હોળીના તહેવારની આસપાસના દિવસોમાં થાય છે આ રોગ જાણો તેની કેટલીક માહિતી…

ભારતમાં દરેક બાબતને ધાર્મિક માન્યતા અને આસ્થા સાથે જોડીને જોવામાં આવે છે. અહી મોટાભાગના લોકો દરેક બાબતને ધર્મના નજરિયાથી જુએ છે. એટલું જ નહિ, અહીં બીમારીઓના નામ પણ ભગવાનના નામ સાથે જોડવામાં આવે છે. આપણા દેશમાં બીમારીઓને લઈને જે જૂની માન્યતા છે, તે ચિકન પોક્સની. આ બીમારીને ભારતમાં માતાની તરફથી મળતી સજાના રૂપમાં જોવામાં આવે છે. અનેક લોકો આ બીમારીમાં દવાઓ લેવાની પણ ના પાડે છે અને આ બીમારીના ઉપચાર માટે માત્ર લીમડાના પાંદડા અને ડાળખાનો ઉપયોગ કરે છે. આ વસ્તુઓને દર્દીની બાજુમાં રાખવાથી દર્દી સારો થઈ જાય તેની રાહ જોવામાં આવે છે.

Chickenpox: Signs, Symptoms, and Complications
image source

પણ શું તમે જાણો છો કે, ભારતમાં ચિકન પોક્સને માતા કેમ કહેવામાં આવે છે. તો ચાલો આજે અમે તમને બતાવીએ, અને આ વાતના ઈતિહાસ પરથી પડદો હટાવીએ. આ વાત એક પૌરાણિક માન્યતા સાથે જોડાયેલી છે, જેના કારણે આ બીમારીને માતા કહેવામાં આવે છે.

મેડિકલ સાયન્સ મુજબ, ચિકન પોક્સ ખસરાથી ફેલાતી એક ગંભીર બીમારી છે, જે સીધું જ હાઈજિન સાથે જોડાયેલી માનવામાં આવે છે. ભારતના અનેક વિસ્તારો અને ગામોમાં આજે પણ આ બીમારીને માતા શીતળાને જોડીને જોવામાં આવે છે, જે મા દુર્ગાનું જ એક રૂપ છે.

image source

આ દેવી વિશે વડીલોનું કહેવું છે કે, તેમના એક હાથમાં ઝાડુ અને બીજા હાથમાં પવિત્ર જળનું પાત્ર હોય છે અને માતા એક તરફ નારાજ થઈને ઝાડુથી રોગ આપે છે, તો બીજી તરફ દર્દીની સફાઈ અને પૂજા થયા બાદ પવિત્ર જળથી બીમારીને દૂર કરી દે છે.

પ્રાચીન માન્યતા અનુસાર, ફોલ્લા-ફુંસી જેવા રોગથી પીડિત વ્યક્તિએ માતા શીતળાની પૂજા કરવી જોઈે. પૂજા કરવાથી માતા શીતળા પ્રસન્ન થાય છે અને દર્દીને શરીરની અંદર ઠંડક મળે છે. તેનાથી રોગથી મુક્તિ મળી જાય છે. આ સંદર્ભે આ બીમારીને માતા કહેવામાં આવે છે.

image source

બીજી માન્યતા પણ છે

અન્ય માન્યતા અનુસાર, 90ના દશક સુધી ચિકન પોક્સની કોઈ દવા કે ઈન્જેક્શન જ ન હતા. તે સમયે આ બીમારીનો પ્રકોપ વધુ હતો. આવામાં તેનાથી બચવા માટે વૈદ્યોએ લોકોને કેટલાક ઘરેલુ ઉપાય બતાવ્યા. જેમાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવાનું પણ સામેલ હતું. જોકે, લોકો કોઈ પણ વાત પર ત્યારે જ ભરોસો કરે છે જ્યારે તેને ધર્મ સાથે જોડવામાં આવે. તેથી તેને દેવી સાથે જોડવામાં આવ્યું હતું.

image source

તે સમયે માનવામાં આવ્યું કે, જે લોકોથી દેવી નારાજ થઈ જાય છે, તેમને દેવી બીમારી આપે છે. આવામાં આ બીમારીમાંથી મુક્તિ મેળવવી હોય તો માતા શીતળાની પૂજા કરવી પડશે અને તેનાથી પીડિત વ્યક્તિને સાફસફાઈનું ખાસ ધ્યાન રાખવું પડશે. ધીરેધીરે આ માન્યતા પ્રચલિત થતી ગઈ અને આજે પણ એમ માનવામાં આવે છે. તમારા ઘરમાં પણ વડીલો તેને ચિકન પોક્સ નહિ, પણ માતા જ કહેતા હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.