સ્વાસ્થ્ય માટે આ દાળ છે ખૂબ જ ગુણકારી, જાણો બીજી આ 5 દાળથી સ્વાસ્થ્યને થતા ફાયદાઓ વિશે

દાળના સ્વાસ્થ્ય લાભ:

રોજિંદા જીવનમાં આપણે અનેક પ્રકારની દાળનું સેવન કરીએ છીએ. દરેક લોકોની જુદી જુદી મનપસંદ દાળ હોય છે. આપણા દિવસની શરૂઆત દાળ વિના શક્ય બનતી જ નથી. દાળને પ્રોટીનનો સારો સ્રોત માનવામાં આવે છે. જો આપણે કોઈ ભોજનની થાળીની કલ્પના કરીએ, તો તેમાં કોઈ દાળ ન હોય એવું બની શકે જ નહિ.

ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો:-

– અડદની દાળ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી દાળ છે.

– મૈસુરની દાળનું સેવન કરવાથી પેટ અને પાચનક્રિયાને તંદુરસ્ત રાખી શકાય છે.

image source

– તુવેર દાળમાં ફાઈબર હોય છે, જે કબજિયાતની સમસ્યાને દૂર કરી શકે છે.

– અહીં જાણો આ પાંચ દાળમાંથી કઈ કઈ દાળ સૌથી વધુ ફાયદાકારક છે.

દાળના સ્વાસ્થ્ય લાભ:

રોજિંદા જીવનમાં આપણે અનેક પ્રકારની દાળનું સેવન કરીએ છીએ. દરેક લોકોની જુદી જુદી મનપસંદ દાળ હોય છે. આપણા દિવસની શરૂઆત દાળ વિના શક્ય જ બનતી નથી. દાળને પ્રોટીનનો સારો સ્રોત માનવામાં આવે છે. જો આપણે કોઈ ભોજનની થાળીની કલ્પના કરીશું, તો તેમાં કોઈ દાળ ન હોય એવું બની શકે જ નહીં. દાળના આરોગ્ય (Health Benefits Of Lentils) લાભ ઘણા હોય છે. ન્યુટ્રિશિયન પણ દરરોજ આહારમાં દાળનો સમાવેશ કરવાની સલાહ આપે છે. દાળ માત્ર આપણા શરીરમાં જરૂરી વિટામિન અને ખનીજ પુરવઠો જ પુરા નથી પાડતાં, પરંતુ આપણને તંદુરસ્ત બનાવી રાખવામાં પણ મદદ કરી શકે છે. દાળના ફાયદાઓ લાજવાલ છે.

image source

દાળનું સેવન ઘણી વસ્તુઓ સાથે કરવામાં આવે છે. તે જ રીતે તમારી જરૂરિયાતો પણ છે કે તમને કઈ દાળ વધુ ગમે છે, પરંતુ શું તમે વિવિધ દાળના ફાયદા વિશે જાણો છો. શું તમારા મનમાં ક્યારેય એવો સવાલ થયો છે કે, કઈ દાળ સૌથી ફાયદાકારક હોઈ શકે છે. આપણે આપણા આહારમાં સૌથી વધુ કઈ દાળ લેવી જોઈએ. જો નહીં, તો અમે તમને 5 એવી સામાન્ય દાળ વિશે જણાવી રહ્યા છીએ, જેને તમે વારંવાર ખાઓ છો.

આમાંથી કઈ દાળ સૌથી વધુ ફાયદાકારક છે?

image source

1. મગ દાળ:-

મગની દાળને ધુડી મગની દાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. મગની દાળ ખાવામાં ઘણી હલકી હોય છે અને તે તમને પચાવવામાં ખૂબ જ સરળ માનવામાં આવે છે. તે સૌથી વધુ વજન ઘટાડવાના આહારમાં પણ સામેલ થાય છે. તે ભારતીય રસોડામાં વપરાતી એક સૌથી સામાન્ય દાળમાંની એક દાળ છે. તે પ્રોટીન, આવશ્યક એમિનો એસિડ્સ, ફાઇબર અને વિટામિન બી 1 નો સારો સ્રોત માનવામાં આવે છે.

મગની દાળના ફાયદા:-

– વજન ઘટાડવા માટે મગની દાળ ફાયદાકારક માનવામાં આવે છે.

image source

– સગર્ભા સ્ત્રીઓ માટે મગની દાળનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.

– મગની દાળનું સેવન કરવાથી શરીરમાં સંગ્રહિત વધારાનું કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.

image source

2. મૈસુરની દાળ:-

મૈસૂરની દાળ સંભવત ભારતીય રસોડામાં સૌથી વધુ સામાન્ય દાળ છે. મૈસુરની દાળ પ્રોટીન, આવશ્યક એમિનો એસિડ, પોટેશિયમ, આયર્ન, ફાઇબર અને વિટામિન બી 1 નો એક
સારો સ્રોત છે. લાલ રંગની મૈસૂર દાળ ફાયબર અને પ્રોટીનના ખજાનાં કરતા ઓછી હોતી નથી. મૈસુર દાળના એક કપમાં 230 કેલરી હોય છે, લગભગ 15 ગ્રામ ડાયેટ ફાઇબર અને લગભગ 17 ગ્રામ પ્રોટીન હોય છે.

મૈસુર દાળના ફાયદા:-

– મૈસુરની દાળનું સેવન કરવાથી પેટ અને પાચન સંબંધી તમામ રોગો દૂર કરવામાં મદદ મળે છે.

What are some home remedies for constipation? - Quora
image source

– મૈસુરની દાળ પેટની સમસ્યાઓ જેવી કે પેટ ફુલવું, ગેસ, અપચો વગેરેમાં રાહત આપવામાં પણ મદદ કરી શકે છે.

– તે કોલેસ્ટરોલ ઘટાડવામાં અને સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે.

image source

3. તુવેર (અરહર) દાળ:-

તુવેર દાળ સૌથી વધુ વપરાયેલી અને સૌની પસંદગીની દાળ છે. તુવેર દાળના સ્વાસ્થ્ય લાભ ઘણા હોય છે. ભારતીય રસોડામાં તુવેર દાળ સૌથી વધુ વપરાતી દાળ છે. તેને રાંધવાની એક ખૂબ જ સ્વાદિષ્ટ રીત છે. ગુજરાતી ખાટી મીઠી દાળ. તૂવેરની દાળમાં આયર્ન, ફોલિક એસિડ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન બી અને પોટેશિયમ હોય છે. તુવેરની દાળનું સેવન તમારા શરીરને સ્વસ્થ રાખવામાં જ માત્ર મદદ નથી કરતું પરંતુ સાથે સાથે આપણને જરૂરી વિટામિન અને ખનિજો પણ પુરા પાડે છે.

તુવેર દાળના ફાયદા:-

– તુવેર દાળમાં વધુ પ્રમાણમાં ફાઈબર હોય છે. જેથી તેનાથી કબજિયાતની સમસ્યામાં રાહત મેળવી શકાય છે.

image source

– તુવેરની દાળ નિયમિત લેવાથી હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ ઓછું થઈ શકે છે અને વજન પણ નિયંત્રણમાં રાખી શકાય છે.

– તેમાં ફોલિક એસિડ પણ જોવા મળે છે. જે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

– આ દાળ કાર્બોહાઈડ્રેટનો એક સારો સ્રોત છે. આની મદદથી શરીરને ઊર્જા મળી શકે છે.

image source

4. અડદ દાળ:-

તેને સામાન્ય રીતે કાલી દાળ કહેવામાં આવે છે. દાળ મખનીમાં કાળી અડદ દાળ મુખ્ય સામગ્રી છે. અડદ દાળનો ઉપયોગ પાપડ, મેંદુ વડા, પાયસમ અને ઢોસા બનાવવા માટે પણ થાય છે. તુવેરની દાળ પછી, જે દાળને લોકો સૌથી વધુ ખાવાનું પસંદ કરે છે તે અડદની દાળ તરીકે ઓળખાય છે. અડદ દાળ માત્ર સ્વાદથી જ ભરપુર નથી હોતી પરંતુ તેમાં ઘણા પૌષ્ટિક ગુણધર્મો પણ હોય છે.

અડદ દાળના ફાયદા:-

– અડદ દાળમાં સારી માત્રામાં આયર્ન મળી આવે છે.

image source

– પેટની બળતરા દૂર કરવામાં ફાયદાકારક છે.

– ચમકતી ત્વચા મેળવવા માટે અસરકારક.

Chana Dal Recipe: How to Make Chana Dal | Easy Chana Dal Recipe
image source

5. ચણા દાળ:-

ચણાની દાળમાં નોંધપાત્ર માત્રામાં ફાઇબર અને પ્રોટીન જોવા મળે છે. ચણાની દાળ તમારા શરીરને સ્વસ્થ રાખવામાં તેમજ પૂરતી ઊર્જા પ્રદાન કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે. યુવાન લોકો માટે ચણાની દાળનું સેવન વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વધુ માત્રામાં પ્રોટીન હોય છે, જે મસલ્સ બનાવવામાં ઘણી મદદ કરી શકે છે.

ચણાની દાળના ફાયદા:-

– ડાયાબિટીસના દર્દીઓ માટે ચણાની દાળનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.

– તેમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે.

– ચણાની દાળનું સેવન એનિમિયા, કમળો, કબજિયાત માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

Source: NDTV.in

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.