આ દિવસોમાં નીતા અંબાણી એમનો ફોન કરી દે છે બંધ, અને નથી મળતા બહાર લોકોને પણ કારણકે…

રિયાલન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી માત્ર બિઝનેસ સેંસમાં જ બેમિસાલ નથી પણ તેઓ એક ઉત્તમ વિઝન પણ ધરાવે છે. માટે જ તેઓ આજે એશિયાના સૌથી શ્રીમંત અને વિશ્વના ત્રીજા નંબરના સૌથી ધનાડ્ય વ્યક્તિ છે. શિક્ષણથી લઈને રમત ગમતના ક્ષેત્રમાં નીતા અંબાણી સક્રિય છે. તેઓ પોતે પણ એક ટીચર રહી ચૂક્યા છે. મુંબઈ સ્થિત ધીરુભાઈ અંબાણી ઇટરનેશનલ સ્કૂલની જવાબદારી તેઓ પોતે સંભાળે છે.

image source

ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશન સ્કૂલ ખૂબ જ જાણીતી છે અને આધુનિક ટેક્નીકથી સજ્જ સ્કૂલ છે. આ શાળામાં દેશની જાણીતી હસ્તીઓના બાળકો અભ્યાસ કરે છે.

image source

ધીરુ ભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી જ શાહરુખ ખાનના બાળકોથી લઈને સચિન તેંડુલકરના બાળકોએ શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. થોડા સમય પહેલાં દેશના એક જાણીતા મિડિયા હાઉસને નીતા અંબાણીએ ઇન્ટર્વ્યૂ આપ્યો હતો તેમાં તેમણે જણાવ્યુ હતું કે એડમિનશનના સમયે તેઓ થોડાક દિવસો માટે લોકોને મળવાનું બંધ કરી દે છે. નીતા અંબાણીએ જણાવ્યુ હતુ કે તેણી માત્ર મળવાનું ઓછુ કરી દે છે પણ કેટલીકવાર તો તેમણે પોતાનો ફોન પણ બંધ કરી દેવો પડે છે.

image source

નીતા અંબાણીનું કહેવું છે કે એડમિશન શરૂ થયા બાદ તેમના પર ઘણા બધા લોકોના ભલામણના ફોન આવતા હોય છે. નીતા અંબાણી જણાવે છે કે તેમના હાથમાં હોત તો તે બધાનું એડમિશન કરાવી લે પણ તે શક્ય નથી.

image source

તેઓ જણાવે છે કે બધા જ ઇચ્છે છે કે તેમનું બાળક કોઈ સારી શાળામાં અભ્યાસ કરે, પણ તેના માટે પુરતી વ્યવસ્થા નથી. તેઓ એ પણ જણાવે છે કે જો દેશમાં બધી જ શાળાઓમાં અભ્યાસની યોગ્ય વ્યવસ્થા થઈ જાય તો લોકો ધીરુ ભાઈ અંબાણી સ્કૂલ પાછળ નહીં પડે. અને પછી મારે લોકોને ના પણ નહીં પાડવી પડે.

image source

મુકેશ અંબાણી પોતાની બિઝનેસ ડીલને લઈને અને રિલાયન્સમાં થતાં અરબો રૂપિયાના રોકાણોના કારણે ચર્ચામા રહે છે જ્યારે તેમનું ફેમિલિ હંમેશા તેમના બોન્ડિંગ માટે જાણીતું રહ્યું છે. તાજેતરમાં જ મુકેશ અંબાણીના જોડિયા બાળકો ઇશા અને આકાશ અંબાણીનો જન્મ દિવસ ગયો. અને તે અવસર પર તેમના કાકી એટલે કે અનીલ અંબાણીના પત્ની અને પૂર્વ બોલીવૂડ અભિનેત્રી ટીના અંબાણીએ તેમને સ્પેશિયલ બર્થડે વિશ કરી છે. અને આ બે જોડિયા બાળકો સાથે પોતાની તસ્વીર પણ શેર કરી છે. ઇશા અને આકાશનો જન્મ 23 ઓક્ટોબર 1991માં મુકેશ અંબાણી અને નીતા અંબાણીને ત્યાં થયો હતો. બન્નેના જન્મ દિવસના અવસર પર કાકી ટીના અંબાણીએ તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તસ્વીર પોસ્ટ કરીને જન્મ દિવસની શુભકામનાઓ આપી છે. તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આકાશને એક ‘સંપૂર્ણ રીતે આરાધ્ય’ બાળક તરીકે યાદ કર્યો છે, જે એક જવાબદાર યુવાન હોવા માટે મોટો થયો છે, અને ઇશાને ‘નટખટ દીકરી’ તરીકે યાદ કરી છે. તેમણે આ જોડિયા બાળકો સાથે પોતાની તસ્વીર પણ શેર કરી છે.

તેમણે લખ્યું છે, ‘આકાશ ખુબ જ વાહલો બાળક છે, તમારી આ સુંદર જર્ની જોવી અદ્ભુત છે.’ ઇશા અંબાણી માટે તેમણે લખ્યું છે, ‘ઇશા, અમારી નટખટ દીકરીને પિગટેલમાં જોવી એક અવિશ્વસનીય વાત છે. તમે હંમેશા અમારી નાનકડી વાહલી દીકરી રહેશો.’

image source

ટીના અંબાણીએ ટ્વીન્સના જન્મદિવસનો સંદેશ ‘લવ, હગ’ અને પોતાની રીતે આશિર્વાદ આપીને પુરો કર્યો છે. તેમણે લખ્યું, ‘આ ખાસ દિવસે તમને બન્નેને ખૂબ બધો પ્રેમ, જીવનમાં આવી જ રીતે આગળ વધતા રહો.’

 

View this post on Instagram

 

Happy birthday, Boss. . Have a good one, Akash 💙 . #OneFamily

A post shared by Mumbai Indians (@mumbaiindians) on

આ સાથે સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માલિકીની આઈપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સે પણ જન્મ દિવસ પર આકાશ અંબાણીને શુભેચ્છાઓ પાઠવી છે.