આ ભારતીય કંપનીએ બનાવ્યો અનોખો ફોન, હવે તાપમાન માપવા ડોક્ટર પાસે જવાની જરૂર નહિં પડે

સ્માર્ટફોન બનાવતી સ્વદેશી કંપની લાવાએ તેના ફિચર ફોન લાવા પલ્સ 1 લોન્ચ કર્યો છે. આ હેન્ડસેટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કોન્ટેક્ટલેસ થર્મોમીટર શામેલ છે, જેની મદદથી તમે કોઈને સ્પર્શ કર્યા વિના શરીરનું તાપમાન માપી શકો છો. તો આવો જાણીએ આ મોબાઈલના બીજા ખાસ ફિચર્સ વિશે.

કિંમત માત્ર 1,999

image source

આ ફોનની કિંમત માત્ર 1,999 રાખવામાં આવી છે.

એક નિવેદનમાં, કંપનીએ કહ્યું, “શરીરનું તાપમાન માપવા માટે, તમારે તમારા માથા અથવા હાથને લાવા પલ્સ 1 માં સેન્સરથી થોડે દૂર રાખવું પડશે અને થોડી સેકંડમાં પરિણામ તમારી સામે આવશે.

ફોનની બીજી મોટી વિશેષતા એ છે કે તમે તેમાં 10 તાપમાન રીડીંગ સેવ કરી શકશો અને પરિણામ મેસેજ દ્વારા તે અન્ય લોકો સાથે પણ શેર કરી શકશો.

image source

લાવા ઈન્ટરનેશનલના પ્રોડક્ટ હેડ તેજિન્દરસિંહે જણાવ્યું હતું કે, લાવા પલ્સ 1 એ તે લોકો માટે છે જેઓ ઉચ્ચ કિંમતના કોન્ટેક્ટલેસ થર્મોમીટર્સ ખરીદવા માટે સક્ષમ નથી અથવા જેમની પાસે ડોક્ટર અથવા તબીબી સુવિધા નથી.

2.4 ઇંચનું ડિસ્પ્લે

આ હેન્ડસેટ લશ્કરી-ગ્રેડથી પ્રમાણિત છે. તેમાં 2.4 ઇંચનું ડિસ્પ્લે છે. આ ફોન એક મજબૂત પોલિકાર્બોનેટ શીટથી બનેલો છે. શામેલ અન્ય સુવિધાઓમાં ફ્લેશબાઇટ, વીજીએ કેમેરા અને 32 જીબી સુધીની એક્સપેડેબલ મેમરી સામેલ છે.

આ સિવાય ફોનમાં કોન્ટેક સેવ કરવા માટે ફોટો આઇકોન, રેકોર્ડિંગ, વાયરલેસ એફએમ, ડ્યુઅલ સિમ સપોર્ટની પણ સુવિધા છે.

image source

કંપનીએ કહ્યું છે કે ફોનમાં ઓટો કોલ રેકોર્ડિંગ સહિત ટાઇપિંગ માટે સાત ભાષાઓનો સપોર્ટ છે.

આ પહેલા લાવાએ Lava Z61 Pro લોન્ચ કર્યો હતો

ભારતીય મોબાઈલ કંપની લાવા (Lava)એ આ પહેલા પોતાનો નવો સ્માર્ટફોન માર્કેટમાં ઉતાર્યો હતો. આ ફોનના બેજલ, ડિસ્પ્લે અને કેમેરાને લઈને બજારમાં ટ્રેડને ફોલો કરવામાં આવ્યો નથી.

Lava Z61 Proના સ્પેસિફિકેશન

image source

આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે. Lava Z61 Pro માં 5.45 ઇંચનો એચડી પ્લસ ડિસ્પ્લે મળશે. ફોનની ડિઝાઇન કઈ ખાસ નથી. પાંચ વર્ષ પહેલા આવતા ફોનના જેવા આમ બેઝલ હશે. ડિસ્પ્લેનો એસ્પેક્ટ રેશિયો 18:9 છે. આ ફોનમાં 1.6GHz નો ઓક્ટોકોર પ્રોસેસર છે. ફોનમાં 2જીબી રેમની સાથે 16 જીબી ડેટા સ્ટોરેગ મળશે, તો સાથે સાથે 128 જીબી સુધીની એક્સપાન્ડેબલ મેમરી પણ મળશે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં બ્લુટુથ 4.2, વાઈ-ફાઈ, જીપીએસની સુવિધા છે. આ સ્માર્ટફોનમાં યુએસબી ઓટીજી અને માઈક્રો યુએસબી પોર્ટ છે. ફોનમાં ફિંગર પ્રિન્ટ સેન્સર નથી, પરંતુ, ફેસ અનલોક ફીચર છે.

કિંમત 5,774 રૂપિયા

image source

Lava Z61 Pro ફોનમાં 8 મેગા પિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો હતો. જેની સાથે ફ્લેશ લાઈટ આપવામાં આવી હતી. ફ્રન્ટ કેમેરા 5 મેગાપિક્સલનો કેમેરો જે સેલ્ફી લેવા માટે પરફેક્ટ છે. કેમેરામાં બોકહે, બર્સ્ટ મોડ, પેનોરમા, બ્યુટીમોડ, એચડીઆર, નાઈટ મોડ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા હતા. Lava Z61 Pro ની કિંમત 5,774 રૂપિયા રાખવામાં આવી હતી.