આ ટેણી જ્યારે બે મહિનાની હતી ત્યારે કર્યુ હતુ આવુ અઘરુ કામ, વાંચીને તમે પણ બોલી ઉઠશો આની આગળ ગ્રેટ ખલી પણ કંઇ નથી યાર!
આ અજબ ગજબના વિશ્વમાં કોઈ પણ વાત અશક્ય નથી. આપણી આજુબાજુ એવી અનેક વસ્તુઓ થાય છે, જેના ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ જ નહીં પરંતુ લગભગ અશક્ય લાગે.સામન્ય રીતે આપણે આજ સુધી જોયું હોય છે કે, જન્મ બાદ કોઈ પણ બાળકને પોતાના પગ પર ઊભા રહી શકવામાં ઓછામાં ઓછા ચારથી પાંચ મહિના લાગી જ જાય છે. પણ અહી આ લેખમાં આજે અમે તમને એક એવી બાળકી વિશે જણાવવાના છીએ.

જે માત્ર બે જ માસની થઈ ત્યાં તો તે પોતાના પગ પર ઊભી થવા લાગી હતી. આ ઢીંગલીનાં માતા-પિતાના જણાવ્યા અનુસાર, તેમની પુત્રી આ વિશ્વનું સૌથી મજબૂત બાળક છે. બાળકીએ ચાર મહિના પણ પૂર્ણ નહોતા થયા ત્યાં તે પોતાની જાતે ઊભી રહેવા લાગી. આ આશ્ચર્ય જનક સમાચારે અત્યારે દુનિયાભરના લોકોનું ધ્યાન આકર્ષ્યું છે.

23 વર્ષની એમિલી ડેરિકે અને 31 વર્ષના તેજરા ફિન જોહન્સ્ટને તેમની પાંચ મહિનાની બાળકીના ફોટાઓ સોશિયલ મીડિયામાં શેર કર્યા છે . આ દંપતી ઈંગ્લેન્ડના કિંગ્સવૂડમાં રહે છે. તેમની બાળકીનું નામ લૂલા છે.

દંપતીનું કહેવું છે કે, તેમની બાળકી લૂલા ખૂબ જ શક્તિશાળી છે. જન્મ પછી તુરંત જ તે પોતાના માથાને ટટ્ટાર રાખી શકતી હતી. સામાન્ય શિશુનું માથુ સરખી રીતે પકડવું પડે છે પરંતુ લૂલાનાં હાડકાં એટલાં મજબૂત હતાં કે, તેને કોઇ પ્રકારના સપોર્ટની જરૂર પડતી નહોતી.તે જ વખતે લૂલાનાં પેરેન્ટ્સ સમજી ગયાં હતાં કે, તેમની પુત્રી અન્ય બાળકો કરતાં અલગ છે. 31 જાન્યુઆરી ૨૦૨૦એ જન્મેલ લૂલા હવે તેના પગ પર પોતાનું વજન ઉપાડી લે છે.

આ દંપતીનો દાવો છે કે, તેમની પુત્રી લૂલા બે મહિનાની થઈ ત્યાં તો ઊભી રહેવા લાગી હતી. તે ચાર મહિનાની થઈ એ પહેલાં તો કોઇપણ જાતના ટેકા વગર સીધી ઊભી રહેવા લાગી છે. આટલી નાની ઉંમરે આમ કરવાવાળી લૂલા પહેલું શિશુ હોઇ શકે છે. પરંતુ ગિનીઝ રેકોર્ડબુકમાં રેકોર્ડ ફક્ત એ બાળકોના નામે જ નોંધાય છે, જે ચાલવાનું શરૂ કરી દે. હાલમાં ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી નાની ઉંમરે ચાલવાનો રેકોર્ડ છ મહિનાની ઉમરે ચાલવા માંડેલા રૂબેન રોબિંસનના નામે છે.

પોતાની દીકરી લૂલા આટલી સ્પેશિયલ કેમ હશે તે વિશે તેનાં માતાપિતાનું માનવું છે કે , કદાચ એ બંનેને યૂટ્યૂબ પર તાકાતવર લોકોના વીડિયો જોવા ગમે છે, એટલે કદાચ તેમની દીકરીમાં એ અસર જોવા મળે છે. લૂલાનાં માતાપિતા તેમની દીકરીને ખાસ બાળક માને છે. તેમનું માનવું છે કે, જો લૂલા આ ઉંમરમાં આટલી મજબૂત છે તો આગળ જતાં તે ઘણા રેકોર્ડ તોડી શકશે.
source
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.