આ છે ઐશ્વર્યા બચ્ચની ડુપ્લીકેટ, જે ટિક-ટોક પર મચાવે છે ધૂમ, શું તમે જોયો આ વિડીયો?

ટીકટોકે ધીમે ધીમે આખાએ ભારતના લોકોને પોતાના દીવાના બનાવી મુક્યા છે જેમાં બોલીવૂડ સેલેબ્રીટીઝનો પણ સમાવેશ થાય છે. આજે ઘણા બધા બોલીવૂડ સ્ટાર્સ ટીકટોક પર એક્ટિવ છે અને તેમની વિડિયો કરોડો વાર જોવામાં આવી રહી છે. પણ આ બોલીવૂડ સ્ટાર્સની સાથે સાથે તેમના કેટલાક ડૂપ્લીકેટ પર ટીકટોક પર ખૂબ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. થોડા દિવસ પહેલાં શાહરુખ ખાનના એક ડુપ્લીકેટે ટીકટોક પર ખૂબ ધૂમ મચાવી હતી. અને હવે ઐશ્વર્યાની ડુપ્લીકેટ લોકોને પોતાના દીવાના બનાવી રહી છે.

image source

ઐશ્વર્યાની ડુપ્લીકેટનું નામ છે માનસી નાઇક. તેણી હંમેશા પોતાના ટીકટોક અકાઉન્ટ પર ઐશ્વર્યાનો ગેટઅપ લઈને પોતાની તસ્વીરો તેમજ વિડિયો શેર કરતી રહે છે. માનસી દેખાય છે પણ બિલકુલ ઐશ્વર્યા રાય જેવી છે. ઐશ્વર્યા જ્યારે શરૂઆતમાં ફિલ્મોમાં આવી તે વખતે જેવી લાગતી હતી તેવી જ માનસી લાગે છે. તેણીની વિડિયોને લાખો વ્યૂઝ મળે છે, હજારો લાઇક્સ મળે છે અને તેણી પોતે પણ ટીકટોક પર 4 મિલિયન કરતાં પણ વધારે ફોલોઅર્સ ધરાવે છે.

આ ઉપરાંત તેણીનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ છે જેના પર પણ તેણીને 9 લાખ કરતાં વધારે લોકો ફોલો કરે છે. તેણી અવારનવાર ઐશ્વર્યાના ગીતો તેમજ ડાયલોગ પર પોતાને ફિલ્માવીને ટીકટોક વિડિયો બનાવે છે જે તેના ફેન્સને ખૂબ પસંદ આવે છે.

image source

માનસીએ મરાઠી ફિલ્મોમાં કામ કરવાનું 2012થી શરૂ કર્યું હતું. તેણીએ 2012માં મરાઠી ફિલ્મ કુટુંબમાં કામ કર્યું હતું. તેણીના સોશિયલ મિડિયા પર લાખોની સંખ્યામાં ફેન્સ છે. તેણીએ ઘણી બધી તસ્વીરો તેમજ વિડિયો શેર કરી છે જેમાં તેણીએ લાલ લહેંગો પહેર્યો છે. અને તેમાં તેણીએ જોધા અકબર ફિલ્મમાં ઐશ્વર્યાના લૂકને કોપી કર્યો છે.

Manasi Naik Wiki, Age, Family, Boyfriend, Movies, Tik Tok ...
image source

માનસી નાઇક મૂળે તો એક ટેલિવિઝન એક્ટ્રેસ, ડાન્સર અને સ્ટેજ પર્ફોમર છે. તેણી મરાઠી ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. તેણી ખાસ કરીને મરાઠી ફિલ્મ સોંગ બાઘતોઈ રીક્ષાવાલા માટે જાણીતી છે. અને તેણીની ફિલ્મ મર્ડર મીસ્ટ્રીમાં પણ તેના અભિનયના ખૂબ વખાણ થયા હતા. તમે અહીં માનસી નાઇક એટલે કે ડુપ્લીકેટ ઐશ્વર્યાની કેટલીક વિડિયો તેમજ તસ્વીરો જોઈ શકો છો. તમને પણ લાગશે કે તેણી ખરેખર ઐશ્વર્યા જેવી જ લાગી રહી છે.

image source

અને ઇન્ટરનેટ પણ માનસીના દેખાવમાં જે ઐશ્વર્યા રાય જેવી સામ્યતાઓ છે તેને જોઈને ચકિત છે. એવી ઘણી બધી તસ્વીર છે માનસીની જેમાં નેટીઝન્સને તેણી યુવાન ઐશ્વર્યા રાય જેવી લાગી રહી છે. જો તેણીના અંગત જીવનની વાત કરીએ તો માનસી હાલ બોક્સર પ્રદીપ ખેરેરાને ડેટ કરી રહી છે. તેણી પોતાના આ બોયફ્રેન્ડ સાથેની તસ્વીરો પણ અવારનવાર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરતી જોવા મળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.