આ મંદિરમાં પગે લાગવાથી થાય છે દરેક મનોકામના પૂરી, પણ જાણી લો કિન્નરોને શું મળ્યો હતો શ્રાપ

દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે દેશમાં મોટાભાગના તહેવારો અને જાહેર ઉત્સવોની ઉજવણી અટકાવી દેવામાં આવી છે. મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ વડવાનીના નાગલવાડી શિખરધામમાં સ્થિત ૭૦૦ વર્ષ જુનું પ્રાચીન મંદિર ભીલટદેવ આવેલ છે અહિયાં સામાન્ય રીતે દર વર્ષે નાગપાંચમ નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી પડે છે. ભીલટદેવની પૂજા અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવે છે પરંતુ આ વર્ષે દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે આ વર્ષે ભીલટદેવ મંદિરમાં નાગપાંચમના દિવસે પણ સુનસાન જોવા મળ્યું છે. કેટલીક લોકકથામાં જણાવ્યા પ્રમાણે એવું કહેવાય છે કે, ભીલટદેવ અહીના મંદિરમાં નાગદેવતાના સ્વરૂપે નિવાસ કરે છે. મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ આ ભીલટદેવ મંદિર ગાઢ જંગલોની વચ્ચે પર્વત પર સ્થિત છે.

image source

મધ્યપ્રદેશ રાજ્યના રાજપુર તાલુકામાં સ્થિત ભીલટદેવ મંદિરએ દર વર્ષે નાગપાંચમ નિમિત્તે મેળો ભરાય છે. ભીલટદેવ મંદિર સાથે જોડાયેલ લોકકથાના લીધે ભીલટદેવ લોકોમાં આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યુ છે. એવું કહેવામાં આવે છે કે, એકવાર ભીલટદેવ મંદિરમાં એક કિન્નર દર્શન કરવા આવે છે. ભીલટદેવના દર્શન કરવા આવેલ કિન્નર બાબા ભીલટદેવ પાસે એક સંતાનની ઈચ્છા વ્યક્ત કરે છે અને ત્યારે બાબા ભીલટદેવ આ કિન્નરને આશીર્વાદ આપી દે છે અને આ કિન્નર થોડાક સમયમાં જ ગર્ભવતી થઈ જાય છે.

image source

પરંતુ કિન્નરનું શરીર બાળકને જન્મ આપવા માટે સક્ષમ નહી હોવાના લીધે કિન્નરના ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થઈ જાય છે. જેના કારણે બાબા ભીલટદેવ દ્વારા કિન્નરને શ્રાપ આપે છે કે, કોઇપણ કિન્નર નાગલવાડીમાં રોકાઈ શકશે નહી. બાબા ભીલટદેવના મંદિરની પાસે જ આ કિન્નરની પણ સમાધિ બનાવવામાં આવી છે. હવે જાણીશું બાબા ભીલટદેવ અને તેમના મંદિર સાથે જોડાયેલ અન્ય કેટલીક રસપ્રદ લોકકથા વિષે…

કોણ હતા ભીલટદેવ બાબા ? :

image source

અંદાજીત ૮૫૩ વર્ષ પહેલા મધ્યપ્રદેશ રાજ્યના હરદા જીલ્લામાં નદીના કિનારે સ્થિત રોલગામ પાટનના નિવાસી એવા ગવલી પરિવારમાં બાબા ભીલટદેવનો જન્મ થયો હતો. બાબા ભીલટદેવના માતા મેદાબાઈ અને પિતા નામદેવ ભગવાન ભોળાનાથના પરમ ભક્ત હતા. બાબા ભીલટદેવના માતા પિતાએ ભગવાન ભોળાનાથની કઠોર તપસ્યા કરી હતી જેના પરિણામ સ્વરૂપ તેઓને સંતાન સુખની પ્રાપ્તિ થઈ હતી. પરંતુ ભગવાન ભોળાનાથએ બાબા ભીલટદેવના માતા પિતા પાસેથી એક વચન લીધું આ વચન કઈક આવું હતું કે, તેઓ રોજ નિયમિત રૂપે દૂધ અને દહીં માંગવા માટે અહિયાં આવશે. જો તેઓ તેમને ઓળખવામાં નિષ્ફળ જશે તો ભોળાનાથ તેમના બાળકને લઈને ચાલ્યા જશે. બાબા ભીલટદેવના જન્મ થઈ ગયા પછી નિયમિત રીતે ભોળાનાથને દૂધ દહીં આપવાનો ક્રમ ચાલી રહ્યો હતો પરંતુ એકાએક એક દિવસ બાબા ભીલટદેવના માતા પિતા ભોળાનાથને દૂધ દહીં આપવાનું ચુકી જાય છે અને ભગવાન ભોળાનાથ પોતાના વચન મુજબ બાળકને પોતાની સાથે લઈને ચાલ્યા જાય છે. જતા પહેલા ભોળાનાથ બાળકના પારણામાં પોતાના ગળામાં ધારણ કરેલ નાગને મૂકી દે છે. ત્યાર પછી બાબા ભીલટદેવના માતા પિતાએ પારણામાં રહેલ નાગને જ પોતાનું સંતાન સમજીને સંભાળ કરવા લાગે છે જેના લીધે બાબા ભીલટદેવને ભક્તો નાગદેવતા માનીને પૂજા કરી રહ્યા છે.

image source

અન્ય એક લોકકથા એવી છે કે, ભીલટ બાબા મંત્ર અને તંત્ર વિદ્યામાં પારંગત હતા. જેના માટે ભીલટબાબાએ બંગાળના પ્રખ્યાત કામાખ્યા મંદિરની આજુબાજુ ઘણો લાંબો સમય પસાર કર્યો હતો. ભીલટબાબાએ તંત્ર- મંત્ર વિદ્યામાં પારંગત થઈને એવા તાંત્રિકોને સબક શીખવાડ્યો જેઓ અન્ય લોકોને પોતાના તંત્ર મંત્રથી હેરાન કરી રહ્યા હતા. બાબા ભીલટદેવનું જે મંદિર આજે અસ્તિત્વ ધરાવે છે તેનું નિર્માણ વર્ષ ૨૦૦૪માં કરવામાં આવ્યું છે. બાબા ભીલટદેવના આ મંદિરના નિર્માણ કરવા માટે ગુલાબી રંગના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાબા ભીલટદેવનું આ મંદિર બડવાનીથી અંદાજીત ૭૪ કિલોમીટરના અંતરે આવેલું છે અને ખરગોન વિસ્તારથી અંદાજીત ૫૦ કિલોમીટરના અંતરે સ્થિત છે. સતપુડાના ગાઢ જંગલોમાં પર્વત પર બાબા ભીલટદેવનું મંદિર આવેલ છે. બાબા ભીલટદેવનું આ મંદિર આખી દુનિયામાં પ્રખ્યાત છે.

image source

એવું કહેવામાં આવે છે કે, નાગપાંચમના દિવસે જો કોઈ ભક્ત બાબા ભીલટદેવના આ મંદિરે આવીને પોતાની મનોકામના વ્યક્ત કરે છે તો તેમની મનોકામના જરૂરથી પૂરી થાય છે. પરંતુ આ વર્ષે દેશમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે બાબા ભીલટદેવના મંદિર એ આયોજિત કરવામાં આવતા મેળાને રદ્દ કરી દેવામાં આવ્યો છે.

image source

એવું પણ કહેવામાં આવે છે કે, બાબા ભીલટદેવના લગ્ન બંગાળની રાજકુમારી રાજલ દેવી સાથે કરવામાં આવ્યા હતા. જો કે, ભીલટદેવ અને તેમના પત્ની રાજલ દેવીએ પોતાની શક્તિનો સદુપયોગ કરીને શિખર પર જ રહીને લોકોની સેવા કરવા માટે ત્યાં ધામ વસાવી દીધું હતું. બાબા ભીલટદેવનું આ મંદિર ભક્તોની આસ્થાનું ધામ છે. સામાન્ય રીતે આ મંદિરમાં આખા વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓથી ભરેલ છે પરંતુ હાલના સમયમાં દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે દર્શનાર્થીઓ માટે મંદિર તરફથી હાલમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span