તમારી ઈમેજ ખરાબ થતા બચાવશે સ્માર્ટ ફોનનું આ સેટિંગ…

જો તમે સ્માર્ટફોન યુઝર્સ છો, તો ઓટો-કરેક્ટથી થતી ગરબડી વિશે બહુ જ સારી રીતે જાણતા હશો. હકીકતમાં મોબાઈલમાં ટાઈપિંગ કરતા સમયે અનેકવાર શબ્દોના સ્પેલિંગમાં ભૂલો થઈ જાય છે અને ઓટો-કરેક્ટ પોતાની રીતે જ તેને કરેક્ટ કરી દે છે. સૌથી મોટી મુશ્કેલ તો ત્યારે થાય છે, જ્યારે ઓટો-કરેક્ટ થવાથી શબ્દ કે વાક્યનો અર્થથી અનર્થ થઈ જાય છે અને તમે ભૂલથી તેને સેન્ડ પર કરી દો છો. ઓટો-કરેક્ટમાં બદલાયેલા શબ્દોનો અર્થ રિસીવર ઊંધો સમજી લે છે. ત્યારે મોબાઈલ યુઝર્સ મોટી મુશ્કેલીમાં સપડાઈ જાય છે. ત્યારે આ ભૂલથી બચવા માટે અમે તમને એક સરળ ટિપ્સ આપીએ છીએ.

image source

પર્સનલ ડિક્ષનરીનો ઉપયોગ કરો

મોબાઈલમાં ટાઈપિંગ દરમિયાન પર્સનલ ડિક્ષનરીમા શબ્દાવલી જોડવાનો વિકલ્પ પણ હાજર હોય જ છે. તેમાં તમે જે પણ સ્પેલિંગ લખવા માગો છો, તે શબ્દનો સાચો સ્પેલિંગનો વિકલ્પ તમને સ્ક્રીન પર મળી જશે અને તમે સાચો શબ્દ લખી શકશો. તમે જે શબ્દ ટાઈપ કરી રહ્યાં છો, જો તેને ઓટો-કરેક્ટ ઓળખી નહિ શકે, તો તે એ શબ્દની નીચે લાલ રંગની લાઈન મૂકી દેશે. જેથી આ શબ્દ ખોટો હોવાનો સંકેત હશે. જો તમે આ શબ્દને તમારી પર્સનલ ડિક્ષનરીમાં જોડવા માગો છો, તો લાલ રંગની લાઈનવાળા શબ્દને ડબલ ક્લિક કરો અને તેને પર્સનલ ડિક્ષનરીમાં એડ કરો. જો તમે કોઈ ત્રીજા પક્ષનું કી-બોર્ડ યુઝ કરી રહ્યા છો, તો તેમાં પર્સનલ ડિક્ષનરીની સુવિધા નહિ હોય. આ પરિસ્થિતિમાં તમારે પર્સનલ ડિક્ષનરીને મેન્યુઅલ રૂપથી જોડવાનું રહેશે.

Google Pixel 'Settings Suggestions' uploaded to Play Store ...
image source

તેના માટે નીચેના સ્ટેપ ફોલો કરો

– સેટિંગમા જાઓ.

– ભાષા અને ઈનપુટ પર ક્લિક કરો.

– હવે પર્સનલ ડિક્ષનરીને સિલેક્ટ કરો અને સ્ક્રીન પર રહેલા પ્લસ (+)ના સાઈન પર ક્લિક કરો.

image source

– આ પ્રોસેસ પૂરી કર્યા બાદ તમે હવે ખોટા શબ્દને પર્સનલ ડિક્ષનરીમાં ઉમેરશો, તો તેનો સાચો સ્પેલિંગ તમને મળી જશે.

તમને જણાવી દઈએ કે, આ ફીચર્સનો ઉપયોગ હંમેશા કરવાની કોઈ જરૂર નથી. તમને લાગે છે કે, તમને ઓટોફીચર્સની જરૂર નથી, અને તેજ ટાઈપિંગ સ્પીડથી જ તમે સાચો સ્પેલિંગ લખી શકો છો, તો આ ફીચરને બંધ પણ રાખી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.