ઘરમાં પડતા ખૂણાને આ રીતે કરો ડેકોરેટ, રૂમ લાગશે એકદમ આકર્ષક અને યુનિક…

દરેક વ્યક્તિ એવુ ઇચ્છે છે કે તેનું ઘર એકદમ મસ્ત અને ડેકોરેટિવ હોય. જો કે આજકાલ અનેક લોકો પોતાનું નવુ ઘર ખરીદે ત્યારે તેમાં ફર્નિચરથી લઇથી અનેક કામ-કાજ કરાવીને પછી જ રહેવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે. આમ, આજના આ સમયમાં ઘરને સજાવવા માટે માર્કેટમાં અનેક ઘણી અવનવી વસ્તુઓ મળતી હોય છે, બસ એના માટે પૈસા ખર્ચવા પડે છે. જ્યારે વ્યક્તિને પોતાના ઘરમાં ડેકોરેટ કે કલર કરવાની વાત આવે ત્યારે તેમને ગમતી વસ્તુ કરાવે તો જ તેમની આંખોને ઠંડક મળતી હોય છે. આમ, જો પ્લાનિંગ સાથે ઘરને સજાવવામાં આવે તો ખર્ચો પણ ઓછો થાય છે અને સાથે-સાથે તમે જ્યારે થાક્યા-પાક્યા ઘરે જાવો છો ત્યારે તમે પોતે રિલેક્સ ફિલ પણ કરો છો.

image source

જો ઘરની સજાવટ વખતે તમે પૂરતુ ધ્યાન નથી આપતા તો ઘરમાં સ્પેસ ખૂબ જ ઓછી થઇ જાય છે અને ઘર આખુ ભરેલુ-ભરેલુ લાગે છે. તો આજે અમે આ સજાવટમાં તમને કોર્નરનો લુક એટલે કે ઘરના ખૂણાને સજાવવા માટે કેટલાક એવા આઇડિયા બતાવીશું જેનાથી તમારું કોર્નર ખાલી પણ નહિં લાગે અને સાથે-સાથે ઓછા ખર્ચામાં જ તે ડેકોરેટ થઇ જશે.

image source

કોર્નર શેલ્ફ

ઘરના કોર્નર પર નાના-નાના શેલ્ફ બનાવો અને તેના પર કોઇ પણ શો પીસથી સજાવટ કરો. જો તમે કોર્નરને આ રીતે સજાવશો તો એનો લુક એકદમ ડિફરન્ટ જ આવશે. આ કોર્નરથી તમારા હોલની આખી રોનક બદલાઇ જશે.

image source

કોર્નર પ્લાન્ટ

જો તમે તમારા ઘરમાં કોર્નર પર શેલ્ફ બનાવવા નથી ઇચ્છતા તો તમે કોર્નર પર ખૂબસુરત પ્લાન્ટ પણ લગાવી શકો છો. આમ, જો તમને ફુલો બહુ ગમતા હોય તો તમે ઘરના કોર્નર પર ફ્લાવર પ્લાન્ટ પણ લગાવી શકો છો. આ ફ્લાવર પ્લાન્ટથી તમારું આખુ ઘર સુગંધિત રહેશે. તમને જણાવી દઇએ કે, ઘરમાં આ પ્રકારના પ્લાન્ટ લગાવવાથી ઘરમાંથી નેગેટિવ એનર્જી બહાર જાય છે પોઝિટિવ એનર્જી આવે છે.

image source

કોર્નર લાઇટિંગ

ઘરમાં પડતા ખૂણાને તમે લાઇટિંગથી પણ સજાવટ કરી શકો છો. આ લાઇટિંગમાં તમે અનેક પ્રકારની લાઇટિંગ મુકી શકો છો. માર્કેટમાં અનેક પ્રકારની લાઇટિંગ ખૂબ જ આસાનીથી હવે મળી રહે છે. આ લાઇટિંગમાં જો તમને ડાર્ક કલર ગમતો હોય તો હવે માર્કેટમાં તે પણ ખૂબ જ સરળતાથી મળી જાય છે. ખુણાને લાઇટિંગથી સજાવશો તો તમારા રૂમનો લુક જ આખો ચેન્જ થઇ જશે.

image source

સ્ટડી ટેબલ

ઘરમાં પડતા ખૂણાનો જો તમે યોગ્ય રીતે ઉપયોગ કરવા ઇચ્છતા હોવ તો તમે તમારા બાળકો માટે એક મસ્ત સ્ટડી ટેબલ પણ બનાવી શકો છો. આમ, જો તમે સ્ટડી ટેબલ બનાવવા ના ઇચ્છતા હોવ તો તમે તમારા પોતાના કામ માટે એટલે કે ઘર, ઓફિસ અથવા બિઝનેસના કામ માટે એક મસ્ત ડેકોરેટિવ ટેબલ અને ખુરશી પણ મુકી શકો છો જ્યાં તમે દિવસે કે રાત્રે એમ ગમે તે સમયે તમે તમારું કામ કરી શકો છો.

image source

બુક શેલ્ફ

તમારા ઘરમાં પડતા ખૂણાનો તમે બુક્સ મુકવા માટે પણ ઉપયોગ કરી શકો છો. જો તમે કોર્નર પર બુક શેલ્ફ બનાવશો તો તમારા ઘરમાં આમ-તેમ ફરતી ચોપડીઓ મુકવા માટે એક જગ્યા બની જશે અને રૂમ પણ ખરાબ નહિં લાગે. જો રૂમમાં ચોપડીઓ જેમ તેમ પડી હોય તો ઘણી વાર તેને શોધવી પણ મુશ્કેલ બની જાય છે માટે જો તમે કોર્નરમાં આ રીતે બુક શેલ્ફ બનાવો છો તો તમારી બુક્સ પણ એક જગ્યા પર રહેશે અને સરળતાથી જોઇએ તે દિવસે મળી પણ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.