આ સાઉથ સુપર સ્ટાર પાસે એટલી મોંઘી વેનિટી વેન છે કે ના પૂછો વાત, તસવીરોમાં જોઇ લો તમે પણ
હોલીવૂડ હોય, બોલીવૂડ હોય કે ટેલીવૂડ હોય કે પછી ટોલીવૂડ હોય. અહીં સૌથી વધારે મહત્ત્વ તેમની ફિલ્મોમાં કામ કરતાં હીરો તેમજ હીરોઈનને જ આપવામાં આવતું હોય છે. તેઓ સતત 12-13 કલાકો સુધી સેટ પર કામ કરતા રહે છે. તેમના ફ્રેશ દેખાવા માટે તેઓ યોગ્ય રીતે કામ કરી શકે તે માટે અને તેઓ ફાજલ સમયમાં આરામ કરી શકે તે માટે તેઓ એક હરતા ફરતા આરામદાયક ઘર એટલે કે વેનિટિ વેન પણ પોતાની સાથે જ રાખતા હોય છે. આ વેનિટી વેન જે તે સ્ટારની પોપ્યુલારીટી પ્રમાણેની લક્ઝરી ધરાવતી હોય છે.
બોલીવૂડમાં આપણે સલમાન ખાન, શાહરુખ ખાન, સંજય દત્ત વિગેરેની વેનિટીને સોશિયલ મિડિયા પર ખૂબ જોઈ છે. તેમની વેનિટી વેન કોઈ ભવ્ય આધુનિક ઘર કરતાં જરા પણ ઓછી ઉતરતી નથી હોતી. પણ આજે અમે તમારા માટે સાઉથ ઇન્ડિયન ફિલ્મના સુપરસ્ટાર મહેશ બાબુની આ લક્ઝરિયસ વેનિટીની ભવ્યતા વિષે જાણકારી લાવ્યા છીએ.

મહેશ બાબુ તેલુગુ ફિલ્મના સુપર સ્ટાર છે. મહેશ બાબુ છેલ્લા ઘણા વર્ષોથી તેલુગુ ફિલ્મોમાં વર્ચસ્વ જમાવી રહ્યા છે. ચોક્કસ તેમનું ફેમિલિ બેકગ્રાઉન્ડ તેલુગુ ફિલ્મોનું રહ્યું છે પણ તેમણે આજે જે પણ નામના જે પણ લોકપ્રિયતા મેળવી છે તે પોતાની મહેનતથી મેળવી છે. તમને એ પણ જણાવી દઈકે તેમની પત્ની જાણીતી બોલીવૂડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા નમ્રતા શિરોડકર છે. નમ્રતા શિરોડકર માધુરી દિક્ષીતની કઝીન સીસ્ટર પણ છે.

મહેશ બાબુ અને નમ્રતા શિરોડકરે લવ મેરેજ કર્યા છે. નમ્રતાને હીન્દી ફિલ્મોમાં કંઈ ખાસ સફળતા નહોતી મળી શકી, હિન્દી ફિલ્મો કર્યા બાદ તેણીએ સાઉથની ફિલ્મો તરફ રુખ કર્યું હતું અને તેણે તેલુગુ ફિલ્મ વામસી સાઇન કરી, જેમાં તેની ઓપોઝિટ મહેશ બાબુ હતા. આ જ ફિલ્મથી મહેશ બાબુએ તેલુગુ ફિલ્મોમાં શરૂઆત કરી હતી. હાલ બન્ને પતિ-પત્ની છે અને પોતાના દાંપત્યને સુખેથી ભોગવી રહ્યા છે. મહેશ બાબુ તેલુગુ ફિલ્મોમાં સૌથી વધારે કમાણી કરતાં અભિનેતાઓમાંના એક છે. અને દરેક સુપર સ્ટાર પછી તે બોલીવૂડનો હોય કે પછી કોઈ સાઉથ ઇન્ડિયન ફિલ્મનો હોય તેની પાસે વેનિટી વેન હોવી અનિવાર્ય છે. કારણ કે શોટ્સ દરમિયાનનો ફાજલ સમય સ્ટાર્સ આ જ આરામદાયક તેમજ સંપૂર્ણ લક્ઝરીથી ભરપુર વેનમાં જ પસાર કરતા હોય છે.

તાજેતરમાં મહેશબાબુની વેનિટી વેનની કેટલીક તસ્વીરો સોશિયલ મિડિાય પર ખૂબ વાયરલ થઈ રહી છે. તો આજે અમે પણ તમારા માટે તે તસ્વીરો લઈને આવ્યા છીએ. જો કે સૌ પ્રથમ તો તમારે આ વેનિટી વેનની કિંમત જ જાણી લેવી જોઈએ. આ વેનિટી વેનની કીંમત છે. 6.02 કરોડ રૂપિયા. આટલા રૂપિયામાં તમે ચોક્કસ અમદાવાદના પોષ વિસ્તારમાં સુંદર બંગલો ખરીદી શકો. સ્ટાર્સ પોતાનો મોટા ભાગનો સમય અરે પોતાના ઘર કરતાં પણ વધારે સમય આ વેનિટી વેનમાં પસાર કરતા હોય છે. માટે તે આરામદાયક અને સુવિધાજનક હોવી પણ જરૂરી છે.
આ એક હરતું ફરતું નાનકડું લક્ઝરીયસ ઘર જ છે. મહેશબાબુની વેનિટી વેનમાં 2 બેડરૂમ છે. તેમના પર્સનલ બેડરૂમમાં એક ટીવી સેટ લગાવવામાં આવ્યો છે. જો કે આ ટીવી સેટની એખ ખાસિયત છે અને તે એ છે કે તે સેટેલાઇટ ટીવી છે. એટલે કે આ ટીવી દ્વારા તમે ગમે તે જગ્યાએથી ઇન્ટરનેટ એક્સેસ કરી શકો છો. તેમજ માત્ર ભારતની જ નહીં પણ બીજા કોઈ દેશની પણ ચેનલ જોઈ શકો છો. આ ટીવી બેડરૂમમાં લગાવવા માટેની ડીમાન્ડ મહેશ બાબુની જ છે.

આ વેનમાં મહેશબાબુએ મેકઅપ માટે એક અલાયદી જગ્યા પણ ફાળવી છે. જેને ગ્રીન એરિયા પણ કહી શકાય. મહેશ બાબુએ પોતાની આ વેનિટી વેન પોતાની અનુકુળતા પ્રમાણે કસ્ટમાઇઝ કરાવી છે. તમે આ તસ્વીરમાં જોઈ શકો છો કે વેનની એક વોલ પર મહેશ બાબુની તેમના દીકરા સાથેની એક તસવીર પણ છે.

હાલ લોકડાઉન ચાલતું હોવાથી મહેશબાબૂ પોતાનો સમય પોતાના દીકરા સાથે વધારે પસાર કરી રહ્યા છે. તેમણે થોડા સમય પહેલાં જ પોતાના પુત્ર સાથે પ્લે સ્ટેશન પર ગેમ રતમી એક વિડિયો પણ શેર કરી હતી અને તેમના ફેન્સને તે ખૂબ ગમી હતી. તેમને એક દીકરી પણ છે જેની સાથે મસ્તી કરતી તસ્વીરો પણ તેઓ અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.