બેહદ 2’ના આ અભિનેતાએ કરી મોટી વાત, થોડા સમય પહેલા નડ્યો હતો ગંભીર અકસ્માત

શિવિન નારંગના ચાહકો માટે અમારી પાસે એક સારા સમાચાર છે. પાછળના દિવસોમાં એક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા પછી શિવિન નારંગને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શિવિન નારંગના નજીકના સુત્રો દ્વારા આ ઘટનાની માહિતી મળી હતી. મળેલ માહિતી મુજબ એમના હાથમાં ઈજા થઇ હતી. ઘા ઊંડા હોવાથી એમના હાથની સર્જરી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ એમને હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હોસ્પીટલથી મોદી રાત્રે સીધા જ તેઓ પોતાના ઘરે પહોચ્યા હતા. રવિવારની રાત્રે એમને કોકીલાબેન હોસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યા, જ્યાંથી હવે એમને રજા આપી દેવામાં આવી છે.

image source

હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ શિવિન નારંગે હોસ્પિટલના પલંગ પર બેઠેલ અવસ્થામાં પોતાની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી અને કેપ્શનમાં લખ્યું હતું કે, “બધુ જ બરાબર છે, મારા બધા મિત્રો, પરિવાર અને ચાહકો માટે હું ઘરે પાછો આવી ગયો છું. દરેકના પ્રેમ અને પ્રાર્થના માટે આભાર. દુર્ભાગ્ય વશ મારા ઘરે જ મારી સાથે અકસ્માત થયો, જેના કારણે હું ખરાબ રીતે ઘવાયો હતો. પછી મારી સર્જરી પણ થઈ.”

image source

આ પોસ્ટમાં શિવિને કોકિલાબેન હોસ્પિટલના ડોકટરો અને મેડિકલ સ્ટાફનો પણ આભાર માન્યો અને કહ્યું કે આવા મુશ્કેલ સમયમાં હોસ્પિટલના ડોકટરો અને મેડિકલ સ્ટાફે મારી બરાબર રીતે સંભાળ લીધી, જેના માટે એમનો ખૂબ ખૂબ આભાર. શિવિને એમ પણ કહ્યું કે જ્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે કર્મચારીઓમાંથી એકે કહ્યું હતું કે – સર, જો અમે નહીં કરીએ તો કોણ કરશે ?

image source

તાજેતરમાં, બેહદ 2ના અભિનેતા શિવિન નારંગ સાથે અકસ્માત થયો હતો. ખરેખર, શિવિન ભૂલથી કાચનાં ટેબલ પર પડી ગયા હતા, જેના કારણે ટેબલ ટુકડા ટુકડામાં વિખેરાઈ ગયું અને તે ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો. ઈજાને કારણે તેના હાથમાંથી ખૂબ જ લોહી નીકળી રહ્યું હતું, જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો પડયો હતો. શિવિનના હાથમાં ઘાવ ઘણા ઉડે સુધી વાગ્યા હતા. એટલે સારવાર પણ જરૂરી હતી.

image source

કોરોના વાયરસ મહામારી અને લોકડાઉનના કારણે શિવિન નારંગ હોસ્પિટલમાં એકલા હતા. જાણકારી ખાતર આપને જણાવી દઈએ કે પાંચ મહિના પહેલા પણ શિવિનને હાથની ઈજાના કારણે આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.