બેકાર અને તૂટી ગયેલા TEA CUPનો આ રીતે કરો ફરી ઉપયોગ, દેખાવમાં લાગશે એકદમ એક્ટ્રેક્ટિવ
ઘણા લોકો ચા પીવાના ખૂબ જ શોખિન હોય છે. એક દિવસ એવો ન હોય જ્યારે ચા રસિકોએ ચાની ચુસ્કી ન લીધી હોય, ત્યારે કેટલાય લોકોને ચા પીવાની એવી ટેવ હોય છે કે તેઓ દિવસમાં 3-4 કપ ચા પી જ લે છે. આમ, દરેકના ઘરમાં ચા-કોફી પીવાના શોખીન હોવાથી દરેક લોકોના ઘરમાં ચાના કપ હોય છે.

આમ, ઘણા લોકોના ઘરમાં જ્યારે કપ તૂટી જાય ત્યારે અથવા તો જૂના થઇ જાય ત્યારે લોકો તેને ફેંકી દેતા હોય છે. પરંતુ આજે તમને જણાવી દઇએ કે, જો તમારા ઘરમાં પણ જૂના કપ પડેલા હોય અને તમે તેને ફેંકી દેવાનું વિચારી રહ્યા હોવ તો એકવાર આ ટિપ્સ વાંચી લો. કારણકે આજે અમે તમને કેટલા એવા આઇડિયા બતાવીશું કે જેનાથી તમારા ઘરને પણ નવો લુક મળશે અને સાથે-સાથે તમારા વેસ્ટ પડેલા કપ પણ કામમાં આવી જશે.

દહીંના કપનો આ રીતે ઉપયોગ
ઘણા લોકોના ઘરમાં દહીં જમાવવા માટે સ્પેશિયલ કપ હોય છે. આમ, આ કપ જ્યારે જૂના થઇ જાય ત્યારે તમે તેને એકદમ ધોઇ કરીને સ્વચ્છ કરી લો ત્યારબાદ તેને બાથરૂમમાં મુકીને તેનો બ્રશ મુકવા માટે ઉપયોગમાં લઇ શકો છો. જો તમે આ કપ પર કલરથી કોઇ પ્રિન્ટ કરવા ઇચ્છતા હોવ તો તે પણ કરી શકો છો. આમ, આ કપનો તમે પેન કે પેન્સિલ મુકવા માટે પણ ઉપયોગમાં લઇ શકો છો. આ સાથે જ આ કપમાં તમે મેકઅપના બ્રશ પણ મુકી શકો છો.

ચાના કપને ડેકોરેટ કરીને સિક્કા મુકવા માટે કરો ઉપયોગ
તમારા ઘરમાં પડેલા સૌ પ્રથમ જૂના કપ લો. ત્યારબાદ તેની પર કોઇ પણ કલર એટલે કે તમને જે કલર ગમતો હોય તે કલર કરો. ત્યારબાદ તમે તેના પર લેશ કે પછી જરદોશી વર્ક કરો. તો તૈયાર છે તમારો ડેકોરેટિવ કપ. હવે આ કપનો ઉપયોગ તમારા ઘરમાં પડેલા જૂના સિક્કા કે પછી બીજી કોઇ પણ નાની-મોટી વસ્તુઓ મુકવા માટે થાય છે. આમ આ ડેકોરેટિવ કપને તમે તમારા બહારના કોર્નર પર પણ મુકી શકો છો.

ગાર્ડનિંગ માટે કરો ઉપયોગ
વેસ્ટ પડેલા ચા અથવા દહીંના કપને ડેકોરેટ કરીને તમે તેનો ગાર્ડનિંગ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. ચા-કોફીના નાના-નાના કપમાં તમે કોથમીર, ફુદીનો તેમજ બીજા અનેક પ્રકારના નાના-નાના છોડના બીજ નાખીને તમે તેમાં ઉગાડી શકો છો. આમ, આ પ્રકારના નાના છોડને તમે કપમાં ઉગાડશો તો તમારા ઘરમાં બહુ વધારે જગ્યા પણ નહિં રોકે અને દેખાવમાં પણ એકદમ મસ્ત લાગશે.

કપ પ્લેટથી દિવાલને કરો ડેકોરેટ
કપ પ્લેટનો ઉપયોગ કરીને તમે દિવાલને એક સુંદર ડિઝાઇન પણ આપી શકો છો. આ દિવાલ દેખાવમાં ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે. જો તમે આ રીતે કપ પ્લેટનો ઉપયોગ કરો છો તો તમારે ઘર ડેકોરેટ કરાવતી વખતે ખર્ચો પણ અડધો થઇ જાય છે અને દેખાવમાં પણ એકદમ મસ્ત લાગે છે.

કપને ડોર બેલની જેમ લટકાવો
વેસ્ટ પડેલા કપને તમે અલગ-અલગ દોરીથી બાંધીને તેને ડોર બેલની જેમ પણ લટકાવી શકો છો. આમ તમારા બેકાર પડેલા કપનો આ રીતે તમે ઉપયોગ કરીને ઘરમાં એક નવો ટચ આપી શકો છો. કહેવાય છે કે, વેસ્ટમાંથી બેસ્ટ બનેલી વસ્તુ દેખાવમાં હંમેશા સારી લાગે છે. આમ, જો તમે આ રીતે વેસ્ટ પડેલા કપ કે પછી પ્લેટનો ઉપયોગ તમારા ઘરમાં કરશો તો લોકોની નજર તેના પર પડતા જ તેઓ તમારા ભરપેટ વખાણ કરવા લાગશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.