કચરામાંથી ઢગલાબંધી ઢીંગલીઓ બનાવીને આ મહિલાએ સર્જી દીધો વર્લ્ડ રેકોર્ડ…

બાળપણમાં ઢીંગલીઓથી રમવાનો શોખ તો અનેકોને હોય છે, પરંતુ મોટા થયા બાદ કદાચ જ કોઈ ઢીંગલીથી રમવાનું વિચારતું હશે. આમ, તો ઢીંગલીઓ રમવા માટે જ બનાવવામાં આવે છે, પણ કેટલાક લોકો માટે તે માત્ર રમકડુ નહિ, પણ પેશન બની જાય છે. કોચ્ચીના પલ્લુરુથીની રહેવાસી વિજિથા રિથીસ કચરામાંથી ઢીંગલીઓ બનાવે છે.

image source

આમ તો અલગ અલગ સામાનની મદદથી ઢીંગલી બનાવવામાં આવે છે. પણ તમે ક્યારેય વિચાર્યું નહિ હોય કે રદ્દી કાગળમાંથી પણ ઢીંગલી બને છે. કોચ્ચીની વિજિથા એવી મહિલા છે, જે રદ્દી કાગળના ટુકડાઓમાંથી ઢીંગલી બનાવે છે. તેને પોતાની કાબેલિયત અને હુનરના દમ પર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ બનાવ્યું છે.

આમ તો લોકો ઘરમાં રદ્દી કાગળને કચરાના ડબ્બામાં ફેંકી દે છે. પરંતુ વિજિથા પોતાના ઘરમાં આવતા લગ્નના કાર્ડ, જૂના અખબાર, બુકલેટના કાગળોને કચરાના ડબ્બામાં નથી નાખતી. તે આ રદ્દી કાગળમાંથી રંગબેરંગી ઢીંગલીઓ બનાવે છે. વિજિથા કહે છે કે, સામાન્ય લોકો માટે રદ્દી કાગળ કચરો હોય છે, પણ હું તેને રેડીમેડ સામાન તરીકે ઉપયોગમાં લઉં છું. હું ક્યારેય ક્રાફ્ટની દુકાનમાંથી ઢીંગલીઓ માટે પેપર નથી ખરીદતી. મારા ઘરમાં આવતા લગ્નના કાર્ડ, રંગીન કાગળો અને છાપેલી એડ્સમાંથી જ ઢીંગલીઓ બનાવું છું.

image source

કચરામાંથી બનાવી 1350 ઢીંગલીઓ

વિજિથાએ ન માત્ર કચરામાં ફેંકાતી વસ્તુઓનો ઉપયોગ કરીને મહિનમાં 1350 ઢીંગલીઓ બનાવી, પંરતુ આવું કરીને તેણે ગત વર્ષે પોતાનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં પણ નોંધાવી દીધું. આ વિશે વાત કરતી વિજિથાએ કહ્યું કે, હું ટાઈમપાસ માટે પેપરમાંથી ઢીંગલીઓ બનાવવાની શરૂઆત કરી હતી. પંરતુ આજે મને લાગે છે કે મને તેમાં રસ પડવા લાગ્યો છે. મેં રોજ એક-બે ઢીંગલીઓ બનાવવાથી શરૂઆત કરી હતી, જેની સંખ્યા આજે દિવસની 10-15 થઈ ગઈ છે.

image source

તેણે કહ્યું કે, મારા આ કામ માટે મને મારા પતિ અને મારો આખો પરિવાર પ્રોત્સાહિત કરે છે. આ સાથે જ મને મારુ લક્ષ્યાંક મેળવવામાં પણ મદદ મળી રહે છે. તેનું માનવુ છે કે, કચરામાં ફેંકાતા પદાર્થનું પણ મૂલ્ય ઘણું હોય છે. કદાચ મારામાંથી બીજાને પણ ઘણું શીખવા મળે.

સાયકોલોજીનો અભ્યાસ કરવાની સાથે વિજિથા હાઉ ટુ યુઝ રિસાઈકલ મટિરિયલ નામનું એક પુસ્તક પણ લખી રહી છે. બેકાર સામાન બેકાર નથી હોતો, અને તેને ઉપયોગમા લેવાની રીત આવડવી જોઈએ તેના પર તેનું પુસ્તક છે.

image source

દરેક ઢીંગલીની ડિઝાઈન અલગ

વિજિથા પેપર ક્રાફ્ટ ટેકનિકની મદદથી ઢીંગલી બનાવે છે. તેને આકાર આપવા માટે તેને જે પણ સામાનની જરૂર હોય છે, તેના માટે તે ક્યારેય માર્કેટમાં જતી નથી. તે બધો સામાન ઘરે જ બનાવે છે. આ કારણે તેના દ્વારા બનાવવામાં આવતી ઢીંગલીઓ એક જેવી નથી હોતી.

રસપ્રદ બાબત એ છે કે હાથથી બનાવેલી ઢીંગલીઓનું સૌથી મોટું કલેક્શન હાલ ભારતમાં વિજિથા પાસે જ છે, પણ નવાઈની વાત એ પણ છે કે તેમાંથી કોઈ પણ બે ઢીંગલીઓ એક જેવી નહિ લાગે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.