આ ભારતીય શેફે 1 રૂપિયામાં ઇડલી વેચતા અમ્માને પહોંચાડ્યુ રાશન, જાણો વધુ વિગતો તમે પણ

દરરોજ સોશિયલ મીડિયામાં ગરીબ વેદના વિશેની પોસ્ટ્સ ભરેલી હોય છે અને કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન દિવસમાં બે સમયના ભોજનનું સંચાલન કરવું મુશ્કેલ લાગે છે, ખાસ કરીને જોવામાં આવે છે કે વસ્તુઓના ભાવો પણ આસમાની છે. જોકે, કે કમલાથલ તામિલનાડુની એક ૮૦ વર્ષીય મહિલા છે, જેણે આ મહામારીની પરિસ્થિતિને તેના ઇડલી વ્યવસાય પર અસર થવા દીધી નથી. કોરોના સંકટમાં લોકોના ખિસ્સા પર સીધી અસર પડી છે. કેટલાય લોકો બેરોજગાર બન્યા છે, તો કેટલાકનો બિઝનેસ બંધ થઈ ગયો છે. પરંતુ આ મુશ્કેલ સમયમાં તમિલનાડુની કમલાથલ અમ્મા ૧ રૂપિયામાં ઈડલી વેચી રહી છે.

image source

લોકડાઉનમાં મુશ્કેલીઓ પડવા છતાં તેમણે ઈડલીની કિંમતમાં તેમણે વધારો નથી કર્યો. પહેલા આ દાદી ચૂલા પર ઈડલી બનાવતા. પરંતુ કેટલાક સમય પહેલા આનંદ મહિન્દ્રાએ દાદીને ગેસ કનેક્શન અપાવવામાં મદદ કરી. હવે જાણીતા શેફ વિકાસ ખન્નાએ અમ્માની મદદ માટે હાથ લંબાવ્યો છે અને તેમના સુધી જરૂરી રાશન પહોંચાડ્યું છે. જેથી તેઓ આવી જ રીતે બધાનું પેટ ભરતા રહે.

image source

વિકાસ ખન્નાએ ૧૦ મેએ ટ્વીટર પર લખ્યું, “જ્યારથી આનંદ મહિન્દ્રા તમિલનાડુના કોયંબતૂરની કમલાથલ અમ્મા વિશે લખ્યું, હું તેમનો ફેન બની ગયો છું.” થોડા સમય પહેલા ૮૦વર્ષના અમ્માએ હ્યું હતું કે, તેઓ નુકસાન થશે તો પણ ઈડલીની કિંમત ૧ રૂપિયાથી વધારે નહીં કરે, લોકડાઉનમાં કોઈપણ ભૂખ્યા ન રહેવા જોઇએ. વિકાસ ખન્નાએ અન્ય ટ્વીટમાં લખ્યું, “શું કોઈ કમલાથન અમ્મા સાથે મારો સંપર્ક કરાવી શકે છે?

image source

ચેન્નઈમાં મારી પાસે ૩૫૦ કિલો ચોખા પડ્યા છે. આ વાત અમ્મા સુધી પહોંચાડવામાં મારી મદદ કરો. મારે તેમને મધર્સ ડે પણ કહેવાનું છે.” રાશનની બોરીઓ સાથે અમ્માની એક ફોટો શેર કરતા વિકાસે લખ્યું, “તો આજે સવારે જ્યારે મેં ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પર એક આર્ટિકલ વાંચ્યો તો હું પોતાને રાશન મોકલતા રોકી ન શક્યો. થોડા જ કલાકોમાં ટ્વીટરની દુનિયાના ઘણા લોકોએ મારી વાતને ફેલાવી અને આજે મને હેરાન કરી દીધો. હેપ્પી મધર્સ ડે.” જ્યારે અમ્માને ગેસ કનેક્શન મળ્યું તો મહિન્દ્રાએ ટ્વીટર પર લખ્યું હતું, ” આ સંદર ગિફ્ટ છે. કામલાથલને આ ગિફ્ટ આપવા માટે ‘ભારત ગેસ કોયમ્બતૂર’નો આભાર. જેવું મેં પહેલા કહ્યું હતું કે, મને તેમના માટે એલપીજીનો ખર્ચ ઉઠાવવામાં ખુશી થશે.”

image source

તેમને બધા દાદી/અમ્મા કહે છે. કમલાથલ અમ્મા તમિલનાડુના કોયમ્બતૂર શહેરથી લગભગ ૨૦ કિલોમીટર દૂર પેરુર પાસે એક ગામમાં રહે છે. તેઓ આજે પણ માત્ર ૧ રૂપિયામાં સાંભર અને મસાલેદાર ચટણી સાથે ઈડલી વેચી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, કમલાથલે લગભગ ૩૦ વર્ષ પહેલા ઈડલી વેચવાનું શરૂ કર્યું હતું. આ કામ તેઓ નફો કમાવવા માટે નહીં પરંતુ લોકોનું પેટ ભરવા માટે કરે છે. સલામ છે આવી માનવસેવા કરતા અમ્માને!

Meet 85-year old Kamalathal, who sells idlis for Rs 1 | Deccan Herald
image source

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે તેના પ્રયત્નોને બિરદાવતાં ટ્વિટ કર્યું હતું કે, “તમિલનાડુની ૮૦ વર્ષીય મહિલા કમલાથલજી કે, જે છેલ્લા ૩૦ વર્ષથી માત્ર ૧ રૂપિયામાં ઇડલી વેચે છે.” લોકડાઉનમાં પણ, નુકસાન હોવા છતાં, અમ્મા કહે છે કે , “ઘણાં પરપ્રાંતિય મજૂર અહીં અટવાઈ ગયા છે તેમને ભૂખ્યુ રહેવુ પડતુ નથી.”

source:-iamgujarat

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.