આ શખ્સે મહિલાઓ સાથે એવું તો શું ગંદુ કામ કર્યું કે કોર્ટે 120 વર્ષની સજા અને 12 કરોડનો દંડ ફટકાર્યો, જાણો ચોંકાવનારી વિગતો

ઘણી લોકોના ગુના જ એટલા મોટા હોય કે એની સજા પણ એટલી જ મળે. હાલમાં જે ઘટના બની એમાં પણ કંઈક એવું સામે આવ્યું છે. કારણ કે એ નરાધમે ગુનો જ એટલો મોટો કર્યો હતો કે 120 વર્ષ સુધી જેમાં રહેવું પડશે. તેમજ સાથે સાથે 12 કરોડ રૂપિયાનો દંડ પણ ભરવો પડ્યો, કેમ કે આ શખ્સે મહિલાઓની મદદના નામે પોતાની હવસ સંતોષતો હતો અને મહિલાઓને નગ્ન કરતો હતો. ઘણા નરાધમો રેપ કરે પણ આ ગુનેગાર કંઈલ અલગ રીતે મહિલાઓને ટાર્ગેટ કરીને શરીર સુખ માણતો હતો.

મહિલાઓને મદદ કરવાના બહાને સેક્સ ગુલામ બનાવતો

image source

તમે બરાબર જ સાંભળ્યું છે. યુ.એસ. માં એક ગૃપના નેતાને 120 વર્ષની જેલની સજા ફટકારી છે. ખરેખર, આ માણસ મહિલાઓને મદદ કરવાના બહાને સેક્સ ગુલામ બનાવતો હતો. મંગળવારની જ આ વાત છે. યુ.એસ.ની એક અદાલતે કીથ રેનીરને સેક્સ ટ્રાફિકિંગના ગુના બદલ 120 વર્ષની જેલની સજા સંભળાવી હતી. ઉલ્લેખનીય છે કે આ કીથની ઉંમર 60 વર્ષની છે.

120 વર્ષની જેલ અને 12 કરોડનો દંડ

image source

માત્ર 120 વર્ષની જેલની સજા જ નહીં પણ સાથે કીથને 17 લાખ ડોલરનો દંડ કરવામાં આવ્યો. ભારતીય ચલણ મુજબ આ રકમ આશરે 12 કરોડ રૂપિયાની છે. વિગતવાર વાત કરીએ તો હકીકતમાં NXIVM કંપનીના 15 પૂર્વ સભ્યોએ કોર્ટમાં નિવેદનો આપ્યા હતા.

image source

એક મહિલાએ કોર્ટને જણાવ્યું કે કીથ જ્યારે તે 12 વર્ષની હતી ત્યારે 45 વર્ષનો હતી. તેણે તેની સાથે સંબંધો બનાવ્યા. ત્યારબાદ તેણે કીથ સાથે લગભગ 12 વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધ્યો હતો.

નગ્ન થઈને મસાજ ટેબલ પર સૂવાનું કહેવામાં આવ્યું

image source

એટલું જ નહીં કીથ રેનીર મહિલાઓને ભૂખી રાખતો હતો. તે તેના નામ પર શરીર પર ટેટુ લગાડતો હતો. એક વેબ પોર્ટલના જણાવ્યા અનુસાર લૌરેન સાલ્ઝમેન જણાવતી હતી કે જ્યારે તેણે એનએક્સઆઈવીએમના ગૃપને જોઈન કર્યું ત્યારે જ તેમને નગ્ન થઈને મસાજ ટેબલ પર સૂવાનું કહેવામાં આવ્યું. ત્યારબાદ તેના શરીર પર કીથ રેનીર નામનું ટેટુ કરાવ્યું હતું.

કીથને એવી આશા હતી કે નગ્ન થઈને રાહ જોવે.

image source

કીથ રેનીર હકીકતમાં એવી પૈસાદાર મહિલાઓને ફસાવતો હતો કે જે મહિલાઓ જીવનમાં મોટા ઉદ્દેશ્યની કમી મહેસુસ કકી રહી હોય. તેમણે તે મહિલાઓને ખુશી લાવવાની અને તેમની સાથે સંબંધો બાંધવાનું વચન આપ્યું હતું. ઇન્ડિયા ઓક્સનબર્ગ કહે છે કે કીથને એવી આશા હતી કે તે નગ્ન થઈને રાહ જોવે. Nxivmના ગૃપમાં જોડાયા પછી જે મહિલાઓ બહાર નીકળવા માંગતી હતી તેમને પણ ત્રાસ આપવામાં આવતો હતો