ગરમીમાં આ રીતે કરો બાળકોની કેર, નહિં થાય કોઇ સ્કિન પ્રોબ્લેમ્સ…

કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે ત્યાં જ અનેક લોકોને હેલ્થ તેમજ સ્કિનના પ્રોબ્લેમ્સ થવાના શરૂ થઇ ગયા છે. જો કે આ ગરમીની સૌથી વધુ અસર નાના બાળકો પર થાય છે. અતિશય પડતી ગરમીને કારણે બાળકોને સ્કિન પર રેસિશ થવા, ફોલ્લીઓ થવા લાગવી, ચહેરો એકદમ લાલ થઇ જવો તેમજ બીજા અનેક ઘણા પ્રોબ્લેમ્સ થવા લાગે છે. આ માટે જરૂરી છે કે, ગરમીમાં બાળકોની ખાસ કરીને કાળજી રાખવી. જો તમે ગરમીમાં બાળકોની યોગ્ય રીતે કેર નથી કરતા તો અનેક ઘણી તકલીફનો પછી તમારે સામનો કરવો પડતો હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે, આ ગરમીમાં કેવી રીતે કરશો તમારા બાળકની કેર…

image source

બાળકને સુતરાઉ કપડા પહેરાવો

બાળકોને ગરમીમાં સુતરાઉ કપડા પહેરાવવા જોઇએ જેથી કરીને તેને ગરમી ઓછી લાગે. સુતરાઉ કપડા પહેરાવવાથી બાળકને રેશિસ નથી પડતા. જો કે આ સિઝનમાં લગનગાળો પણ શરૂ થઇ જાય છે. આ માટે જો તમે તમારા બાળકોને એકદમ ભારે કપડા પહેરાવવાનો આગ્રહ રાખો છો તો તે એક ખોટી બાબત છે.

Baby heat rash: Types, diagnosis, and treatment
image source

ગરમીમાં બહાર ના લઇ જાવો

બને ત્યાં સુધી તમારા બાળકને ગરમીમાં બહાર લઇ જવાનું ટાળો. પણ જો તમારે ના છૂટકે બહાર જવાનું થાય તો બાળકને થોડા ઢીલા અને આખી બાયના કોટનના કપડાં પહેરાવો જેથી કરીને તેને ગરમી ના લાગે. આ સાથે ગરમીમાં બહાર નિકળતા પહેલા પાણી સાથે અવશ્ય લઇ જાવો જેથી કરીને બાળકને બહારનુ પાણી પીવડાવુ ના પડે.

image source

ગરમીમાં ઇલાસ્ટિક બેન્ડવાળી હેટ ના પહેરાવ

ગરમીથી બચવા અનેક પેરેન્ટ્સ પોતાના બાળકને ઈલાસ્ટિક બેન્ડવાળી હેટ પહેરાવતા હોય છે. જો કે આ એક ખોટી બાબત છે કારણકે ઇલાસ્ટિક બેન્ડવાળી હેટથી બાળકને મળતો હવાનો પ્રવાહ બાધિત થઇ જાય છે જે તેની સ્કિનને નુકસાન કરે છે.

How Long Can a Baby Wear a Diaper at Night? | Parent Prime
image source

નિયમિત અંતર પર ડાયપર બદલો

તમારા બાળકના નિયમિત અંતર પર ડાયપર બદલતા રહો. આદર્શ રીતે દર ત્રણ કલાકે બાળકનુ ડાયપર બદલવુ જોઈએ. ગરમીમાં આ વાતનુ ખાસ ધ્યાન રાખો, કારણકે જો તમે નિયત સમયે ડાયપર નથી બદલતા તો પરસેવાના કારણે બેક્ટેરિયા ઉત્પન્ન થઈ શકે છે જેના કારણે બાળકને સ્કિન પ્રોબ્લેમ્સ થવાના ચાન્સિસ વધી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.