભાગ પડી ગયો છે. ડિસેમ્બર 2017 બાદ અહીં મુસાફરો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. હાલ આ વૃક્ષની સારવાર કરવામાં આવી રહી છે. ઈન્જેક્શનથી ડાયલ્યુટ કેમિકલ્સ લગાવવામાં આવી રહ્યા છે, જેથી કીડાનો નાશ કરી શકાય.

Dying 700-year-old tree put on insecticide drip in final attempt ...
image source

વૃક્ષની સારવાર કરવા માટે આ પહેલા તેની ડાળખીમાં કેમિકલ નાખવામાં આવ્યા હતા, પણ તે પ્રયોગ અસફળ રહ્યો હતો. ત્યાર બાદ વનવિભાગે નિર્ણય લીધો કે, તેને હોસ્પિટલમાં દર્દીની જેમ સલાઈનમાં દવા મિક્સ કરીને ટીપા ટીપા ચઢાવવામાં આવે. જેથી હાલ ટીપાટીપા કરીને સલાઈનની બોટલમાં કેમિકલ ચઢાવવામાં આવી રહ્યું છે.

image source

3 એકરમાં ફેલાયેલું છે વિશાળ વૃક્ષ

મહેબૂબનગર જિલ્લા વન અધિકારી ગંગા રેડ્ડીએ જણાવ્યુ કે, આ વૃક્ષ એટલું મોટું છે કે લગભગ 3 એકર જમીનમાં ફેલાયેલું છે. વૃક્ષને બચાવવા માટે એક્સપર્ટસ અને આઈએફએસ ઓફિસરની પણ સલાહ લેવામાં આવી રહી છે. વૃક્ષને બચાવવા માટે ત્રણ રીતે સારવાર કરવામાં આવી રહી છે. વૃક્ષમા બનેલી જગ્યામા કેમિકલ નાખવામાં આવ્યું છે, પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો. બાદમાં સલાઈ ડ્રિપથી કેમિકલ ચઢાવવાનું શરૂ કર્યું. હવે આ ફોર્મ્યુલા કામ કરી રહી છે. બીજો ઉપાય એ કે, વૃક્ષના મૂળમાં કેમિકલ ડાયલ્યુટ પાણી નાખવામાં આવી રહ્યું છે. ત્રીજો ઉપાય વૃક્ષના સપોર્ટ માટે અપનાવાયો છે. તેની આસપાસ કોંક્રિટનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. જેથી તેની ભારે શાખાઓ નીચે પડી ન જાય. વૃક્ષના શાખને બચાવવા માટે તેને પાઈપ્સ અને પિલર્સનો સપોર્ટ આપવામાં આવ્યો છે.

image source

અધિકારીઓ ખુદ તપાસ કરે છે

ડિસેમ્બર મહિના સુધી આ વૃક્ષ મુસાફરોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અહી દૂરદૂરથી લોકો જોવા માટે આવતા હતા. ત્યાર સુધી તેના સંભાળની જવાબદારી પર્યટન વિભાગની હતી. પર્યટન વિભાગનું કહેવું છે કે, તેણે વૃક્ષના સંરક્ષણ માટે તમામ પ્રયાસો કર્યા, પણ કોઈ પણ પ્રયોગ તેને કીટકોથી બચાવવામાં કામ ન આવ્યો.

image source

વન વિભાગે આ વૃક્ષના સંરક્ષણની જવાબદારી પર્યટન વિભાગ પાસેથી પરત લઈ લીધી છે, અને હાલ વૃક્ષની સારવાર ચાલે છે તેમ કહી શકાય. હાલ આ વૃક્ષની દેખરેખ રાખવા માટે માણસો પણ મૂકવામાં આવ્યા છે. હાલ તેની હાલત સ્થિર છે. આશા છે કે, આ ઐતિહાસિક વૃક્ષ જલ્દીથી સારું થઈ જાય. બાદમાં તેને મુસાફરો માટે ફરીથી ખુલ્લુ મૂકી દેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.